પાકિસ્તાનથી આવેલા 63 હિંદુ બંગાળી પરિવારને યુપીમાં જમીન મળશે, સરકાર ઘર બનાવવા માટે આર્થિક મદદ પણ કરશે

વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનથી યુપીના કાનપુરમાં 63 હિંદુ બંગાળી પરિવારો આવ્યા હતા. જ્યાં કામ કરતા હતા તે મીલ બંધ જતા 63 હિન્દુ બંગાળી પરિવારો સામે આજીવિકાનું સંકટ ઉભુ થયું હતું.

પાકિસ્તાનથી આવેલા 63 હિંદુ બંગાળી પરિવારને યુપીમાં જમીન મળશે, સરકાર ઘર બનાવવા માટે આર્થિક મદદ પણ કરશે
the-63-hindu-bengali-families-from-pakistan-will-get-land-in-up-the-government-will-also-provide-financial-help-to-build-houses
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 1:57 PM

વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન(Pakistan)થી યુપીના કાનપુર આવેલા 63 હિંદુ(Hindu) બંગાળી પરિવારોનું UP સરકાર પુનર્વસન(Rehabilitation) કરશે. તેમને ખેતી માટે બે એકર અને ઘર બનાવવા માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવશે. ઘર બનાવવા માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી નાણાં આપવામાં આવશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Aditya Nath) બુધવારે કેબિનેટ દ્વારા પરિપત્ર દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી.

મીલ બંધ થતા રોજગારીનું સંકટ હતુ વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી 65 બંગાળી પરિવાર ઉત્તર પ્રદેશમાં આવ્યા હતા. તે સમયે આ પરિવારોને મદન કોટન મીલમાં રોજગારી આપીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. જોકે આ મિલ 8 ઓગસ્ટ 1984ના રોજ બંધ થઈ ગઈ હતી. જેના કારણે હિંદુ બંગાળી પરિવારો સામે આજીવિકાનું સંકટ ઉભુ થયું હતું. આ પરિવારો છેલ્લા 30 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા.

સરકાર કરશે મદદ પૂર્વ પાકિસ્તાનથી ઉત્તર પ્રદેશમાં આવેલા 63 હિંદુ બંગાળી પરિવારોનું રાજ્ય સરકાર પુનર્વસન કરશે. તેમને ખેતી માટે બે એકર અને કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં ઘર બનાવવા માટે 200 ચોરસ મીટર જમીન આપવામાં આવશે. મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી 1.20 લાખ રૂપિયા પણ આપવામાં આવશે.

121.41 હેક્ટર જમીન પર પુનર્વસન યોજનાને મંજૂરી

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સરકારે કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં 121.41 હેક્ટર જમીન પર તેમના માટે પુનર્વસન યોજનાને મંજૂરી આપી છે. આ જમીનમાં મનરેગા હેઠળ જમીન સુધારણા અને સિંચાઈની સુવિધા વિકસાવવામાં આવશે, જેથી તેઓને સારી સુવિધા મળી શકે. આ પરિવારોને ખેતી અને મકાનો બાંધવા માટે 1 રૂપિયામાં 30 વર્ષ માટે લીઝ પર જમીન આપવામાં આવશે. આ લીઝ 30-30 વર્ષ એટલે કે કુલ 90 વર્ષ માટે વધુમાં વધુ બે વખત રિન્યુ કરી શકાય છે.

અધિક મુખ્ય સચિવ મહેસૂલ મનોજ કુમાર સિંહ ટૂંક સમયમાં જમીન જોવા જશે અને પુનર્વસન સંબંધિત માહિતી લેશે. વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા પરિવારોના પુનર્વસન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,091 કેસ નોંધાયા, રિકવરી રેટ 98.25 ટકા

આ પણ વાંચોઃ દેવેન્દ્ર ફડણવીસની પત્ની અને નવાબ મલિકની પુત્રી વચ્ચે ધમસાણ ! અમૃતા ફડણવીસના ‘બિગડે નવાબ’ ટ્વિટનો નિલોફરે આપ્યો જવાબ

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">