નવા વર્ષની ઉજવણી વચ્ચે દિલ્હીમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ, એપી સેન્ટર હરિયાણામાં
હરિયાણાના ઝજ્જરમાં ભૂકંપ નોંધાયો હતો. દિલ્હી અને હરિયાણાની આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. મધ્યરાત્રીના 1.19 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.
રવિવારે નવા વર્ષની શરૂઆતની ગણતરીના કલાકમાં જ, મધ્યરાત્રીએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, હરિયાણાના ઝજ્જરમાં 3.8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જે દિલ્હી અને હરિયાણાની આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા રાત્રીના 1.19 કલાકે અનુભવાયા હતા. જો કે હરિયાણામાં એપી સેન્ટર ધરાવતા ભૂકંપથી હજુ સુધી નુકસાન કે જાનહાનિ બાબતે કોઈ માહિતી સામે આવી નથી.
સમાચાર એજન્સીએ જણાવ્યાનુંસાર, “રાષ્ટ્રીય રાજધાની અને આસપાસના વિસ્તારોમાં રાત્રીના લગભગ 1.19 વાગ્યે 3.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા.” ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું. આ ભૂકંપની ઊંડાઈ જમીનથી 5 કિમી નીચે હતી.
#UPDATE | An earthquake of Magnitude 3.8 jolted the national capital and surrounding areas at around 1.19 am. The epicentre of the earthquake was in Haryana’s Jhajjar & its depth was 5 km below the ground: National Center for Seismology pic.twitter.com/rf0jfi7rrs
— ANI (@ANI) December 31, 2022
નવેમ્બરમાં દિલ્હીમાં ત્રણ ભૂકંપના આંચકા
નવેમ્બર 2022ના છેલ્લા મહિનામાં પણ રાજધાની દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 29 નવેમ્બરે અહીં 2.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા. તેનું કેન્દ્ર નવી દિલ્હીના પશ્ચિમ વિસ્તારમાં જણાવવામાં આવ્યું હતું, જેની ઊંડાઈ પાંચ કિલોમીટર હતી. બીજી તરફ 12 નવેમ્બરે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જ્યારે બિજનૌર સહિત દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેપાળમાં પણ આવ્યો હતો ભૂકંપ
એટલું જ નહીં, 9મી નવેમ્બરે રાજધાની દિલ્હીમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. તેનું કેન્દ્ર નેપાળમાં હતું, પરંતુ ભારતમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત સાત રાજ્યોમાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેપાળમાં આવેલા આ ભૂકંપના કારણે ઘણા ઘરો ધરાશાયી થયા હતા અને 6 લોકોના મોત પણ થયા હતા.