Rahul Gandhi Funny Moment: PM મોદીને ગળે લગાવવાથી લઈને આંખના ઈશારા સુધી…, લોકસભામાં રાહુલ ગાંધીની 5 ફની મોમેંટ્સ, જુઓ Video

|

Aug 08, 2023 | 1:14 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સંસદમાં પરત ફર્યા છે. સુપ્રીમ કોર્ટે માનહાનિના કેસમાં સજા પર રોક લગાવ્યા બાદ તેમના સાંસદને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. રાહુલ 137 દિવસ બાદ સંસદમાં પરત ફર્યા છે. આ વર્ષે માર્ચમાં રાહુલને માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

Rahul Gandhi Funny Moment: PM મોદીને ગળે લગાવવાથી લઈને આંખના ઈશારા સુધી..., લોકસભામાં રાહુલ ગાંધીની 5 ફની મોમેંટ્સ, જુઓ Video
Image Credit source: Google

Follow us on

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે સજા પર રોક લગાવ્યા બાદ લોકસભા સચિવાલયે સોમવારે સદસ્યતા પુનઃસ્થાપિત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. રાહુલ ગાંધીની સદસ્યતા 24 માર્ચે રદ કરવામાં આવી હતી. સુરત કોર્ટ દ્વારા ‘મોદી સરનેમ’ કેસમાં તેમને બદનક્ષીના દોષી ઠેરવવામાં આવ્યા હતા. જેમાં તેને બે વર્ષની સજા થઈ હતી. કાયદા મુજબ બે વર્ષ કે તેથી વધુ સજા થાય તો લોકપ્રતિનિધિનું સભ્યપદ રદ થાય છે.

આ પણ વાંચો: Rahul Gandhi News: સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ રાહુલ ગાંધીની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું કે મને ખબર છે કે શું કરવું

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી 2019માં લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. 13 એપ્રિલ 2019 ના રોજ, રાહુલે કર્ણાટકમાં એક રેલીમાં મોદી અટક પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘બધા જ ચોરોની અટક મોદી કેમ છે?’ આ વર્ષે 23 માર્ચે, આ જ મુદ્દા પર, તેને માનહાની કેષમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું.

હવે 137 દિવસ બાદ રાહુલ ફરી સંસદમાં પરત ફર્યા છે. રાહુલ ગાંધી સોમવારે સંસદ પહોંચ્યા ત્યારે કોંગ્રેસ અને વિપક્ષી દળોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે તેને ‘સત્ય અને ન્યાય’ની જીત ગણાવી છે.

રાહુલ ગાંધીની વાપસી એવા સમયે થઈ છે, જ્યારે મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. આજથી તેના પર ચર્ચા શરૂ થઈ છે. 10 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આના પર જવાબ આપશે. મોદી સરકાર સામે આ બીજો અવિશ્વાસ પ્રસ્તાવ છે. અગાઉ જુલાઈ 2018માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. ત્યારે ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કંઈક એવું કર્યું હતું જે ચર્ચામાં આવ્યું હતું.

સિંધિયા તરફ આંખ મારીને મોદીને ગળે લગાવ્યા

જુલાઈ 2018માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલે ભાષણ આપ્યું હતું. આ ભાષણ પર ખૂબ તાળીઓ પડી હતી. પરંતુ ભાષણ પછી રાહુલ અચાનક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીટ પાસે ગયા અને તેમને ગળે લગાવ્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ‘તમે લોકો મારી સાથે અલગ-અલગ રીતે ગાળુ આપી શકો છો, પરંતુ મને તમારી સામે થો઼ડો પણ ગુસ્સો કે નફરત પણ નથી. હું કોંગ્રેસ છું અને આ લાગણીએ આ દેશ બનાવ્યો છે. આ લાગણી હું તમારા બધાની અંદરથી બહાર કાઢીશ અને હું તમને બધાને કોંગ્રેસમાં ફેરવીશ.

 

Credit-BQ Prime

 

ભાષણ પૂરું કર્યા બાદ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદીની સીટ પાસે પહોંચ્યા હતા અને તેમને ભેટી પડ્યા હતા. આ પછી રાહુલ પોતાની સીટ પર પહોંચ્યા અને બાજુમાં બેઠેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પર આંખ મારી હતી. તે સમયે સિંધિયા કોંગ્રેસમાં હતા. તેના પર બીજા દિવસે વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો, ‘આખો દેશ ટીવી પર આંખોનો ખેલ જોઈ રહ્યો હતો. આંખો કેવી રીતે ખુલવામાં આવી રહી હતી. કેવી રીતે બંધ કરવામાં આવી રહી હતી. એટલું જ નહીં, પીએમ મોદીએ ટોણો મારતા કહ્યું કે, ‘તમે નામદાર છો અને અમે કામદાર છીએ. અમે કઈ રીતે તમારી આંખમાં આંખ મીલાવી શકીએ છીએ ?

‘તમારી સરકાર સૂટ-બૂટની સરકાર છે’

એપ્રિલ 2015માં લોકસભામાં ભાષણ આપતી વખતે રાહુલ ગાંધીએ મોદી સરકારને ‘સૂટ-બૂટ સરકાર’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘તમારી સરકાર ખેડૂતોની મુશ્કેલીઓને નજરઅંદાજ કરી રહી છે. અને મજૂરોનો અવાજ સંભળાતો નથી. તમારી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે. તેઓ બધા જાણે છે. તમે પણ જાણો છો. આપણે પણ જાણીએ છીએ. તમારી સરકાર મોટા લોકોની સરકાર છે. સૂટ-બૂટની સરકાર છે. અમે તે સમજીએ છીએ.

રાહુલના નિવેદન પર પલટવાર કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘સૂટકેસ કી સરકાર કરતાં સૂટ-બૂટ કી સરકાર વધુ સ્વીકાર્ય છે. 60 વર્ષ શાસન કર્યા બાદ કોંગ્રેસ બાદ અચાનક ગરીબોની યાદ આવી ગઈ છે. કોંગ્રેસની દૂરંદેશી નીતિઓને કારણે આ દેશની જનતાએ સહન કરવું પડ્યું છે.

‘હું બોલીશ તો ભૂકંપ આવશે’

નવેમ્બર 2016માં મોદી સરકારે નોટબંધી કરી હતી. આ પછી ડિસેમ્બરમાં જ્યારે શિયાળુ સત્ર શરૂ થયું ત્યારે ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષી દળો વડાપ્રધાન મોદીના નિવેદન પર અડગ રહ્યા. આ પછી રાહુલે સંસદની બહાર મીડિયાને કહ્યું, ‘સરકાર ચર્ચાથી ભાગી રહી છે. જો તમે મને બોલવા દો, તો તમે જોશો કે ભૂકંપ આવશે.

જુલાઈ 2018માં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ભાજપે રાહુલના ભાષણ પર કટાક્ષ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ભાષણથી આવેલો ભૂકંપ એટલો જબરદસ્ત હતો કે રાહુલ સીધા વડાપ્રધાન પાસે ચાલ્યા ગયા હતા.

‘સુષ્માજીએ મારો હાથ પકડીને પૂછ્યું…’

ઓગસ્ટ 2015માં રાહુલ ગાંધીએ ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજ સામે મોરચો ખોલ્યો હતો. રાહુલે ટ્વિટરથી લઈને સંસદ સુધી સુષ્મા સ્વરાજ પર પ્રહારો કર્યા હતા. વાસ્તવમાં રાહુલે આરોપ લગાવ્યો હતો કે સુષ્મા સ્વરાજના પરિવાર અને ભાગેડુ લલિત મોદી વચ્ચે ગુપ્ત રીતે પૈસાની લેવડદેવડ કરવામાં આવી હતી.

તેના પર સુષ્માએ સંસદમાં જવાબ આપ્યો કે અમે છુપી રીતે કંઈ કરતા નથી. કોંગ્રેસ સરકાર ગુપ્ત રીતે કામ કરે છે. આ પછી રાહુલે ખૂબ જ મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો.

 

Credit- News Hour India

રાહુલે કહ્યું, ‘ગઈકાલે સુષ્માજીએ મારો હાથ પકડ્યો હતો અને કહ્યું- દીકરા તું મારાથી કેમ નારાજ છે? મેં તમારી સાથે શું કર્યું મેં સુષ્માજીને કહ્યું- હું તમારાથી નારાજ નથી. હું તમારો આદર કરું છું. મેં તમારી આંખોમાં જોયું અને તમને કહ્યું- સુષ્માજી, હું સાચું કહું છું અને તમે તમારી આંખો નીચી કરી. તે સાચું છે. તમે આવું કેમ કર્યું?’

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’

આ વર્ષે ફેબ્રુઆરીમાં બજેટ સત્ર દરમિયાન રાહુલે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જૂની તસવીરો બતાવી હતી. આ દરમિયાન રાહુલે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?

તે સમયે હિન્ડેનબર્ગનો મામલો ગરમ હતો. આ અંગે ચર્ચા ચાલી રહી હતી. રાહુલે સવાલ ઉઠાવ્યો કે ગૌતમ અદાણીની નેટવર્થ 2014માં 8 બિલિયન ડોલર હતી, હવે તે 140 બિલિયન ડોલર કેવી રીતે થઈ? 2014માં ફોર્બ્સની યાદીમાં અદાણી 609માં નંબરે હતા, હવે તે બીજા નંબરે કેવી રીતે આવ્યા?

એક તસવીર બતાવવામાં આવી હતી જેમાં ગૌતમ અદાણી અને વડાપ્રધાન મોદી એક પ્લેનમાં સાથે બેઠા હતા. આ તસવીર બતાવતા રાહુલે કહ્યું, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.

આ પછી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ફોટો વોર શરૂ થઈ ગયું. બીજેપીએ અદાણી સાથે રોબર્ટ વાડ્રાની જૂની તસવીર બતાવી. અદાણી અને અશોક ગેહલોતની તસવીર બતાવવામાં આવી હતી અને પૂછ્યું- ‘કોઈ તેની સાથે જોવા મળે તો ઠીક છે. તો પછી ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?

 

 

બે વર્ષની સજામાં સભ્યપદ જતુ રહે છે

13 એપ્રિલ 2019 ના રોજ, કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં, રાહુલે મોદીની અટક પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી. તેમણે કહ્યું હતું કે, ‘નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી… બધાની સરનેમ મોદી કેમ છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ કેસમાં 23 માર્ચે સજાની જાહેરાત કરતી વખતે સુરત કોર્ટે કહ્યું હતું કે, ‘આ ગુનાની ગંભીરતા એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ ભાષણ સંસદ સભ્ય દ્વારા આપવામાં આવ્યું હતું, જેની જનતા પર ઊંડી અસર પડે છે.

કોર્ટે કહ્યું હતું કે, જો તેમને ઓછી સજા આપવામાં આવશે તો તેનાથી જનતામાં ખોટો સંદેશ જશે. એટલું જ નહીં, બદનક્ષીનો હેતુ પણ પૂરો નહીં થાય અને કોઈ પણ વ્યક્તિ સરળતાથી કોઈનું અપમાન કરી શકે છે. કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી હતી. આ પછી તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ, જો કોઈપણ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે, તો તેની સદસ્યતા તરત જ ગુમાવી દેવામાં આવે છે અને આગામી 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:02 pm, Tue, 8 August 23

Next Article