પંજાબમાં જંગી જીત બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ‘મેગા રોડ શો’, મોટી સંખ્યામાં ભીડ ઉમટી

પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં બમ્પર જીત બાદ જનતાનો આભાર વ્યક્ત કરવા માટે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 માર્ચે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં AAPએ રાજ્યની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી હતી.

પંજાબમાં જંગી જીત બાદ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો 'મેગા રોડ શો', મોટી સંખ્યામાં ભીડ ઉમટી
Arvind Kejriwal - Bhagwant Mann
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 4:47 PM

અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને ભગવંત માનની (Bhagwant Mann) આગેવાની હેઠળ આજે પંજાબમાં એક શાનદાર રોડ શો યોજાયો હતો. પંજાબ વિધાનસભા ચૂંટણી 2022માં બમ્પર જીત બાદ જનતાનો આભાર વ્યક્ત કરવા માટે આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 માર્ચે પંજાબ વિધાનસભા ચૂંટણીના પરિણામમાં AAPએ રાજ્યની 117 વિધાનસભા બેઠકોમાંથી 92 બેઠકો જીતી હતી. જ્યારે માન ધુરી બેઠક પરથી 58,206 મતોના જંગી માર્જિનથી જીત્યા હતા. દિલ્હી પછી પંજાબ બીજું રાજ્ય હશે જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.

ANI દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં બંને નેતાઓએ હાથ મિલાવીને લોકોનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન સ્વતંત્રતા સેનાની ભગત સિંહની યાદમાં ‘મેરા રંગ દે બસંતી ચોલા’ ગીત પણ વગાડવામાં આવ્યું હતું. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું, જે લોકો પંજાબને લૂંટી રહ્યા હતા તે હવે બંધ થઈ જશે. હવે સમગ્ર સરકારી પૈસા પંજાબના લોકો પર ખર્ચવામાં આવશે. અમે આપેલી તમામ બાંયધરી પૂરી કરવામાં આવશે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

કેજરીવાલે કહ્યું, તમે લોકોએ કમાલ કરી છે. લવ યુ પંજાબ. આખી દુનિયા માની શકતી નથી કે પંજાબમાં આટલી મોટી ક્રાંતિ આવી છે અને બધા હારી ગયા છે. તેમણે કહ્યું, ઘણા વર્ષો પછી આજે પંજાબના લોકોને એક ઈમાનદાર મુખ્યમંત્રી મળ્યો છે. હવે ઈમાનદાર સરકાર રચાશે. નોંધનીય છે કે ભગવંત માન 16 માર્ચે નવાંશહેર જિલ્લાના મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાં ખાતે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

રોડ શો પહેલા સુવર્ણ મંદિરે માથું નમાવ્યું

પંજાબ ચૂંટણીમાં AAPએ 117 સભ્યોની વિધાનસભામાંથી 92 બેઠકો જીતી હતી. દિલ્હીના મુખ્યપ્રધાન અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનએ રવિવારે પંજાબના સુવર્ણ મંદિરમાં રોડ-શો કાઢ્યા તે પહેલાં પૂજા કરી હતી. દિલ્હીથી અહીં પહોંચ્યા પછી કેજરીવાલ સીધા સુવર્ણ મંદિર ગયા.

આ પહેલા માન કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા પણ હાજર હતા. કેજરીવાલ અને માને દુર્ગયાના મંદિર અને શ્રી રામ તીરથ મંદિરમાં પણ પ્રાર્થના કરી હતી. જે બાદ તેમણે પાર્ટીને જંગી માર્જિનથી જીતવા બદલ જનતાનો આભાર વ્યક્ત કરવા રોડ શોનું નેતૃત્વ કર્યું હતું.

આ પણ વાંચો : લો બોલો, ઉતરપ્રદેશના નવા ધારાસભ્યોમાંથી 51 ટકા સામે છે કેસ, જાણો કયા પક્ષના કેટલા ધારાસભ્યો સામે નોંધાયેલા છે ગંભીર કેસ

આ પણ વાંચો : Russia Ukraine War: યુક્રેન સંકટની વચ્ચે સુરક્ષાની તૈયારીઓ માટે વડાપ્રધાન મોદીએ કરી હાઈ-લેવલ મીટિંગ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિત ઘણા મંત્રીઓ હાજર

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">