બહુમતથી મળશે તાકાત, રાષ્ટ્રપતિ પ્રણાલી પર વડાપ્રધાન તરીકે કામ કરશે નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં બહુમતીથી જીતી મેળવી છે. તેની અસર તેમના કાર્યકાળ દરમિયાન પણ જોવા મળી શકે છે. પ્રથમ ટર્મમાં વડાપ્રધાન મોદી એક રીતે કેબિનેટને પ્રેજિડેન્શલ સિસ્ટમ હેઠળ ચલાવી. પૂર્ણ બહુમતથી આવેલી સરકારના તે વડાપ્રધાન હતા અને તેમના મોટાભાગના નિર્ણયોમાં તેમને કોઈ સહયોગી પાર્ટી કે મંત્રીના વીટોની જરૂર પડતી નહતી. હવે જ્યારે વડાપ્રધાન મોદીની […]
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીમાં બહુમતીથી જીતી મેળવી છે. તેની અસર તેમના કાર્યકાળ દરમિયાન પણ જોવા મળી શકે છે. પ્રથમ ટર્મમાં વડાપ્રધાન મોદી એક રીતે કેબિનેટને પ્રેજિડેન્શલ સિસ્ટમ હેઠળ ચલાવી.
પૂર્ણ બહુમતથી આવેલી સરકારના તે વડાપ્રધાન હતા અને તેમના મોટાભાગના નિર્ણયોમાં તેમને કોઈ સહયોગી પાર્ટી કે મંત્રીના વીટોની જરૂર પડતી નહતી. હવે જ્યારે વડાપ્રધાન મોદીની બીજી ટર્મ માટે ગઈ ટર્મ કરતા પણ મોટો જનાદેશ મળ્યો હતો તો સંભવ છે કે પ્રેજિડેન્શલ સિસ્ટમ હેઠળ તે કામ કરતા જોવા મળે.
વડાપ્રધાન મોદીએ તેમના 5 વર્ષના કાર્યકાળમાં સહયોગીઓ પાસે સલાહ લીધી પણ અંતિમ નિર્ણય તેમનો જ રહ્યો. મંત્રીઓ અને વરીષ્ઠોને સામેલ કરવામાં આવ્યા પણ તેમને સ્પેસ આપવામાં આવી પણ આખા મિશનને મોદી જ લીડ કરતા રહ્યાં.
આ પણ વાંચો: આ 9 રણનીતિક મુદ્દાઓના લીધે ભાજપે લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ બનાવી દીધો
આ રીતે પુરા સમ્માન સાથે પિતૃ સંગઠન RSSનું પણ સાંભળીને સરકાર ચલાવી, મંત્રીઓનો તાલમેલ પણ સંઘની સાથે સારો રહ્યો પણ તેમના ઘણાં આનુષાંગિક સંગઠનોની દરેક માંગનો સ્વીકાર કર્યો નહીં. હવે ફરી વાર જે જનાદેશ મોદી સરકારને મળ્યો છે. તેનાથી વડાપ્રધાન તરીકે તે પ્રેજિડેન્શલ સિસ્ટમની જેમ જ કામ કરશે. બહુમતી સાથે ભાજપ સત્તામાં આવવાથી એક ફાયદો એ પણ થશે કે પાર્ટી પર સરકાર ચલાવવા દરમિયાન ગઠબંધન સહયોગીઓ દબાણ કરી શકશે નહીં.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]