જમ્મુ-કાશ્મીરમાં (Jammu and Kashmir) આતંકવાદીઓ દ્વારા પોલીસને નિશાન બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સોમવારે, આતંકવાદીઓએ (Terrorist) ફરી એકવાર બટમાલૂ વિસ્તારમાં એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઈન્સ્પેક્ટરને ગોળી મારી દીધી, જેનાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે આ માહિતી આપી છે. આ પહેલા પણ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં હરિ સિંહ હાઈ સ્ટ્રીટ વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેંક્યો હતો, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક પોલીસકર્મી અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. આતંકવાદીઓએ સુરક્ષાકર્મીઓના એક જૂથ પર ગ્રેનેડ ફેંક્યો હતો, પરંતુ ગ્રેનેડ રોડ કિનારે વિસ્ફોટ થયો હતો. ઘાયલોમાં મોહમ્મદ શફી, તેની પત્ની તનવીરા, અન્ય મહિલા અને પોલીસ ઈન્સ્પેક્ટર તનવીર હુસૈનનો સમાવેશ થાય છે.
श्रीनगर के बटमालू इलाके में आतंकवादियों ने भ्रष्टाचार निरोधक ब्यूरो के एक पुलिस निरीक्षक को गोली मारी है, गोली लगने से पुलिस निरीक्षक घायल हो गए हैं: पुलिस द्वारा दी गई जानकारी
આતંકવાદીઓ ઘાટીમાં સુરક્ષાકર્મીઓને નિશાન બનાવી રહ્યા છે. ડિસેમ્બર 2021માં પણ, આતંકવાદીઓએ શ્રીનગરની બહાર જેવાનમાં પોલીસ બસ પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં 14 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જેમાંથી બે જવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, હુમલો જેવાન વિસ્તારના પંથા ચોકમાં થયો હતો. હુમલા બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને તમામ ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે જ દિવસે વહેલી સવારે શ્રીનગરના રુગરત વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
CRPF જવાનો પર ફાયરિંગ
બીજી બાજુ, ડિસેમ્બર 2021 માં જ, આતંકવાદીઓએ શ્રીનગર જિલ્લાના સૌરામાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ અધિક્ષક, હઝરતબલ, સીઆરપીએફ ટીમ સાથે, સોરામાં એક ચેક-પોઇન્ટ પર તપાસ કરી રહ્યા હતા, ત્યારે એક આતંકવાદીએ તેમના પર ગોળીબાર કર્યો. આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી. ઘટના બાદ સુરક્ષાદળોની ટીમે આતંકવાદીઓના આ હુમલાનો તરત જ જવાબી કાર્યવાહી કરી હતી. જેમાં એક આતંકી ઘાયલ થયો હતો, પરંતુ તે ફરાર થવામાં સફળ રહ્યો હતો.