જમ્મુ કાશ્મીરમાં 10 લાખનું ઈનામ ધરાવતો હિઝબુલનો આતંકવાદી દિલ્લીમાંથી ઝડપાયો

|

Jan 04, 2024 | 9:52 PM

જમ્મુ-કાશ્મીરના હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટૂની ગુરુવારે દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી હતી. જાવેદ અહેમદ મટ્ટુ સોપોરનો રહેવાસી છે. તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. મટ્ટુની દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ધરપકડ કરી છે.

જમ્મુ કાશ્મીરમાં 10 લાખનું ઈનામ ધરાવતો હિઝબુલનો આતંકવાદી દિલ્લીમાંથી ઝડપાયો

Follow us on

જમ્મુ-કાશ્મીરમાં 10 લાખ રૂપિયાનું ઈનામ ધરાવનાર હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી જાવેદ અહેમદ મટ્ટૂની ગુરુવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી છે. જાવેદ અહેમદ મટ્ટુ સોપોરનો રહેવાસી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સ્પેશિયલ પોલીસ કમિશનરે મટ્ટૂની ધરપકડ કરી છે. મટ્ટુ પર જમ્મુ-કાશ્મીરમાં ઘણી આતંકી ગતિવિધિઓને અંજામ આપવાનો આરોપ છે. તે હિઝબુલનો કમાન્ડર છે.

જમ્મુ-કાશ્મીરના ટોપ 10 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ માટેની સુરક્ષા એજન્સીઓની યાદીમાં જાવેદ અહેમદ મટ્ટૂ સામેલ છે. તેના માથા પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. એનઆઈએની ટીમ પણ તેને શોધવામાં વ્યસ્ત હતી. તે અનેક પોલીસની હત્યા અને આતંકી કેસોમાં સંડોવાયેલો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે તે ઘણી વખત પાકિસ્તાન અને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ગયો હતો. તેણે જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકી ગતિવિધિઓને અંજામ આપ્યા બાદ ભૂગર્ભ હતો.

આતંકીના ભાઈએ તિરંગો ફરકાવ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જાવેદ અહેમદ મટ્ટૂના ભાઈએ સોપોરમાં તેમના ઘરે ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો. ત્રિરંગો લહેરાવવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તેઓ કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનનો હિસ્સો બન્યો હતો. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરના સોપોરને હિઝબુલ અને લશ્કર-એ-તૈયબાનો ગઢ માનવામાં આવે છે. આ જ વિસ્તારમાં જાવેદ મટ્ટુના ભાઈ રઈસ મટ્ટુએ બાલ્કનીમાં ઉભા રહીને ત્રિરંગા લહેરાવ્યો હતો. તે લગભગ પાંચ મિનિટ સુધી ત્રિરંગો લહેરાવતો રહ્યો. જે બાદ તેમણે છત પર એક જગ્યાએ ત્રિરંગો ફરકાવ્યો હતો. જમાત-એ-ઈસ્લામી પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારમાંથી રઈસ મટ્ટૂ જાવેદ અહેમદ મટ્ટુ સાથે સંબંધ ધરાવતા હતા.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ગણતંત્ર દિવસ પહેલા મટ્ટુની ધરપકડ મહત્વની

ગણતંત્ર દિવસ પહેલા હિઝબુલ આતંકવાદી જાવેદ મટ્ટૂની ધરપકડ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પોલીસ અને તપાસ એજન્સીઓ લાંબા સમયથી તેની શોધી રહી હતી. તેની ધરપકડ બાદ દિલ્હી પોલીસને પ્રજાસત્તાક દિવસ પહેલા મોટી સફળતા મળી છે. હવે દિલ્હી પોલીસે વોન્ટેડ આતંકીની પૂછપરછ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે પૂછપરછમાંથી મહત્વની માહિતી મળી શકે છે.

તાજેતરમાં જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરની સ્થિતિને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા પછીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને તપાસ એજન્સીઓ અને પોલીસ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહ ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવાના છે.

Next Article