Delhi : કાર અકસ્માતમાં સ્કૂટી સાથે 13 કિમી સુધી ઘસડાઈ છોકરી, મૃત હાલતમાં મળી છોકરીની લાશ

|

Jan 01, 2023 | 10:52 PM

કાર સાથેના અકસ્માત બાદ છોકરી સ્કૂટી સાથે દિલ્હીના રસ્તાઓ પર 13 કિમી સુધી ઘસડાઈ હતી. અંતે આ છોકરીનું કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. તેની લાશ નગ્ન હાલતમાં મળી હતી.

Delhi : કાર અકસ્માતમાં સ્કૂટી સાથે 13 કિમી સુધી ઘસડાઈ છોકરી, મૃત હાલતમાં મળી છોકરીની લાશ
Delhi hit and run case
Image Credit source: Twitter

Follow us on

દેશની રાજધાની દિલ્હીથી ચોંકાવનારા સમાચા સામે આવી રહ્યા છે. નવા વર્ષની ઊજવણી કરવાના દિલ્હીના રસ્તાઓ પર રુંવાટા ઊભા કરી દેતા દ્રશ્યો સર્જાયા હતા. નવા વર્ષની ઊજવણી દરમિયાન કારમાં સવાર 5 છોકરાઓએ 1 છોકરીને પોતાની કારથી છુંદી નાંખી હતી. કાર સાથેના અકસ્માત બાદ છોકરી સ્કૂટી સાથે દિલ્હીના રસ્તાઓ પર 13 કિમી સુધી ઘસડાઈ હતી. અંતે આ છોકરીનું કમકમાટી ભર્યુ મોત થયુ હતુ. તેની લાશ નગ્ન હાલતમાં મળી હતી. આ ઘટના શનિવારની મધરાત્રે બની હતી અને પોલીસની તપાસ બાદ 5 આરોપી છોકારાને ધરપકડ કરીને કાર કબ્જે લેવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના અંગેની જાણ પોલીસને રાત્રે 3 વાગીને 24 મિનિટે થઈ હતી. ફોન કરનારે અકસ્માત કરનારા કારનો રંગ ગ્રે બતાવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતક છોકરીની ઉંમર 23 વર્ષ છે. તે સ્કૂટી લઈને પોતાના ઘરે પાછી જઈ રહી હતી. અકસ્માત કરનાર ગ્રે કાર બલેનો કાર હતી, જેમાં પાંચ છોકરા સવાર હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, પાંચેય છોકરાઓ નશાની હાલતમાં હતા.

19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?
જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજે ગળે ઉતરે એવી વાત કહી

 

તે પાંચ છોકરાઓ જે કારમાં સવાર હતા તે કારની સ્કૂટી સાથે ટક્કર થઈ હતી, કારે સ્કૂટી સાથે તે છોકરીને 13 કિમી સુધી એટલે કે સુલ્તાનપુર પૂરીથી કંઝાવલા વિસ્તાર સુધી ઘસડી હતી. જેના કારણે તે છોકરીના શરીરના લગભગ બધા કપડા ફાટી જતા તેને ઘણી ઈજા થઈ હતી. તે છોકરીનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ અને તેની લાશ નગ્ન હાલતમાં મળી હતી.

 

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતી માલીવાલએ એક વીડિયો પોસ્ટ કરીને પોલીસ પાસે ન્યાય માંગ્યો છે. તેણે પોલીસને સવાલ કર્યો હતો કે અકસ્માત સમયે રસ્તા પર કોઈ ચેક પોસ્ટ કેમ ન હતુ. છોકરાઓ સ્કૂટીને ટક્કર મારીને આટલી દૂર સુધી કઈ રીતે લઈ આવ્યા. હું દિલ્હી પોલીસને સમન આપુ છે. તેઓ મારી સામે સત્ય ઘટના જણાવે.

MUSIC LOUDને કારણે થયો આ ભયંકર અકસ્માત

દિલ્હી પોલીસના ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યુ છે કે, પકડાયેલા આરોપી દ્વારા મળેલી જાણકારી મુજબ આ અકસ્માત સમયે છોકરાઓ કારમાં લાઉડ મ્યૂઝિક સાંભળી રહ્યા હતા. લાઉડ મ્યૂઝિકને કારણે તેમને આ અકસ્માતની જાણ થઈ ન હતી અને માસૂમ છોકરીનું મોત થયુ હતુ. છોકરીની સ્કૂટી તૂટેલી હાલતમાં મળી છે. આરોપીઓની હાલ પૂછપરછ થઈ રહી છે. ડીસીપીએ જણાવ્યુ છે કે, છોકરી સાથે રેપ થવાના સમાચાર ખોટા છે. આવી ખોટી અફવા ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Published On - 10:22 pm, Sun, 1 January 23

Next Article