નજરમાં આવવાથી બચવા માટે THREEMA એપનો ઉપયોગ કરે છે આતંકી

ભારત અને વિદેશમાં આતંકવાદીઓ (TERRORITS) ડિજિટલ(DIGITAL) પગલાંને છોડ્યા વિના વિશ્વભરના લોકો સાથે વાતચીત કરવા માટે એક અત્યંત સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે.

નજરમાં આવવાથી બચવા માટે THREEMA એપનો ઉપયોગ કરે છે આતંકી
THREEMA App

પ્રાઈવર્સીની ચિંતા અંગેની ચર્ચા વચ્ચે ઘણા લોકો વોટ્સએપથી Telegram કે Signal તરફ વળી રહ્યા છે, પરંતુ ભારત અને વિદેશમાં આતંકવાદીઓ (TERRORITS) ડિજિટલ(DIGITAL) પગલાંને છોડ્યા વિના વિશ્વભરના લોકો સાથે વાતચીત કરવા માટે એક અત્યંત સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ ઇસ્લામિક સ્ટેટઇરાક એન્ડ સીરિયા ખોરાસન પ્રાંત (ISIS-KP) કેસમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ધરપકડ કરાયેલા આરોપી જહાંજીબ સામી વાની અને તેની પત્ની હિના બશીર બેગ અને બેંગ્લુરુના ડૉક્ટર અબ્દુલ રહેમાન ઉર્ફે ‘ડો.બ્રેવ’ ખૂબ સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ THREEMA ઉપયોગ કરી રહ્યો હતો.

વાની અને બેગની માર્ચ 2020 માં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રહેમાનની (RAHEMAN) ઓગસ્ટમાં (AUGEST) ધરપકડ કરવામાં આવી હતી. 12 જાન્યુઆરીના (12 JANUARY) રોજ એક નિવેદનમાં એનઆઈએના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ રહેમાન ભારત અને વિદેશમાં આઇએસઆઈએસના આતંકવાદીઓ સાથે થ્રિમા એપ દ્વારા સંપર્કમાં હતો. સામી પણ તેના ઉપયોગમાં સામેલ હતો. મંગળવારે આ ખુલાસો ત્યારે થયો જ્યારે આતંકવાદ વિરોધી તપાસ એજન્સીએ રહેમાન વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી હતી. જે ડિસેમ્બર 2013 માં સીરિયાથી પરત ફર્યો હતો અને પ્રતિબંધિત આતંકવાદી જૂથ માટે લેસર-ગાઇડ મિસાઇલ સિસ્ટમ વિકસાવવા માટે તેના તબીબી જ્ઞાનનો દૂરપયોગ કરતો હતો.

તપાસ સાથે સંકળાયેલા એનઆઈએ અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે રહેમાન લેઝર ગાઈડેડ સિસ્ટમનો પર એક પ્રોજેક્ટ વિકસાવવા માટે લેઝર જ્ઞાનનો ઉપયોગ કરી રહ્યો હતો, જેના દ્વારા લેસર ટેકનિકથી આઇએસઆઇએસને ફાયદો થઈ શકે અનગાઈડેડ મિસાઇલના માર્ગને બદલી શકાય છે. દિલ્હી પોલીસના વિશેષ સેલ દ્વારા માર્ચ 2020 માં જામિયા નગર વિસ્તારના ઓખલા વિહારમાંથી વાની અને તેની પત્નીની ધરપકડ બાદ એનઆઈએ આઈએસકેપી(ISKP) કેસ નોંધવામાં આવ્યો છે. 20 માર્ચ 2020 ના રોજ એનઆઈએએ તપાસ હાથ ધરી હતી.

આ પહેલીવાર નથી જ્યારે એનઆઈએ દ્વારા આઇએસ આતંકવાદીઓની સાથે-સાથે હિઝબુલ મુજાહિદ્દીન, લશ્કર-એ-તૈયબા અને અલકાયદાના આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મના સંદર્ભમાં તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ, એનઆઈએએ ફેબ્રુઆરી 2019 ના પુલવામા આતંકી હુમલાના કેસમાં સીઆરપીએફના (CRPF) 40 જવાન શહીદ થયા તેની તપાસના સંદર્ભમાં આતંકવાદીઓના સંદેશાઓને તોડવા માટે એફબીઆઈની મદદ માંગી હતી. એનઆઈએ અને ગુપ્તચર એજન્સીઓએ અગાઉ તપાસમાં શોધયુ હતું કે જૈશ-એ-મોહમ્મદ આતંકવાદીઓ પીઅર-ટુ-સોફ્ટવેર સેવાઓ, YSMS અથવા સમાન મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ ભારત અને વિદેશમાં તેમના સહયોગીઓ સાથે વાતચીત કરવા માટે કરી રહ્યા છે.

તપાસ સાથે સંકળાયેલા એનઆઈએના સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘આતંકવાદીઓ થ્રીમા એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છે તેમજ તેના ડેસ્કટોપનો પણ ઉપયોગ કરી રહ્યા છે કારણ કે તેમાં ન્યૂનતમ ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડી દેવામાં આવે છે જેનાથી પાછળનો પત્તો શોધવાનું લગભગ અશક્ય છે. થ્રીમાથી થયેલો મેસેજ શોધવો કે કોલ શોધવો મુશ્કેલ છે. ”એનઆઈએ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, થ્રીમા એક સુરક્ષિત મેસેજિંગ પ્લેટફોર્મ છે, જેને સ્વીઝરલેન્ડમાં વિકસાવવામાં આવી છે.

થ્રીમા પર યુઝરને એકાઉન્ટ બનાવવા માટે કોઈ ઇમેઇલ એડ્રેસ અથવા ફોન નંબરની જરૂર નથી, આમ યુઝર ખૂબ જ ઉચ્ચ સ્તરના અનામી સાથે તેની સેવાનો ઉપયોગ કરવાની તક આપે છે.

 

આ પણ વાંચો: IMF એ કૃષિ કાયદાને ટેકો આપ્યો, બિલને કૃષિ સુધારણા તરફ મહત્વનું પગલું ગણાવ્યું

Click on your DTH Provider to Add TV9 Gujarati