National Games Gujarat : આજે નેશનલ ગેમ્સમાં મલખમ અને ગોલ્ફની ઈવેન્ટમાં ખેલાડીઓનો દબદબો જોવા મળશે, જુઓ શેડ્યુલ
National Games Gujarat 36મી નેશનલ ગેમ્સ-2022માં ગુજરાતના ઘર આંગણે રમાઈ રહી છે ત્યારે ગુજરાતના પ્રતિભાવંત ખેલાડીઓએ પણ અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ્સ જીતીને ગુજરાતની શાન વધારી છે. આ ગેમ 12 ઓક્ટોબર સુધી રમાનાર છે ત્યારે વિવિધ રમતોમાં હજુ અનેક મેડલ દાવ પર છે.
National Games Gujarat : આપણે આજે વિવિધ શહેરમાં રમાનાર રમત વિશે વાત કરીએ તો સુરતના ડુમસ બીચ ખાતે 6 ઓક્ટોબરથી બીચ વોલીબોલની રમતનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે આજે પણ સવારે 7 30 કલાકથી બીચ વોલીબોલ (Beach volleyball)નો પ્રારંભ સુરતના ડુમસ બીચ ખાતે આજે બપોરના 3 40 કલાક સુધી રમાશે. ગાંધીનગરના આઈઆઈટી ખાતે સોફ્ટ બોલની રમત બપોરના 2 કલાકથી શરુ થઈ બપોરના 5 30 કલાક સુધી રમાશે. (National Games)મહાત્મા મંદિર ખાતે બપોરના 3 કલાકથી બોક્સિંગની મહિલાઓની રમત શરુ થશે. શૂટિંગ એકેડમી ગાંધીનગર ખાતે શૂટિંગની 2 ઈવેન્ટમાં મેડલ દાવ પર છે. જુ઼ડોમાં પણ આજે મહિલાઓની 63 કિલો અને 78 કિલો વજન વર્ગમાં મેડલ મેચ રમાશે.
આજથી મલખમની ઈવેન્ટ શરુ
સ્વીમિંગ કોમ્પલેક્ષ રાજકોટ ખાતે વોટરપોલોની ઈવેન્ટ સવારના 11 કલાકથી શરુ થશે. ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ આરએમસી રાજકોટ ખાતે સવારે 7 કલાકથી હોકીની ઈવેન્ટ રમાઈ રહી છે. સ્વીમિંગની મેડલ મેચ પણ આજે સ્વીમિંગ કોમ્પલેક્ષ ખાતે રમાશે જેમાં અનેક મેડલ આજે દાવ પર છે.અમદાવાદ શહેરના ગોલ્ફ કન્ટ્રી ક્લબ ખાતે ગોલ્ફની ઈવેન્ટ રમાશે. સાબરમતી રિવરફ્રન્ટ પર સોફ્ટ ટેનિસની મહિલા અને પુરુષ ઈવેન્ટ રમાશે. આજથી મલખમની મહિલ અને પુરુષ બંન્નેની ટક્કર જોવા મળશે. જે સંસ્કાર ધામ અમદાવાદ ખાતે રમાઈ રહી છે આજે ફુટબોલની ટક્કર પણ જોવા મળશે. ગુરુવારના રોજ થી શરુ થયેલી યોગાસનની ઈવેન્ટમાં આજે પુરુષની ફાઈનલ ટક્કર રમાશે. આજે ગાંધીનગર ખાતે શૂટિંગમાં મેડલ આવી શકે છે.
Have a look at the #NationalGames2022 schedule for tomorrow, 7th October 🤩
All the best to everyone who will be in action at the #36thNationalGames
1/3 pic.twitter.com/KiVxpKbM7u
— SAI Media (@Media_SAI) October 6, 2022
34 રમતો ઈન્ડોર અને આઉટડોર સ્ટેડિયમમાં રમાશે
નેશનલ ગેમ્સ 2022નું આયોજન સૌપ્રથમ વખત ગુજરાતમાં થયું છે. અને ગુજરાતના 6 શહેરો અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, સુરત અને વડોદરામાં 34થી વધુ રમતો રમાઈ રહી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી કુલ 7,000 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ નેશનલ ગેમ્સમાં એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લોન ટેનિસ, ટેબલ ટેનિસ, જૂડો, ખો-ખો, કુશ્તી અને મલખમ જેવી 34 રમતો ઈન્ડોર અને આઉટડોર સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
ગુજરાતમાં મેડલ ટેબલની વાત કરીએ તો ગુજરાતના ખાતામાં 8 ગોલ્ડ મેડલ અને 7 સિલ્વર મેડલ તેમજ 12 બ્રોન્ઝ મેડલ છે આ સાથે ગુજરાતના બેગમાં કુલ 27 મેડલ જમા થયા છે.