ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ હાલ 40 દિવસના પેરોલ પર જેલની બહાર છે. તે ઉત્તર પ્રદેશના બાગપતમાં બરનવા આશ્રમમાં પડાવ નાખી રહ્યો છે. અહીં તેઓ તેમના સત્સંગ વગેરે કાર્ય કરે છે. દરમિયાન, ઓનલાઈન સત્સંગ સાથે જોડાયેલી એક બાબત વિવાદમાં આવી છે. હકીકતમાં, શાહજહાંપુરમાં BSAએ ગુરમીત રામ રહીમના ઓનલાઈન સત્સંગમાં ભાગ લેનારા 300 થી વધુ બાળકો અને તેમના શિક્ષકોની શાળાના ગણવેશમાં વિડિયો ક્લિપ્સ જોઈ, જેના પછી તેમણે તપાસના આદેશ આપ્યા.
જણાવી દઈએ કે ગત ગુરુવારે શાહજહાંપુર જિલ્લાના રોજા પોલીસ સ્ટેશન વિસ્તારના એક લૉનમાં આયોજિત સત્સંગ ઉપસ્થિત બે હજારથી વધુ લોકોની સામે વિશાળ સ્ક્રીન પર રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ સત્સંગ બતાવવા માટે ફરુખાબાદ અને લખીમપુર ખેરી સહિતના પડોશી જિલ્લાઓમાંથી લોકોને બસમાં લાવવામાં આવ્યા હતા. બધા જ લોનમાં બેસીને સત્સંગ જોઈ રહ્યા હતા. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક શાળાના 300થી વધુ બાળકો અને શિક્ષકો પણ સત્સંગમાં ભાગ લેવા આવ્યા હતા.
બીજી તરફ બીએસએ સુરેન્દ્ર કુમાર રાવતે આ મામલાને લઈને કહ્યું કે મને ખબર ન હતી કે ઓનલાઈન સત્સંગમાં સ્કૂલના બાળકોનો સમાવેશ થાય છે. મેં બ્લોક એજ્યુકેશન ઓફિસરને તે શાળાની ઓળખ કરવા કહ્યું છે કે જેણે તેના બાળકોને ત્યાં મોકલ્યા છે અને વહેલી તકે આ બાબતે રિપોર્ટ પ્રદાન કરે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે ડેરા સચ્ચા સૌદા ચીફ ગુરમીત રામ રહીમ સિરસા સ્થિત પોતાના આશ્રમમાં બે મહિલા અનુયાયીઓ પર બળાત્કાર કરવાના આરોપમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે. ઓગસ્ટ 2017માં હરિયાણાના પંચકુલામાં સીબીઆઈની વિશેષ અદાલતે તેને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો હતો. એટલું જ નહીં, રામ રહીમને ડેરાના પૂર્વ મેનેજર રણજીત સિંહની હત્યાના કેસમાં પણ આજીવન કેદની સજા થઈ છે. જો કે તે સમયાંતરે પેરોલ પર જેલમાંથી બહાર આવતો રહે છે.
Published On - 9:00 am, Sat, 19 November 22