Rahul Gandhi: રાહુલ ગાંધીએ ડાંગરની વાવણી કરી, ખેતરમાં ટ્રેક્ટર પણ ચલાવ્યું, જુઓ Video
આજે રાહુલ ગાંધી દિલ્હીથી હિમાચલ પ્રદેશના પ્રવાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ રોડ પર ઉભા રહ્યા અને ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂતો ત્યાં ખેતરમાં ડાંગરની વાવણી કરી રહ્યા હતા. રાહુલ ગાંધી પણ ખેતરમાં પહોંચ્યા અને ખેત મજૂરો સાથે ડાંગરનું વાવેતર કર્યું હતું.
કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીનો (Rahul Gandhi) હાલમાં અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા તેઓ ટ્રક ડ્રાઈવર સાથે ટ્રકમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત દિલ્હીમાં તે મિકેનિક સાથે બાઇક રીપેર કરતા જોવા મળ્યા હતા. આજે રાહુલ ગાંધી ખેતરમાં ડાંગરની રોપણી કરતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી આજે એટલે કે શનિવારે હરિયાણાના સોનેપત જિલ્લાના બરોડા હલ્કે ગામમાં પહોંચ્યા હતા. આ ગામમાં તેમણે ડાંગરની રોપણી કરી અને ખેડૂતો સાથે વાતચીત કરી હતી.
રાહુલ ગાંધીએ ડાંગરની રોપણી કરી
આજે રાહુલ ગાંધી દિલ્હીથી હિમાચલ પ્રદેશના પ્રવાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ રોડ પર ઉભા રહ્યા અને ખેતરમાં પહોંચ્યા હતા. ખેડૂતો ત્યાં ખેતરમાં ડાંગરની વાવણી કરી રહ્યા હતા. રાહુલ ગાંધી પણ ખેતરમાં પહોંચ્યા અને ખેત મજૂરો સાથે ડાંગરનું વાવેતર કર્યું હતું. રાહુલ ગાંધીએ વાવણી કર્યા બાદ ખેડૂતોની સાથે વાત કરી અને સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
ओ देश मेरे.. 🇮🇳 pic.twitter.com/pQQ7KG7rU6
— Congress (@INCIndia) July 8, 2023
કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું
સોનેપતના કોંગ્રેસ ધારાસભ્ય જગબીર સિંહ મલિકે PTI ને ફોન પર જણાવ્યું હતું કે, તે એક અચાનક મુલાકાત હતી. રાહુલજીએ ખેતરોમાં કામ કરતા ગ્રામજનો અને ખેડૂતો સાથે વાતચીત કરી. સાથે જ તેમણે ડાંગરની વાવણીમાં ભાગ લીધો અને ટ્રેક્ટર પણ ચલાવ્યું. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં, રાહુલ સફેદ ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા.
हरियाणा में किसानों के बीच पहुंचे जननायक @RahulGandhi जी। pic.twitter.com/bfX3iUgkxt
— Congress (@INCIndia) July 8, 2023
हमारा अभिमान, भारत के किसान 🌾🇮🇳
जन-जन को एकजुट करना है, सबको साथ लेकर चलना है।
आज हरियाणा के सोनीपत में हमारे अन्नदाता किसानों व मेहनतकश खेत-मज़दूरों से श्री @RahulGandhi ने संवाद किया।
ये कांग्रेस पार्टी की संवेदनशीलता को दर्शाता है। pic.twitter.com/pnzM7I2jNv
— Mallikarjun Kharge (@kharge) July 8, 2023
આ પણ વાંચો : West Bengal: પંચાયત ચૂંટણીમાં ખેલાયો લોહીયાળ ખેલ !, અનેક વિસ્તારોમાં હિંસા વચ્ચે 6થી વધુ લોકોના મોત
રાહુલ ગાંધીએ ખેતરમાં ટ્રેક્ટર પણ ચલાવ્યું
રાહુલ ગાંધી વિશે માહિતી મળતાં જ ગામના લોકો તેમને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસ ધારાસભ્ય ઈન્દુરાજ નરવાલ અને જગબીર સિંહ મલિક પણ ત્યા પહોંચ્યા હતા. રાહુલ ગાંધી શનિવારે દિલ્હીથી શિમલા જવા માટે રવાના થયા હતા. આ ઉપરાંત રાહુલ ગાંધીએ ખેતરમાં ટ્રેક્ટર પણ ચલાવ્યું હતું.