સોમનાથ મંદિરને તોડનારા, લૂંટનારા અને લાખો હિંદુઓની કતલેઆમ કરનારા આ મુસ્લિમ આક્રાંતાની પાકિસ્તાન કેમ કરે છે પૂજા?
મહાશિવરાત્રીના પર્વે વાત કરવી છે સોમનાથ મંદિરને લૂંટનારા, 25 વર્ષમાં 17-17 વાર ભારત પર આક્રમણ કરનારા, લાખો હિંદુઓને મોતને ઘાટ ઉતારનારા મહમુદ ગઝની વિશે. જો કે બહુ ઓછા લોકો જાણતા હશે કે ભારતમાં બેફામ લૂંટફાટ મચાવનારા, અનેક નિર્દોષો ને તલવારના જોરે મોતને ઘાટ ઉતારનારા આ મુસ્લિમ આક્રાંતાને આપણો પડોશી દેશ પાકિસ્તાન ઈશ્વરની જેમ પૂજે છે અને તેને ઈસ્લામનો મસીહા અને સૌથી મોટો જેહાદ્દી પણ ગણાવે છે.

ભારતથી સેંકડો કિલોમીટર દૂર રહેલા એક શખ્સને પુસ્તકના માધ્યમથી જાણ થાય છે કે ભારત એક નબળો પરંતુ ખૂબ ધનવાન દેશ છે અને જો ત્યાં કોઈપણ રાજાને હરાવી દેવામાં આવે તો લખલૂટ ખજાનો મળશે. એ શખ્સે ખજાનાની લાલચમાં ભારત પર 1 કે 2 વખત નહીં પરંતુ 17 વખત ચડાઈ કરી અને આ 17 માંથી એક હુમલામાં આ આક્રાંતાએ ભારતના સૌથી મોટા મંદિરો પૈકી એક સોમનાથ મંદિરને લૂંટ્યુ. આ હુમલા બાદ જ ભારતમાં તેને એક આક્રાંતા તરીકે જોવામાં આવે છે. જ્યારે કેટલાક લોકો તેને ઈસ્લામનો ફેલાવો કરનારા જેહાદ્દી તરીકે પણ ઓળખાવે છે. જો કે સૌથી વધુ ધૃણાસ્પદ બાબતો એ છે કે આજે આ આક્રાંતા પાકિસ્તાનમાં ખૂબ ફેમસ છે અને તેની મિસાઈલ અને એરિયા સહિતના નામ આ આક્રમણકર્તાના નામ પરથી રાખે છે. એ ક્રુર આક્રાંતાનું નામ છે મહમુદ ગઝની. ...