Delhi Riots: દિલ્હી હાઈકોર્ટે રમખાણ કેસમાં સોનિયા-રાહુલ-પ્રિયંકા ગાંધી અને અનુરાગ ઠાકુરને મોકલી નોટિસ, પૂછ્યું- કેસ કેમ નોંધવામાં ન આવે
તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં રમખાણો થયા હતા. આ રમખાણોમાં 26 ફેબ્રુઆરી સુધી લગભગ 53 લોકોના મોત થયા હતા.

દિલ્હી રમખાણો (Delhi Riots) મામલે હાઈકોર્ટે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) અનેક મોટી રાજકીય હસ્તીઓને નોટિસ પાઠવી છે. નોટિસ મોકલીને કોર્ટે તેમને રમખાણ કેસમાં પક્ષકાર તરીકે કેસ ચલાવવા અંગે પ્રશ્ન પૂછ્યો છે. દિલ્હી હાઈકોર્ટે રમખાણ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી છે. આ સાથે ભાજપના ઘણા મોટા નેતાઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, બીજેપી સાંસદ પરવેઝ વર્મા અને કપિલ મિશ્રાના નામ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિલ્હી હાઈકોર્ટે નોટિસ પર જવાબ દાખલ કરવા માટે 4 માર્ચ સુધીનો સમય આપ્યો છે. એક અરજીની સુનાવણી બાદ કોર્ટે આ નોટિસ આપી છે.
વાસ્તવમાં રમખાણોના મામલામાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે રમખાણોને ઉશ્કેરવા બદલ કેટલાક રાજકારણીઓ અને અન્યો સામે એફઆઈઆર નોંધવાની માગ કરી હતી. છેલ્લી સુનાવણીમાં દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું હતું કે શું આ એ જ લોકો છે જેમની વિરુદ્ધ આરોપો લગાવવામાં આવ્યા છે. કોર્ટે પૂછ્યું હતું કે આ લોકો કેસમાં પક્ષકાર છે.
23 ફેબ્રુઆરી 2020ના રોજ રમખાણો ફાટી નીકળ્યા હતા
દિલ્હી હાઈકોર્ટે પૂછ્યું હતું કે શું તેમની વાત સાંભળ્યા વિના ધરપકડ માટેની અરજી પર આગળ કાર્યવાહી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે 23 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં રમખાણો થયા હતા. આ રમખાણોમાં 26 ફેબ્રુઆરી સુધી લગભગ 53 લોકોના મોત થયા હતા. ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણોમાં લગભગ 581 લોકો ઘાયલ થયા હતા. રમખાણોના કેસમાં પોલીસે 755 FIR નોંધી હતી. નોંધાયેલા કેટલાક કેસોની સુનાવણી દિલ્હી હાઈકોર્ટમાં ચાલી રહી છે.
કોંગ્રેસના મોટા નેતાઓ પાસેથી માંગ્યા જવાબ
કેટલાક આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. એક અરજી પર સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કેટલાક મોટા રાજનેતાઓને નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. કોર્ટે દરેકને પૂછ્યું છે કે આ કેસમાં પક્ષકાર તરીકે તેમની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. 4 માર્ચ સુધીમાં દરેકે પોતાનો જવાબ કોર્ટમાં દાખલ કરવાનો રહેશે.
આ પણ વાંચો : Maharashtra: સુપ્રીમ કોર્ટે OBC અનામતની સુનાવણી તારીખ લંબાવી, જાણો શું છે મામલો
આ પણ વાંચો : યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને લઈને મહારાષ્ટ્ર ચિંતિત, NCP વડા શરદ પવારે વિદેશ મંત્રી જયશંકર સાથે કરી ચર્ચા