ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપમાં મંથન, વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાઈ બેઠક

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શનિવારે ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કર્યો હતો કે શું ગુજરાતમાં ચૂંટણી (Gujarat elections) જાહેર કરવા માટે આગામી સપ્તાહે રાજ્યની વિધાનસભા ભંગ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપમાં મંથન, વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને યોજાઈ બેઠક
PM Narendra Modi (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 11:58 PM

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે વિધાનસભાની ચૂંટણી (Assembly Election) યોજાવાની છે અને ભાજપે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીઓના ભાગરૂપે શનિવારે દીલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) નિવાસસ્થાને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના કેન્દ્રીય નેતાઓ અને રાજ્યના ઘણા નેતાઓ સાથે બેઠક થઈ હતી. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે ભાજપ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. આમ આદમી પાર્ટીએ બેઠકને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે શનિવારે ભારતીય જનતા પાર્ટીને પ્રશ્ન કર્યો હતો કે શું ગુજરાતમાં ચૂંટણી જાહેર કરવા માટે આગામી સપ્તાહે રાજ્યની વિધાનસભા ભંગ કરવામાં આવશે. એક ટ્વીટમાં, AAPના રાષ્ટ્રીય સંયોજકે પ્રશ્ન કર્યો કે શું ભાજપ તેમની પાર્ટીથી એટલી ડરી ગઈ છે કે તે રાજ્યમાં નિર્ધારિત સમય પહેલા ચૂંટણી યોજવાનું આયોજન કરી રહી છે. હિન્દીમાં એક ટ્વિટમાં કેજરીવાલે કહ્યું કે, શું બીજેપી આવતા અઠવાડિયે ગુજરાત વિધાનસભા ભંગ કરીને ગુજરાત ચૂંટણીની જાહેરાત કરવા જઈ રહી છે? ‘આપ’ નો આટલો ડર ? અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ વચ્ચે મૈત્રીપૂર્ણ રમત ચાલતી હતી, આ વખતે AAP આવી છે.

આ 7 જાનવરોને જીવતા ખાઈ જાય છે ચાઇનીઝ લોકો
આ છે પાકિસ્તાનના 'અદાણી', કહેવાય છે PAK નો બીજો સૌથી અમીર વ્યક્તિ
તરબૂચની છાલ ફેકવાના બદલે આ રીતે કરો ઉપયોગ
કેટલું ભણેલી છે અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ? જાણો અહીં
MS ધોની પત્ની સાક્ષી સાથે જામનગર જવા રવાના
આ બ્લેક ફુડ વધારશે તમારૂ આયુષ્ય, શરીરમાં જતા જ કરે છે જાદુઇ અસર

ભાજપ એક અઠવાડિયા કે દસ દિવસમાં વિધાનસભા ભંગ કરીને નવી ચૂંટણી કરાવવા માંગે છેઃ કેજરીવાલ

AAP ગુજરાતની તમામ બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે

ભારતીય જનતા પાર્ટી શાસિત ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં મળેલી શાનદાર જીતના આધારે, આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં પગ જમાવવાની આશામાં રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર લડવાની તૈયારી કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ હવેથી દર મહિને રાજ્યની મુલાકાત લેવાના છે. છેલ્લા બે અઠવાડિયામાં, ભૂપેન્દ્ર યાદવ, મનસુખ માંડવિયા અને અનુરાગ ઠાકુર સહિત ઓછામાં ઓછા ચાર કેન્દ્રીય પ્રધાનોએ જમીન પરની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા ગુજરાતની મુલાકાત લીધી છે.

આ પણ વાંચો : Curfew In Khargone: 2 અને 3 મેના રોજ ખરગોનમાં સંપૂર્ણ કર્ફ્યુ રહેશે, ઈદની નમાજ ઘરે જ અદા કરવી પડશે

Latest News Updates

પ્રેમી યુગલોને બદનામ કરવાની ધમકી આપી તોડ કરતી નક્લી પોલીસ ઝડપાઈ
પ્રેમી યુગલોને બદનામ કરવાની ધમકી આપી તોડ કરતી નક્લી પોલીસ ઝડપાઈ
GSSSB વર્ગ-3 ભરતીની પરીક્ષા આ તારીખથી થશે શરૂ
GSSSB વર્ગ-3 ભરતીની પરીક્ષા આ તારીખથી થશે શરૂ
ઉત્તર ગુજરાતમાં ચારેય સાંસદો કપાશે? BJP લાગુ કરશે નો-રિપીટ થિયરી
ઉત્તર ગુજરાતમાં ચારેય સાંસદો કપાશે? BJP લાગુ કરશે નો-રિપીટ થિયરી
મોડાસા માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતનો મામલો, ત્રણ વેપારીઓ સામે ફરિયાદ
મોડાસા માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતનો મામલો, ત્રણ વેપારીઓ સામે ફરિયાદ
અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી
અરવલ્લીઃ અંતિમ સંસ્કારની વિધી દરમિયાન ભમરા ઉડ્યા, ડાઘુઓમાં નાસભાગ મચી
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચેલા બિલ ગેટ્સનું ઉષ્માભર્યું સ્વાગત
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
જણસી ખુલ્લામાં ન મુકવા કરી અપીલ, મરચાના પાક માટે શરુ કરાઈ ટોકન સિસ્ટમ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
માવઠાના કારણે કેરી પકવતા ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
દારૂની હેરાફેરીનો નવો કીમિયો, 24 લાખના મુદ્દામાલ સાથે 6 શખ્સને ઝડપાયા
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની પસંદગી માટે ભાજપના કોઈ ખાસ નિયમો નહીં
g clip-path="url(#clip0_868_265)">