55 દિવસથી નાસતો ફરતો સંદેશખાલીનો મોસ્ટ વોન્ટેડ આરોપી શાહજહાં શેખ રાતના 3 વાગે ઝડપાયો
ટીએમસીના નેતા શાહજહાં શેખની મીનાખામાં અજ્ઞાત સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. શાહજહાં શેખ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ અને જમીન પચાવી પાડવાના કેસમાં મુખ્ય આરોપી છે. તે 55 દિવસથી ફરાર હતો.
![55 દિવસથી નાસતો ફરતો સંદેશખાલીનો મોસ્ટ વોન્ટેડ આરોપી શાહજહાં શેખ રાતના 3 વાગે ઝડપાયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/Sandeshkhali-prime-accused-TMC-leader-Shah-Jahan-Sheikh-arrested.jpeg?w=1280)
તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી છે. ટીએમસી નેતાની રાત્રે 3 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળ પોલીસે તેની ધરપકડ કરી છે. પોલીસ શાહજહાં શેખને લગભગ 55 દિવસથી શોધી રહી હતી. શાહજહાં શેખની મીનાખામાં અજ્ઞાત સ્થળેથી ધરપકડ કરવામાં આવી છે. શાહજહાં શેખ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર યૌન શોષણ અને જમીન પચાવી પાડવાના કેસમાં મુખ્ય આરોપી છે.
કોલકાતા હાઈકોર્ટે બુધવારે નિર્દેશ આપ્યો કે પશ્ચિમ બંગાળ પોલીસ ઉપરાંત સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) પણ શાહજહાં શેખની ધરપકડ કરી શકે છે. શાહજહાં શેખ લાંબા સમયથી ફરાર હતો, ત્યારબાદ હાઈકોર્ટે નિર્દેશ આપ્યો કે CBI અને ED પણ તેની ધરપકડ કરવા માટે સ્વતંત્ર છે.
ગત 5 જાન્યુઆરીએ, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી ખાતે લગભગ એક હજાર લોકોના ટોળાએ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના અધિકારીઓ પર હુમલો કર્યો જ્યારે તેઓ રાજ્યમાં કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંબંધમાં શાહજહાં શેખને ત્યાં દરોડો પાડવા જઈ રહ્યા હતા. તે સમયે ટોળાએ અધિકારીઓને ઘેરીને હુમલો કર્યો હતો.
ત્રણ હત્યાના આરોપી, પરંતુ ચાર્જશીટમાં નામ નહીં
શાહજહાં શેખ પર ત્રણ હત્યાનો આરોપ છે. એફઆઈઆરમાં નામ છે પરંતુ કોઈ ચાર્જશીટમાં તેનો આરોપી તરીકે કોઈ ઉલ્લેખ નથી. દેવદાસ મંડળનું 8 જૂન 2019ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. તેની પત્નીએ બીજા દિવસે અપહરણ માટે FIR નોંધાવી. બાદમાં એક મૃતદેહ અનેક ટુકડાઓમાં મળી આવ્યો હતો. ડીએનએ પ્રોફાઇલિંગથી એવુ સાબિત થયું હતું કે, લાશ દેવદાસ મંડળની હતી. આ કેસમાં 1 નવેમ્બરના આરોપી શેખ શાહજહાં અને તેના સાગરિતોના નામ હતા. પરંતુ જે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી તેમાં શેખ શાહજહાંને આરોપી બનાવવામાં આવ્યા ન હતા અને જેમના નામ એફઆઈઆરમાં ન હતા તેમને આરોપી બનાવવામાં આવ્યા હતા.