સત્તા માટે ફરી હાથ મેળવશે JDU-BJP : નીતિશ કુમારે આપ્યુ રાજીનામુ, હવે ફરી એનડીએની બનાવશે સરકાર

|

Jan 28, 2024 | 11:44 AM

નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા બાદ નીતિશ કુમારે મહાગઠબંધનના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા નીતીશ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ધારાસભ્યો અને જનતા દળ યુનાઈટેડના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા

સત્તા માટે ફરી હાથ મેળવશે JDU-BJP : નીતિશ કુમારે આપ્યુ રાજીનામુ, હવે ફરી એનડીએની બનાવશે સરકાર
બિહારના મુખ્યપ્રધાનપદેથી નીતિશ કુમારે ફરી એકવાર આપ્યું રાજીનામું

Follow us on

બિહારમાં છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ પ્રવાહી રાજકીય પરસ્થિતિ આજે ધાર્યા મુજબની નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે. નીતિશ કુમારે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરને મળીને, મુખ્યપ્રધાન પદેથી પોતાનું રાજીનામું સોંપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી નીતિશ કુમાર આજે સાંજે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.

નીતીશ કુમારે બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળ્યા બાદ નીતિશ કુમારે મહાગઠબંધનના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા નીતીશ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ધારાસભ્યો અને જનતા દળ યુનાઈટેડના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતા. મીટિંગમાં વધુ રાજકીય વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી, જ્યાં નીતિશે ધારાસભ્યો સમક્ષ તેમના રાજીનામાની વાત રજૂ કરી હતી. ધારાસભ્યોએ સર્વસંમતિથી નીતિશ કુમારને ટેકો આપ્યો હતો.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આના થોડા સમય બાદ નીતીશ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનથી રાજભવન માટે રવાના થયા અને રાજભવન પહોંચ્યા બાદ રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને પોતાનું રાજીનામું સોંપ્યું. એવી અટકળો ચાલી રહી છે કે નીતીશ કુમાર ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી મુખ્યમંત્રી બની શકે છે. નવી ફોર્મ્યુલામાં ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓને નાયબ મુખ્યમંત્રી પદ આપવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે જીતન રામ માંઝીની પાર્ટી પણ બે મંત્રી પદની માંગ પર અડગ છે.

મળતી માહિતી મુજબ, બિહારના મુખ્યપ્રધાનપદ માટે શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 4 વાગે યોજાશે. જ્યાં નીતીશ કુમાર નવમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. થોડા સમય પછી, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને એક બેઠક યોજવામાં આવી શકે છે. જ્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો પહોંચી શકે છે. આ બેઠકમાં નીતિશ કુમાર બિહાર NDAના નેતા તરીકે ચૂંટાઈ શકે છે. નીતીશ કુમારના આ પગલાને લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

Published On - 11:32 am, Sun, 28 January 24

Next Article