AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સનાતન સાથે દુશ્મની ‘ભારે પડશે’… આસ્થા સાથે ચેડાં કરશો તો બજારમાં ઊભા રહેવા લાયક નહીં રહો, BJP નેતાએ મેનેજમેન્ટને પાઠ ભણાવ્યો

હિન્દુ આસ્થાનું અપમાન કરનાર લેન્સકાર્ટ મોટી મુશ્કેલીમાં મુકાયું છે. શોરૂમમાં તિલક, કલાવા અને બહેનોના મંગળસૂત્ર પર પ્રતિબંધ મૂકવાની કંપનીની હિંમત કેવી રીતે થઈ? આ હિન્દુ વિરોધી માનસિકતા સામે હવે સનાતનીઓ લાલઘૂમ થયા છે. ભાજપ નેતા અને હિન્દુ સંગઠનોએ શોરૂમ પર ત્રાટકીને મેનેજમેન્ટને જડબાતોડ જવાબ આપ્યો છે.

સનાતન સાથે દુશ્મની 'ભારે પડશે'... આસ્થા સાથે ચેડાં કરશો તો બજારમાં ઊભા રહેવા લાયક નહીં રહો, BJP નેતાએ મેનેજમેન્ટને પાઠ ભણાવ્યો
| Updated on: Apr 20, 2026 | 6:26 PM
Share

મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલ લેન્સકાર્ટ (Lenskart) ના એક શોરૂમમાં તિલક અને કલાવા (હાથમાં બાંધવાનો દોરો) પર પ્રતિબંધના આરોપો બાદ વિવાદ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, ભાજપના મહિલા નેતા નાઝિયા ઈલાહી ખાન અને કેટલાક હિન્દુ સંગઠનના કાર્યકરો શોરૂમ પર પહોંચ્યા હતા. ત્યારબાદ કર્મચારીઓને તિલક લગાવી તથા કલાવા બાંધીને ‘જય શ્રી રામ’ ના નારા લગાવડાવ્યા હતા.

પરિણીત મહિલાઓને મંગળસૂત્ર પહેરવાની મનાઈ

આ દરમિયાન લેન્સકાર્ટમાં કામ કરતા કર્મચારીઓએ મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, ટ્રેનિંગ દરમિયાન તેમને તિલક લગાવવા અને કલાવા બાંધવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પરિણીત મહિલા કર્મચારીઓ શોરૂમની અંદર મંગળસૂત્ર પણ પહેરી શકતી નથી.

શોરૂમ મેનેજમેન્ટ પર ભડક્યા ‘ભાજપ નેતા’

કર્મચારીઓના સમર્થનમાં આવેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નાઝિયા ઈલાહી ખાને આ બાબતનો સખત વિરોધ કર્યો હતો. એવામાં જ્યારે એક કર્મચારીએ ટ્રેનિંગ દરમિયાન તિલક અને કલાવા પર પ્રતિબંધ હોવાની વાત કહી, ત્યારે તેઓ મેનેજમેન્ટ પર ભડક્યા હતા. તેમની સાથે આવેલા કાર્યકરોએ કર્મચારીઓના હાથે કલાવા બાંધ્યા અને જય શ્રી રામના નારા લગાવડાવ્યા હતા. ભાજપ નેતા ઈલાહી ખાને લોકોને લેન્સકાર્ટનો બહિષ્કાર (Boycott) કરવાની પણ માંગ કરી છે.

મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો

આ સમગ્ર વિવાદ અંગે મહિલા ભાજપ નેતાએ શોરૂમમાં હાજર મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો છે. આ ઘટનાને પગલે થોડા સમય માટે શોરૂમની અંદર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. હિન્દુ સંગઠનો દ્વારા આ મામલે તપાસની અને શોરૂમ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

આ પણ વાંચો: નાસિકની TCS કંપનીમાં ચાલતા ધર્માન્તર રેકેટે અનેક કર્મચારીઓની જિંદગી બનાવી દીધી દોજખ, નોકરી કે નરક એ નક્કી કરવુ મુશ્કેલ- વાંચો

Follow Us
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
g clip-path="url(#clip0_868_265)">