તમિલનાડુ: બસપા નેતા કે આર્મસ્ટ્રોંગની હત્યાના આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં કર્યો ઠાર
30 વર્ષીય BSP નેતા કે. આર્મસ્ટ્રોંગની નિર્દયતાથી હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા 11 લોકોમાં એક આરોપી તિરુવેંગડમનો સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા કોર્ટે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તિરુવેંગડમ કુખ્યાત અપરાધી હતો.
બહુજન સમાજ પાર્ટી તમિલનાડુ એકમના વડા કે. આર્મસ્ટ્રોંગની હત્યાનો મુખ્ય આરોપી ચેન્નાઈમાં માધવરમ પાસે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ કે. થિરુવેંગડમ હતુ. જે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ દરમિયાન તેણે પોલીસકર્મીઓ પર પણ હુમલો કર્યો, ત્યારબાદ પોલીસે તેના પર ગોળીબાર કર્યો. પોલીસે જણાવ્યું કે આરોપીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
તામિલનાડુ પોલીસે આરોપી તિરુવેંગડમને તપાસ માટે ઉત્તર ચેન્નાઈના એક સ્થળે લઈ જવાયા હતા. આ દરમિયાન આરોપી તિરુવેંગડમ પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસકર્મી પર હુમલો કર્યો ત્યાર બાદ પોલીસ અધિકારીએ તેના પર ગોળીબાર કર્યો.
VIDEO | BSP leader K Armstrong murder case: One accused killed in an encounter with Police in Tiruvallur, Tamil Nadu.
(Source: Third Party) (Full video available on PTI Videos- https://t.co/dv5TRARJn4) pic.twitter.com/k2038Of21l
— Press Trust of India (@PTI_News) July 14, 2024
એવું કહેવામાં આવી રહ્યું છે કે જે હથિયારોથી બસપા નેતાની હત્યા કરવામાં આવી હતી તેને છુપાવીને રાખવામાં આવ્યા હતા. આરોપીઓના આ હથિયારો શોધવા માટે તિરુવેંગદમને ત્યાં લઈ જવામાં આવી રહ્યો હતો, જેથી હત્યામાં વપરાયેલા હથિયારો મળી શકે અને કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાય.
કે. તિરુવેંગડમ એક કુખ્યાત ગુનેગાર હતો
30 વર્ષીય કે. બસપા નેતા આર્મસ્ટ્રોંગની નિર્દયતાથી હત્યા કરવા બદલ ધરપકડ કરાયેલા 11 લોકોમાં તિરુવેંગડમનો સમાવેશ થાય છે. થોડા દિવસ પહેલા કોર્ટે તમામ ધરપકડ કરાયેલા આરોપીઓને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કહેવામાં આવી રહ્યું છે કે કે. તિરુવેંગડમ એક કુખ્યાત ગુનેગાર હતો.
ચેન્નઈના પેરામ્બુર વિસ્તારમાં કે આર્મસ્ટ્રોંગની કરાઈ હતી હત્યા
બીએસપી નેતા કે આર્મસ્ટ્રોંગની, ગત 5 જુલાઈના રોજ ચેન્નાઈના પેરામ્બુર વિસ્તારમાં તેમના નિવાસસ્થાન નજીક છ અજાણ્યા લોકોએ હત્યા કરી હતી. આ દરમિયાન બાઇક પર સવાર લોકોના એક જૂથે રસ્તા પર આર્મસ્ટ્રોંગ પર ચાકુ વડે હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો. જે બાદ તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબો તેને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.