AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interim Budget 2024 : બજેટમાં મહિલાઓ માટે જાહેર કરી યોજના, 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી સરકાર

આજે બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. જેનાથી મહિલાઓને લાભ સાબિત થશે. છેલ્લા 10 વર્ષમાં મહિલાઓએ ઘણી પ્રગતિ કરી છે. તેમજ PM આવાસ યોજનાના 70 ટકા ઘર મહિલાઓને મળ્યા છે.

Interim Budget 2024 : બજેટમાં મહિલાઓ માટે જાહેર કરી યોજના, 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી સરકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2024 | 12:11 PM
Share

નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. ટ્રિપલ તલાકને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો છે. 9 થી 14 વર્ષની સંસદમાં મહિલાઓને અનામત આપવા માટે કાયદો લાવવામાં આવ્યો છે. મોદી સરકારનું વચગાળાનું બજેટ રજુ કરી રહ્યા છે. નાણાંપ્રધાને કહ્યું કે સરકાર શાસન, વિકાસ અને કામગીરી પર ધ્યાન આપી રહી છે. મોદી સરકાર સિટીઝન ફર્સ્ટ પર ધ્યાન આપી રહી છે. મહિલાઓને એક તૃતીયાંશ અનામત આપવામાં આવી છે. દેશની અર્થવ્યવસ્થા સારી રીતે ચાલી રહી છે. દેશના લોકો સારી કમાણી કરી રહ્યા છે. યોજનાઓ સમયસર લાગુ કરવામાં આવી રહી છે.

તેમણે બજેટ ભાષણની શરુઆતમાં જણાવ્યુ કે, સરકાર સૌનો સાથ સૌના વિકાસ પર કામ કરી રહી છે.ઘર, પાણી, વીજળી પહોંચાડવામાં આવી રહી છે. દેશમાં દરેક વર્ગનો વિકાસ થઇ રહ્યો છે. લોકોને સશક્ત બનાવવા માટે કામ થઇ રહ્યુ છે.ગ્રામીણ વિકાસ માટે ઝડપથી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે.ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોની આવક વધી છે.

2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે.  2 કરોડથી વધારીને 3 કરોડ લખપતિ દીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. સ્વનિર્ભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.

મોદી સરકારે 70 ટકા મહિલાઓને ઘર આપવાનું કામ કર્યું

નાણામંત્રી સીતારમણે કહ્યું કે મોદી સરકારે 70 ટકા મહિલાઓને ઘર આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમારું ધ્યાન તમામ ગરીબોને શક્ય તેટલી વહેલી તકે પોતાનું ઘર આપવાનું છે.

g clip-path="url(#clip0_868_265)">