AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, એક કોચનો કાચ તુટ્યો

DRM અનૂપે કહ્યું કે વિશાખાપટ્ટનમના કાંચરાપલેમની પાસે વંદ ભારત એક્સપ્રેસના એક કોચનો કાચ તુટી ગયો. આજે સાંજે લગભગ 6 વાગ્યે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી કોચિંગ કોમ્પલેક્ષ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી દીધો.

Visakhapatnam: વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, એક કોચનો કાચ તુટ્યો
Vande Bharat ExpressImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2023 | 11:29 PM
Share

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેત્તરમાં પશ્ચિમ બંગાળમાં ટ્રેન પર પથ્થરમારાની ઘણી ઘટનાઓ સામે આવી. હવે આંધ્રપ્રદેશમાં ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ટ્રેનના કોચ પર પથ્થર ફેંકવામાં આવ્યા. આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી 19 જાન્યુઆરીએ કરવાના છે. પથ્થરમારો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ટ્રાયલ રન પુર્ણ થયા બાદ ટ્રેન વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી મરીપાલેમમાં કોચ મેઈનટેનન્સ સેન્ટર પર જઈ રહી હતી. આ ઘટનામાં એક કોચનો કાચ તુટી ગયો છે.

DRM અનૂપે કહ્યું કે વિશાખાપટ્ટનમના કાંચરાપલેમની પાસે વંદ ભારત એક્સપ્રેસના એક કોચનો કાચ તુટી ગયો. આજે સાંજે લગભગ 6 વાગ્યે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી કોચિંગ કોમ્પલેક્ષ તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેન પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી દીધો. આરપીએફે કેસ દાખલ કરી લીધો છે અને ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

9 દિવસમાં 4 વખત ટ્રેન પર પથ્થરમારો

તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ 30 ડિસેમ્બરે વીડિયો કોન્ફરન્સ દ્વારા હાવડા સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં વંદે ભારત પર પથ્થરમારાની ઘણી ઘટના સામે આવી. 9 દિવસમાં 4 વખત ટ્રેન પર પથ્થરમારો થયો. વડાપ્રધાન મોદી 19 જાન્યુઆરીએ તેલંગાણાનો પ્રવાસ કરશે અને હૈદરાબાદ તથા વિશાખાપટ્ટનમની વચ્ચે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન મોદી સિકંદરાબાદ રેલવે સ્ટેશનથી સવારે 10 વાગ્યે દેશની 8મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડશે.

અન્ય વિકાસના કામો માટે વડાપ્રધાન કરશે ભૂમિ પૂજન

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીના કાર્યાલયે આપેલી માહિતી મુજબ ટ્રેનને લીલી ઝંડી દેખાડ્યા બાદ વડાપ્રધાન 699 કરોડ રૂપિયાના ખર્ચના સિકંદરાબાદ રેલવે સ્ટેશનના વિકાસ કામ માટે ભૂમિ પૂજન કરશે. તે સિકંદરાબાદ રેલવે સ્ટેશનના આધુનિકીકરણની આધારશિલા રાખશે. તેમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. સિકંદરાબાદ-મહબૂબનગર રેલ્વે લાઈનના ડબલિંગનું કામ પણ શરૂ કરવામાં આવશે. જેમાં 1,231 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

g clip-path="url(#clip0_868_265)">