Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

અહીં કિશિદા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય તેઓ 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે.

જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા, પીએમ મોદી સાથે કરશે મુલાકાત
Japan PM Fumio Kishida
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 5:08 PM

જાપાનના (Japan) વડાપ્રધાન ફુમિયો કિશિદા (Fumio Kishida) શનિવારે બે દિવસની મુલાકાતે દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કિશિદાનું સ્વાગત કર્યું હતું. અહીં કિશિદા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ સિવાય તેઓ 14મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે. જાપાનના અખબારે અહેવાલ આપ્યો છે કે કિશિદા તેમની મુલાકાત દરમિયાન ભારતમાં જાપાની કંપનીઓ દ્વારા સીધા રોકાણમાં વધારો અને ક્ષમતા વિસ્તરણની જાહેરાત કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન કિશિદા લગભગ 300 બિલિયન યેનની લોન પર સહમત થવાની અપેક્ષા છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો કાર્બન ઘટાડવા સંબંધિત ઊર્જા સહયોગ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરે તેવી અપેક્ષા છે. અખબારે અહેવાલ આપ્યો છે કે કિશિદા ભારતમાં 5,000 બિલિયન યેનના રોકાણની પણ જાહેરાત કરી શકે છે. આ રોકાણ આગામી પાંચ વર્ષમાં કરવામાં આવશે. અખબારે જણાવ્યું હતું કે 5,000 બિલિયન યેનનું રોકાણ કિશિદાના પુરોગામી શિન્ઝો આબે દ્વારા 2014 માં જાહેર કરાયેલ 3,500 બિલિયન યેન રોકાણ અને ભંડોળ ઉપરાંત હશે.

રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી
સારા તેંડુલકર દરિયા કિનારે કેમ જાય છે?

પીએમ મોદીએ આમંત્રણ આપ્યું હતું

જાપાન હાલમાં ભારતના શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ જાપાનની શિનકાનસેન બુલેટ ટ્રેન ટેક્નોલોજી પર આધારિત હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. વડાપ્રધાન કિશિદા આર્થિક પરિષદ દરમિયાન જાહેર-ખાનગી ભંડોળની જાહેરાત પણ કરવાના છે. જાપાનના વડાપ્રધાન શનિવારે બે દિવસની ભારત મુલાકાતે આવ્યા છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ સમિટમાં બંને પક્ષોને દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પરિમાણોની સમીક્ષા કરવાની અને તેને આગળ લઈ જવાના માર્ગો પર વિચાર કરવાની તક મળશે.

વ્યૂહાત્મક સંબંધો ગાઢ થયા

ભારત અને જાપાનની વાત કરીએ તો બંને દેશોએ પોતાના વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવ્યા છે. બંને દેશો મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની વાત કરે છે. આ સાથે સંરક્ષણ, સુરક્ષા અને પ્રાદેશિક સંદર્ભમાં પણ પ્રગતિ થઈ છે. એક્ટ ઈસ્ટ ફોરમમાં ભારત અને જાપાન પણ સામેલ છે. તેની સ્થાપના કરવાનો નિર્ણય 2017ની સમિટમાં લેવામાં આવ્યો હતો. તેનો હેતુ પૂર્વોત્તર ભારતમાં કનેક્ટિવિટી, ફોરેસ્ટ મેનેજમેન્ટ અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રોમાં વિકાસ પરિયોજનાઓનું સંકલન કરવાનો છે.

આ પણ વાંચો : Punjab Cabinet: CM ભગવંત માનની પ્રથમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, 25 હજાર પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી

આ પણ વાંચો : Maharashtra: અઘાડીના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, શિવસેનાના સાંસદે કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેના દાવા પર કર્યો વળતો પ્રહાર

g clip-path="url(#clip0_868_265)">