PM મોદીનું 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર બહાર પાડવામાં આવશે સિક્કો અને ટપાલ ટિકિટ
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શીખોના 400માં પ્રકાશ પર્વમાં ભાગ લેશે. 21 એપ્રિલે લાલ કિલ્લા ખાતે ગુરુ તેગ બહાદુરના પર્વ પર વડાપ્રધાન ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શીખ ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આ માહિતી આપી છે. સાંસ્કૃતિક મંત્રાલયે કહ્યું છે કે વડાપ્રધાન મોદી શીખ ગુરુ તેગ બહાદુરના (Sikh guru Tegh Bahadur) 400માં પ્રકાશ પર્વ પર એક ખાસ સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શીખોના 400માં પ્રકાશ પર્વમાં ભાગ લેશે. 21 એપ્રિલે લાલ કિલ્લા ખાતે ગુરુ તેગ બહાદુરના પર્વ પર વડાપ્રધાન ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.
મંત્રાલયે કહ્યું કે આ શુભ અવસર પર 400 ‘રાગી’ (શીખ સંગીતકારો) ‘શબ્દ કીર્તન’ કરશે. આ કાર્યક્રમનું આયોજન સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધન સમિતિના સહયોગથી કરવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઉપમહાદ્વીપ અને વિદેશની ઘણી અગ્રણી હસ્તીઓ ઉજવણીનો ભાગ હશે. નોંધનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ કાર્યક્રમ શીખ ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ (જન્મદિવસ) પર આયોજિત કરવામાં આવી રહ્યો છે.
સિક્કાની કિંમત 400 રૂપિયા હશે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ સમગ્ર બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું કે પીએમ મોદી જે સિક્કો બહાર પાડશે તેની કિંમત 400 રૂપિયા હશે. ગુરુ તેગ બહાદુરજીનો જન્મ 1621માં ગુરુના મહેલ, અમૃતસરમાં થયો હતો. મુઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર 1675માં દિલ્હીના ચાંદની ચોક ખાતે તેમની હત્યા કરવામાં આવી હતી. હાલમાં, ઐતિહાસિક ગુરુદ્વારા સીસ ગંજ સાહિબ દિલ્હીમાં તે જ જગ્યાએ સ્થિત છે જ્યાં ગુરુ શહીદ થયા હતા. આ ગુરુદ્વારામાં ભક્તોની ભારે ભીડ એકઠી થાય છે અને મોટી સંખ્યામાં લોકો મદદ માટે ગુરુદ્વારા પહોંચે છે.
ગુરુ તેગ બહાદુર શીખોના નવમા ગુરુ હતા, જેમણે પ્રથમ ગુરુ નાનક દ્વારા નિર્ધારિત માર્ગને અનુસર્યો હતો. 1675 માં, મુઘલ શાસક ઔરંગઝેબે ઇસ્લામ ન સ્વીકારવા બદલ બધાની સામે તેનું માથું કાપી નાખ્યું હતું. ધર્મ અને માનવીય મૂલ્યો, આદર્શો અને સિદ્ધાંતોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારાઓમાં ગુરુ તેગ બહાદુર સાહેબનું વિશ્વ ઈતિહાસમાં આગવું સ્થાન છે. તેમણે શીખ ધર્મના પ્રચાર માટે અનેક સ્થળોની મુલાકાત પણ લીધી હતી. આમાં બનારસ, પટના જેવા શહેરો પણ સામેલ છે, જ્યાં તેમણે પોતાનો સંદેશ આપ્યો હતો.
આ પણ વાંચો: Army Chief : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે દેશના નવા આર્મી ચીફ, જનરલ નરવણેનું સ્થાન લેશે