1999માં વાજપેયી સાહેબના એક નરમ નિર્ણયની કિંમત આજ સુધી ચુકવી રહ્યું છે હિન્દુસ્તાન

31 ડિસેમ્બર, 1999ના રોજ ભારતે પોતાના 180 નાગરિકોને બચાવવા માટે એક ખૂંખાર આતંકવાદીને છોડી મૂક્યો અને આ આતંકવાદી ભારત માટે ન રૂઝાતો ઘા બની ગયો છે. TV9 Gujarati   Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ […]

1999માં વાજપેયી સાહેબના એક નરમ નિર્ણયની કિંમત આજ સુધી ચુકવી રહ્યું છે હિન્દુસ્તાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2019 | 9:50 AM

31 ડિસેમ્બર, 1999ના રોજ ભારતે પોતાના 180 નાગરિકોને બચાવવા માટે એક ખૂંખાર આતંકવાદીને છોડી મૂક્યો અને આ આતંકવાદી ભારત માટે ન રૂઝાતો ઘા બની ગયો છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ભારતે કંધાર વિમાન અપહરણ કાંડ બાદ મૌલાના મસૂદ અઝહરને કાશ્મીરની જેલમાંથી છોડી મૂક્યો હતો. 20 વર્ષ પહેલા છોડી મૂકાયેલા આ આતંકવાદી ભારત ઉપર એક પછી એક ઘા કરતો જાય છે અને તે અત્યાર સુધી ભારતના 312 જેટલા નાગરિકો અને જવાનોની કુર્બાની લઈ ચુક્યો છે.

પુલવામા આતંકી હુમલાની જવાબદારી જે જૈશે એ મોહમ્મદે લીધી છે, મસૂદ અઝહર તેનો ચીફ છે. એક સમયે આ ખૂંખાર આતંકવાદી ભારતના સકંજામાં હતો. મસૂદ અઝહરની 1994માં પહેલી વખત ધરપકડ કરવામાં આવી હતી. કાશ્મીરમાં સક્રિય આતંકવાદી સંગઠન હરકત-ઉ-મુજાહિદ્દીનનો સભ્ય હોવાના આરોપસર મસૂદની ધરપકડ કરી તેને શ્રીનગરની જેલમાં ધકેલી દેવાયો હતો.

મસૂદની ધરકપડ બાદ જે થયું, તેનું કોઈને અનુમાન પણ નહોતું. 24 ડિસેમ્બર, 1999ના રોજ આતંકવાદીઓએ નેપાળમાંથી એક ભારતીય વિમાનનું અપહરણ કર્યું અને કંધાર લઈ ગયાં. અપહરણકારોએ ભારતીય જેલોમાં બંધ મૌલાના મસૂદ અઝહર, મુશ્તાક જરગર અને શેખ અહમદ ઉમર સઈદની મુક્તિની માંગણી કરી. આ વિમાનમાં કુલ 180 પ્રવાસીઓ સવાર હતાં.

તે વખતની અટલ બિહારી વાજપેયી સરકાર છ દિવસના ભારે મનોમંથન બાદ આતંકવાદીઓની શરત માનવા મજબૂર થઈ ગઈ અને 31 ડિસેમ્બર, 1999ના રોજ તે વખતના વિદેશ પ્રધાન જસવંત સિંહ મસૂદ અઝહર સહિત ત્રણેય આતંકવાદીઓને લઈને કંધાર પહોંચ્યા. ત્રણેય આતંકીઓની મુક્તિ સાથે અપહરણકારોએ ભારતીય વિમાન અને યાત્રીઓને મુક્ત કરી દીધાં.

મસૂદની મુક્તિ સાથે શરુ થઈ જૈશની કહાણી

શ્રીનગરની જેલમાંથી મુક્ત થયા બાદ મસૂદ અઝહરે પાકિસ્તાન જઈ ફેબ્રુઆરી-2000માં જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠન શરુ કર્યું કે જેનો ઉદ્દેશ હતો ભારતમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવો અને કાશ્મીરને ભારતથી અલગ કરવાનો. જૈશની સ્થાપના સાથે જ હરકત ઉલ મુજાહિદ્દીન અને હરકત ઉલ અંજામ જેવા અનેક આતંકી સંગઠનો જૈશ એ મોહમ્મદમાં સામેલ થઈ ગયાં.

ઘા પર ઘા કરતો રહ્યો મસૂદ અઝહર

પુલવામા આતંકી હુમલો કોઈ પહેલી ઘટના નથી. જૈશે મોહમ્મદે પોતાની સ્થાપનાની સાથે જ સંસદ પર હુમલાથી લઈ મુંબઈ હુમલા સુધીના અનેક ઘા ભારતની છાતી ઉપર એક પછી એક કર્યા અને જે 180 વિમાન યાત્રીઓને બચાવવા માટે મસૂદને છોડવામાં આવ્યો હતો, તે મસૂદ અત્યાર સુધી ભારતના 312 નાગરિકો અને જવાનોની કુર્બાની લઈ ચુક્યો છે. જૈશ એ મોહમ્મદે પોતાની સ્થાપનાની બે મહિનાની અંદર જ શ્રીનગરમાં બદામી બાગ ખાતેની ભારતીય સેનાના સ્થાનિક વડામથક પર આત્મઘાતી હુમલાની જવાબદારી લીધી.

28 જૂન, 2000 : જમ્મુ-કાશ્મીર સચિવાલયની ઇમારત પર હુમલો. જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી.

14 મે, 2002 : જમ્મુ-કાશ્મીરના કાલૂચકમાં થયેલા હુમલામાં 36 જવાનો શહીદ થયા, જ્યારે 3 આતંકવાદીઓ માર્યા ગયા. આ હુમલો પણ જૈશ એ મોહમ્મદે કરાવ્યો હતો.

1 ઑક્ટોબર, 2008 : જૈશ એ મોહમ્મદના 3 આત્મઘાતી આતંકવાદીઓ વિસ્ફોટક પદાર્થોથી ભરેલી કાર લઈ જમ્મુ-કાશ્મીર વિધાનસભા સંકુલમાં ઘુસી ગયાં. આ ઘટનામાં 38 નાગરિકોના મોત થયા હતાં.

26 નવેમ્બર, 2008 : 26/11 મુંબઈ આતંકી હુમલાને પણ જૈશ એ મોહમ્મદે જ અંજામ આપ્યો હતો. 26 નવેમ્બર, 2008ના રોજ મુંબઈના દરિયા કાંઠેથી આવેલા 10 આતંકીઓએ 72 કલાક ખૂની તાંડવ મચાવ્યો હતો. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતાં. જોકે આ હુમલા દરમિયાન 9 આતંકીઓ માર્યા ગયા હતાં, જ્યારે એક આતંકી અજમલ કસાબ જીતવો ઝડપાયો હતો કે જેને બાદમાં ફાંસીએ લટકાવી દેવાયો.

13 ડિસેમ્બર, 2001 : ભારતીય સંસદ પર થયેલા હુમલામાં પણ લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદનો હાથ હતો. આ હુમલામાં 6 પોલીસ કર્મચારીઓ શહીદ થઈ ગયા હતાં, જ્યારે સંસદ ભવનના 3 કર્મચારીઓના મોત થયા હતાં. આ હુમલામાં દોષિત આતંકી અફઝલ ગુરુ પણ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલો હતો કે જેને 10 ફેબ્રુઆરી, 2013ના રોજ ફાંસીએ લટકાવાયો હતો.

1 જાન્યુઆરી, 2016 : પંજાબમાં પઠાનકોટ ખાતેના ઍરફોર્સ સ્ટેશન પર થયેલા આતંકી હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી. આ હુમલામાં વાયુસેના અને એનએસજીના કુલ 7 સલામતી કર્મચારીઓ શહીદ થયા હતાં. બે દિવસના આ એનકાઉન્ટર દરમિયાન તમામ આતંકીઓ ઠાર મરાયા હતાં.

18 સપ્ટેમ્બર, 2016 : કાશ્મીરમાં ઉરી સ્થિત સૈન્ય કૅમ્પ પર થયેલા હુમલામાં પણ જૈશ એ મોહમ્મદનો હાથ હતો. આ હુમલામાં 18 સૈનિકો શહીદ થયા હતાં.

14 ફેબ્રુઆરી, 2019 : પુલવામામાં જમ્મુ-શ્રીનગર હાઈવે પર સીઆરપીએફ જવાનોના કાફલા પર આત્મઘાતી હુમલામાં 38 જવાનો શહીદ થયા. આ હુમલાની જવાબદારી પણ જૈશ એ મોહમ્મદે લીધી છે.

[yop_poll id=1446]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">