સતત હાથ હલાવતા નાના બાળકને પીએમ મોદીએ કહ્યું કંઈક આવું, જુઓ ભાજપે શેર કરેલો વીડિયો

|

Feb 11, 2024 | 6:23 PM

મધ્યપ્રદેશના ઝાબુઆમાં આદિવાસી મહાસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ચૂંટણીનો પ્રચાર કરવા નથી આવ્યો પરંતુ તમારા સેવક તરીકે તમારી સમક્ષ આવ્યો છું. અમારી ડબલ એન્જિન સરકાર મધ્યપ્રદેશમાં બમણી ઝડપે કામ કરી રહી છે. આ પહેલા PM મોદીએ 7550 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો હતો.

સતત હાથ હલાવતા નાના બાળકને પીએમ મોદીએ કહ્યું કંઈક આવું, જુઓ ભાજપે શેર કરેલો વીડિયો
PM Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે રવિવારે મધ્યપ્રદેશના ઝાબુઆમાં આદિવાસી મહાસભાને સંબોધિત કરી હતી. લી દરમિયાન પીએમ મોદીનો એક બાળક પ્રત્યે અદભૂત પ્રેમ પણ જોવા મળ્યો હતો. પીએમ મોદીએ એક બાળકને હાથના દુખાવાથી બચવા હાથ હલાવીને સતત અભિવાદન ના કરવાની સલાહ આપી હતી. પીએમ મોદીને નાના બાળક પ્રત્યેના પ્રેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

જ્યારે પીએમ મોદી રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમની સામે એક નાનું બાળક તેના પિતાના ખભા પર બેસીને સતત હાથ હલાવીને પીએમ મોદીનું અભિવાદન કરી રહ્યું હતું. થોડી જ વારમાં પીએમ મોદીની નજર તે બાળક પર પડી. પીએમ મોદીએ મંચ પરથી જ કહ્યું, દીકરા મને તારો પ્રેમ મળ્યો છે. મહેરબાની કરીને હવે તારો હાથ નીચો રાખ, નહીં તો તને દર્દ થશે. બાળકને એક વ્યક્તિએ પકડી રાખ્યું હતું જે કદાચ તેના પિતા હતા. ભીડની સાથે બાળક પણ ખુશીથી બૂમો પાડી રહ્યો હતો.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ભાજપે વીડિયો શેર કર્યો

મધ્યપ્રદેશ બીજેપીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર પીએમ મોદીના બાળક પ્રત્યેના પ્રેમ અને તેને ભોગવવી પડનારી વેદનાની ચિંતાનો વીડિયો શેર કર્યો છે. વીડિયો જોયા બાદ લાગે છે કે બાળકની ઉંમર આશરે 4-5 વર્ષની આસપાસ હશે. પીએમ મોદીની અપીલ બાદ બાળકે પોતાનો હાથ નીચો કર્યો હતો.

મહાસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર આદિવાસીઓના હિત માટે કામ કરી રહી છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસને ચૂંટણી સમયે જ ગામડાઓ, ગરીબો અને ખેડૂતો યાદ આવે છે. આગામી બે-ત્રણ મહિનામાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીની મધ્યપ્રદેશની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા પીએમ મોદીએ વિધાનસભા ચૂંટણીમાં જંગી રેલી કરી હતી.

કોંગ્રેસ લોકોને લૂંટવાનું કામ કરે છે

પીએમે કહ્યું કે અમે સિકલ સેલ એનિમિયા વિરુદ્ધ અભિયાન વોટ માટે નહીં પરંતુ આદિવાસીઓના સ્વાસ્થ્ય માટે શરૂ કર્યું છે. કોંગ્રેસ જ્યારે સત્તામાં હોય છે ત્યારે લોકોને લૂંટવાનું કામ કરે છે અને જ્યારે સત્તામાંથી બહાર હોય છે ત્યારે લોકોને લડાવવાનું કામ કરે છે. પીએમએ કહ્યું કે લૂંટ અને ભાગલા કોંગ્રેસનું ઓક્સિજન છે.

Next Article