AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: રિલાયન્સના અધિકારીઓ CBIના સકંજામાં, બેંકોને લગાવ્યો હતો 19,000 કરોડનો ચૂનો

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના બેંક લોન ફ્રોડ કેસમાં CBIએ મોટી કાર્યવાહી કરી છે. આ મામલે કંપનીના બે વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે, જેમના પર બેંકો પાસેથી લીધેલા ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ છે.

Breaking News: રિલાયન્સના અધિકારીઓ CBIના સકંજામાં, બેંકોને લગાવ્યો હતો 19,000 કરોડનો ચૂનો
| Updated on: Apr 20, 2026 | 9:00 PM
Share

રિલાયન્સ કોમ્યુનિકેશન્સ લોન ફ્રોડ કેસમાં CBI એ મોટી કાર્યવાહી કરી છે. આ મામલામાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સના બે વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. CBI એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ સાથે જોડાયેલા કથિત બેંક લોન ફ્રોડ કેસમાં મોટી કાર્યવાહી કરતા કંપનીના બે વરિષ્ઠ અધિકારી “ડી. વિશ્વનાથ અને અનિલ કાલ્યા”ની ધરપકડ કરી છે. બંને પર બેંકો પાસેથી લીધેલી હજારો કરોડ રૂપિયાની લોનમાં ગેરરીતિ અને ફંડના દુરુપયોગનો આરોપ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ કેસ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો.

SBI ને અંદાજે 2929 કરોડ રૂપિયાનું નુકસાન

આરોપ છે કે, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને તેની સાથે જોડાયેલા લોકોની કથિત છેતરપિંડીના કારણે માત્ર SBI ને જ અંદાજે 2,929 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે 17 સરકારી બેંક અને નાણાકીય સંસ્થાઓને કુલ 19,694 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લાગ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે, કંપનીએ શેલ કંપનીઓ દ્વારા શંકાસ્પદ વ્યવહારો કર્યા હતા અને નકલી સર્વિસ ટ્રાન્ઝેક્શન બતાવીને રકમ સગેવગે કરવામાં આવી હતી.

સીબીઆઈનું કહેવું છે કે, ડી. વિશ્વનાથ કંપનીના બેંકિંગ ઓપરેશન્સ સંભાળતા હતા, જ્યારે અનિલ કાલ્યાએ તેમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ મામલે તપાસ હજુ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈ અગાઉ પણ અનિલ અંબાણી ગ્રુપ સાથે જોડાયેલા અનેક કેસ નોંધી ચૂકી છે.

કોર્ટે બે અધિકારીઓને ED ની કસ્ટડીમાં મોકલ્યા

એક અન્ય કેસમાં, દિલ્હીની એક કોર્ટે ગત ગુરુવારે રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીઓ અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાને કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ની પાંચ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે.

અહેવાલ મુજબ, કોર્ટના 24 પાનાના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, તપાસ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને એવા પુરાવા મળ્યા છે. આ સૂચવે છે કે, લોનની રકમ કથિત રીતે એ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, જેના પર ગ્રુપનું જ નિયંત્રણ હતું.

સનાતન સાથે દુશ્મની ‘ભારે પડશે’… આસ્થા સાથે ચેડાં કરશો તો બજારમાં ઊભા રહેવા લાયક નહીં રહો, BJP નેતાએ મેનેજમેન્ટને પાઠ ભણાવ્યો

Follow Us
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
g clip-path="url(#clip0_868_265)">