AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Army Chief : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે દેશના નવા આર્મી ચીફ, જનરલ નરવણેનું સ્થાન લેશે

લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે (Manoj Pande)ની આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આર્મી ચીફ તરીકે નિયુક્ત થનાર તેઓ પ્રથમ એન્જિનિયર છે.

Army Chief : લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે દેશના નવા આર્મી ચીફ, જનરલ નરવણેનું સ્થાન લેશે
લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની આર્મી ચીફ તરીકે નિમણૂકImage Credit source: FILE PHOTO
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 6:54 PM
Share

Army Chief :   લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે (Lieutenant General Manoj Pande)ની આર્મી ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આર્મી ચીફ તરીકે નિયુક્ત થનાર તેઓ પ્રથમ એન્જિનિયર (Engineer) છે.તેઓ આર્મી સ્ટાફના 29માં વડા તરીકે કાર્યભાર સંભાળશે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનાર કોર્પ્સ ઓફ એન્જિનિયર્સ(Engineer)ના પ્રથમ અધિકારી હશે. તેઓ જનરલ મનોજ મુકુંદ નરવણે(General Manoj Mukund Naravane)નું સ્થાન લેશે. જનરલ મનોજ મુકુંદ નરવણેનો 28 મહિનાનો કાર્યકાળ 30 એપ્રિલે પૂરો થઈ રહ્યો છે.

પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી

સંરક્ષણ મંત્રાલયે સોમવારે જાહેરાત કરી હતી કે, સરકારે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેની આગામી આર્મી સ્ટાફ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. લેફ્ટનન્ટ જનરલ પાંડે નેશનલ ડિફેન્સ એકેડમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને ડિસેમ્બર 1982માં કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પલ્લનવાલા સેક્ટરમાં ઓપરેશન પરાક્રમ દરમિયાન એન્જિનિયર રેજિમેન્ટ તરીકે કમાન સંભાળી હતી.

39 વર્ષની લશ્કરી કારકિર્દીમાં ઘણી જવાબદારીઓ સંભાળી

ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2001માં સંસદ પર આતંકવાદી હુમલા બાદ ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવ્યું હતું. 39 વર્ષની લશ્કરી કારકિર્દીમાં ઘણી જવાબદારીઓ સંભાળી હતી.જનરલ પાંડેએ ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. સાથે જ તમને જણાવી દઈએ કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ ખાલી છે. આ પદ માટે જનરલ નરવણેનું નામ મોખરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર નરવણે જ દેશના બીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બની શકે છે. જો કે, હાલ આ અંગે શંકા યથાવત છે. ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. ત્યારથી આ પોસ્ટ ખાલી પડી છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

IPL 2022 LSG vs RCB Live Streaming: લખનૌ અને બેંગ્લોર વચ્ચે ટક્કર થશે, કેવી રીતે, ક્યારે અને ક્યાં મેચ જોવી

આ પણ વાંચો :

ગુજરાતમાં 20 અને 21 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી, 35થી 40 પ્રતિ કિમી કલાકની ઝડપે પવન ફુંકાશે

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">