AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: પંજાબ જીત્યા બાદ ભગવંત માન દિલ્હી પહોંચ્યા, અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને લીધા આશીર્વાદ

તમને જણાવી દઈએ કે પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન મળ્યું છે. પાર્ટીને 92 બેઠકો મળી હતી. ભગવંત માન પંજાબના સીએમ પદના ઉમેદવાર છે.

Punjab: પંજાબ જીત્યા બાદ ભગવંત માન દિલ્હી પહોંચ્યા, અરવિંદ કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને લીધા આશીર્વાદ
Bhagwant Mann - Arvind Kejriwal
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 5:03 PM
Share

Punjab Assembly Election Final Result 2022: પંજાબમાં, આમ આદમી પાર્ટી (AAP) ના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ભગવંત માન (Bhagwant Mann) દિલ્હીના મુખ્યપ્રધાન અને પક્ષના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) અને દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભગવંત માનએ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના ચરણ સ્પર્શ કર્યા હતા. તમને જણાવી દઈએ કે પંજાબમાં આ વખતે આમ આદમી પાર્ટીને જબરદસ્ત સમર્થન મળ્યું છે. પાર્ટીને 92 બેઠકો મળી હતી. ભગવંત માન પંજાબના સીએમ પદના ઉમેદવાર છે.

જો બધુ બરાબર રહ્યું તો તેઓ પંજાબના આગામી મુખ્યમંત્રી બની શકે છે. આ પહેલા ભગવંત માને ધારાસભ્ય દળની બેઠક ક્યારે મળશે તેવા પ્રશ્ન પર કહ્યું હતું કે, તેઓ સમય પર કરશે, અમારા લોકોને રાજસ્થાન કે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તેઓ ક્યારે શપથ લેશે તેવા સવાલ પર તેમણે કહ્યું હતું કે, અમે ભગતસિંહના વતનમાં શપથ લઈશું. શપથની તારીખ આજે સાંજ સુધીમાં જાણી શકાશે. આજે હું રાજ્યપાલ પાસેથી સમય લઈશ, આવતીકાલે રાજ્યપાલને મળીશ, ત્યારબાદ શપથ ગ્રહણ સમારોહ થશે.

ભગવંત માનની જબરદસ્ત જીત

ભગવંત માને ધુરીથી INCના દલવીર સિંહ ગોલ્ડીને 58 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું છે. પંજાબની 117 સીટોમાંથી AAPને 92, કોંગ્રેસને 18, અકાલી દળને + 4, BJP + 2 અને અન્યને 1 સીટ મળી છે.

કેબિનેટનો શપથ ગ્રહણ સમારોહ ભગત સિંહના મૂળ ગામમાં યોજાશે

આ પહેલા ભગવંત માને કહ્યું હતું કે જેમણે AAPને વોટ નથી આપ્યો તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે પંજાબના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ નવાશહર જિલ્લામાં મહાન સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાંમાં યોજાશે.

કોઈપણ સરકારી ઓફિસમાં મુખ્યમંત્રીના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવશે નહીં. તેના બદલે સરકારી ઓફિસોમાં દિવાલો પર ભગત સિંહ અને બીઆર આંબેડકરની તસવીરો લગાવવામાં આવશે. લોકોને એક થઈને કામ કરવાની અપીલ કરતા, માનએ કહ્યું કે જેમણે AAPને મત આપ્યો નથી તેઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર સમાજના તમામ વર્ગો માટે કામ કરશે.

આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ભાજપની જીતના હીરો બન્યા પ્રહલાદ જોશી, કુશળ રણનીતિ-વ્યવસ્થાએ પાર્ટી માટે રસ્તો બનાવ્યો આસાન

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: ગુરેઝ સેક્ટરમાં ‘સૈન્ય હેલિકોપ્ટર’ ક્રેશ, બર્ફીલા વિસ્તારમાં સૈન્યે હાથ ધરી બચાવ-રાહત કામગીરી

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">