
ઈતિહાસમાં 1 મેનો દિવસ મજૂર દિવસ (Labour Day) તરીકે નોંધાયેલો છે. વિશ્વમાં મજૂર દિવસ ઉજવવાની પ્રથા લગભગ 135 વર્ષ જૂની છે. કામદારોએ કામના કલાકો નક્કી કરવાની માંગણી માટે 1877માં આંદોલન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન તે વિશ્વના વિવિધ દેશોમાં ફેલાવા લાગ્યો. 1 મે, 1886ના રોજ સમગ્ર અમેરિકા (America)માંથી લાખો કામદારોએ એક સાથે હડતાળ શરૂ કરી. જેમાં 11,000 કારખાનાઓના ઓછામાં ઓછા 3,80,000 કામદારોએ ભાગ લીધો હતો અને ત્યાંથી 1 મેની મજૂર દિવસ તરીકે ઉજવણી શરૂ થઈ હતી.
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ (Covid-19) વિશે વાત કરીએ તો બે વર્ષ પહેલા 30 એપ્રિલે દેશમાં કોવિડ (Covid-19) સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 1,152 પર પહોંચી હતી, જ્યારે કે આ મહામારીથી સંક્રમિતોની સંખ્યા વધીને 35,565 થઈ ગઈ છે. દેશના ઈતિહાસમાં 1 મેની તારીખે નોંધાયેલી અન્ય મહત્વની ઘટનાઓનો ક્રમ નીચે મુજબ છે.
આ પણ વાંચો: જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો