વિરેન્દ્ર સેહવાગના રાજકારણમાં પ્રવેશવાના સંકેત ! હરિયાણવી ભાષામાં કર્યો પ્રચાર, જાણો કોંગ્રેસમાં જોડાશે કે ભાજપમાં ? જુઓ વીડિયો
Haryana Election 2024: વીરેન્દ્ર સેહવાગે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર કર્યો. તેમણે તોશામ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ઉમેદવાર માટે, લોકો પાસે મત માંગ્યા હતા. હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. તે પહેલા સેહવાગની વોટ અપીલની કેટલી અસર થશે તે તો આગામી 8 ઓક્ટોબરે જ ખબર પડશે.
હરિયાણાની 90 વિધાનસભા બેઠક માટે, આગામી 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ માટે સમગ્ર હરિયાણા રાજ્યમાં ચૂંટણી પ્રચાર આખરી તબક્કામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. હરિયાણાના ચૂંટણી જંગમાં મામલો ત્યારે વધુ રસપ્રદ બની ગયો, જ્યારે ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ પણ ચૂંટણી મેદાનમાં ઊતરી આવ્યા છે.
વીરુ તોશામથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર અનિરુદ્ધ ચૌધરીના સમર્થનમાં જાહેરમાં આવ્યા અને તેમના માટે ચૂંટણી જાહેર સભામાં વોટ ફણ માંગ્યા. વિરેન્દ્ર સેહવાગે તોશામના લોકોને કોંગ્રેસના ઉમેદવારનું બટન દબાવીને અનિરુદ્ધ ચૌધરીને વિજયી બનાવવા હરિયાણવી ભાષામાં અપીલ કરી હતી.
વિરેન્દ્ર સેહવાગે પોતાના માટે વોટ માંગ્યાની ખુશી અનિરુદ્ધ ચૌધરીના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતી હતી. આ માટે તેણે સેહવાગનો આભાર પણ માન્યો હતો. અનિરુદ્ધ ચૌધરીના ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગ સાથે વર્ષોજૂના સંબંધો છે. જ્યારે પણ બંને મળે છે ત્યારે તેઓ ક્રિકેટ અંગે ઓછી અને અંગત-સામાજીક બાબતોને લઈને વધુ વાતો કરે છે.
સેહવાગે અનિરુદ્ધ ચૌધરી માટે વોટ માંગ્યા
બીજી તરફ વિરેન્દ્ર સેહવાગે અનિરુદ્ધ ચૌધરીને પોતાનો મોટો ભાઈ ગણાવ્યો હતો. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે તેમને પૂરી આશા છે કે અનિરુદ્ધ ચૌધરી જનતાને આપેલા વચનો પૂરા કરશે. વિરેન્દ્ર સેહવાગે તોશામના લોકોને ખાતરી આપી હતી કે જો અનિરુદ્ધ ચૌધરી ચૂંટણી જીતશે તો તેઓ તમને નાખુશ નહીં કરે.
ELECTION BREAKING
Former Cricketer Virender Sehwag bats for Congress: ‘press Congress button on 5th October’.
CONGRESS pic.twitter.com/h3AcVoCi49
— Saibpal Pandit (@PanditSaibpal) October 2, 2024
સેહવાગના અભિયાનની શું અસર થશે, 8 ઓક્ટોબરે ખબર પડશે?
ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરેલા અનિરુદ્ધ ચૌધરીને વિશ્વાસ છે કે, તોશામના લોકો તેમને સ્વીકારશે. ખેર, હવે 8 ઓક્ટોબરે જ ખબર પડશે કે, વિરેન્દ્ર સેહવાગને મેદાનમાં આવવાથી અને તેના માટે પ્રચાર કરવાથી કેટલો ફાયદો થયો છે. બાય ધ વે, જો વિરેન્દ્ર સેહવાગના શબ્દો તોશામના લોકો પર એ જ અજાયબીઓ કરતા જોવામાં આવે, જે તેનું બેટ ક્રિકેટના મેદાન પર કરતા જોવા મળે છે, તો નિશ્ચિત છે કે અનિરુદ્ધ ચૌધરીને તેનો ફાયદો મળે છે.
વિરેન્દ્ર સેહવાગના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 374 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેણે 38 સદીની મદદથી 17 હજારથી વધુ રન બનાવ્યા છે. ભારતીય ક્રિકેટમાં સેહવાગની ભૂમિકા ઓપનરની હતી, પરંતુ શું તેની વોટ અપીલ અનિરુદ્ધ ચૌધરીને ચંદીગઢ જવાનો રસ્તો ખોલશે, તે જોવું રસપ્રદ રહેશે?