National Games 2022 : ગુજરાતીઓ તમામ ક્ષેત્રમાં આગળ છે. ખાવાથી લઈને રમતો સુધી ગુજરાતીઓ અદ્દભુત પ્રતિભા ધરાવે છે. ગુજરાતમાં હાલમાં નેશનલ ગેમ્સ રમાઈ રહી છે. ભારતીય ખેલાડીઓ આ ગેમ્સમાં સતત પોતાનું કૌશલ્ય બતાવી રહ્યા છે. આ ગેમ્સમાં રાષ્ટ્રીય સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, પરંતુ હાલના દિવસોમાં એક નાનો ખેલાડી ચર્ચામાં છે. 36મી નેશનલ ગેમ્સમાં જ્યારે 10 વર્ષના એક છોકરાએ પોતાની કરતબ બતાવવાનું શરૂ કર્યું તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેનું નામ છે શૌર્યજીત (Shauryajit).
ગુજરાતના આ ટેલેન્ટેડ ખેલાડી શૌર્યજીતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. તેને જોઈને લોકો કહી રહ્યા છે – છોટા પેકેટ, બડા ધમાકા. શૌર્યજીત ગુજરાતનો રહેવાસી છે. તેણે જે રમત પસંદ કરી છે તે સરળ નથી આ રમત છે મલખબની. આ રમતમાં શરીરની લચીલાપણું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને શૌર્યજીતે તેના શરીર સાથે જે પ્રકારનું પરાક્રમ બતાવ્યું જેને હાજર લોકો જોતા જ રહી ગયા હતા.
Chhota Packet Bada Dhamaka🤯
10 year old Shauryajit from #Gujarat is the youngest #Mallakhamb player in the #NationalGames2022 👌🤩#36thNationalGames is a powerhouse of talent . Just look at him Go!!! 🤩 Keep up the momentum Champ👍 pic.twitter.com/2y6BpACcnv
— SAI Media (@Media_SAI) October 7, 2022
શૌર્યજીતે પોતાનું પરાક્રમ બતાવવાનું શરૂ કર્યું કે તરત જ બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. જે ચપળતાથી તે પોતાનું કામ કરી રહ્યો હતો તેણે બધાને પ્રભાવિત કર્યા. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વીડિયો અપલોડ કર્યો છે. તેની રમત શરૂ કરતાની સાથે જ આખા સ્ટેડિયમમાં તેને ઉત્સાહિત કરનારાઓના અવાજો જોરથી આવવા લાગ્યા હતા.
What a star Shauryajit is. https://t.co/8WoNldijfI
— Narendra Modi (@narendramodi) October 8, 2022
શૌર્યજીતના વીડિયોએ વડાપ્રધાન મોદીનું પણ દિલ જીતી લીધુ હતુ. તેમણે શોર્યજીતનો વીડિયો શેયર કરીને ટ્વિટ પર લખ્યુ છે કે, શું સ્ટાર છે શૌર્યજીત. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ એક એવી રમત છે જેમાં ખેલાડી લાકડાના થાંભલા પર પોતાનું કરતબ બતાવે છે. તે આ સ્તંભ પર યોગ, જિમ્નેસ્ટિક્સ અને કુસ્તી પોઝ કરે છે.તેનું નામ બે શબ્દોને જોડવાથી બને છે. પહેલો શબ્દ મલ્લ એટલે કુસ્તીનો ખેલાડી, બીજો ખાંભ એટલે સ્તંભ. 2013માં, મધ્યપ્રદેશે મલખમને રાજ્યની રમત તરીકે જાહેર કરી.