New Parliament Coin Release: નવા સંસદ ભવનનું થઈ ગયુ ઉદ્ઘાટન, વડાપ્રધાન મોદીએ રૂપિયા 75નો સિક્કો બહાર પાડ્યો
PM મોદીએ આજે લોન્ચ કરેલા ₹75ના ખાસ સિક્કાની એક તરફ અશોકનું પ્રતીક કોતરેલું છે. તેની બીજી બાજુ દેવનાગરીમાં 'ભારત' અને એક બાજુ રોમનમાં 'India' લખેલું છે.
Delhi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) આજે નવી સંસદ રાષ્ટ્રને સમર્પિત કરી છે. આ ઐતિહાસિક અવસર પર પીએમ મોદીએ ₹75નો ખાસ સિક્કો બહાર પાડ્યો. એક ટપાલ ટિકિટ પણ લોન્ચ કરી. આ ખાસ સિક્કા અને ટપાલ ટિકિટનું વિમોચન નવા સંસદ ભવનની લોકસભા ચેમ્બરમાં કરવામાં આવ્યું હતું, જ્યાં આ ઉદ્ઘાટન સમારોહના બીજા તબક્કાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Hon’ble Prime Minister Shri @narendramodi releases the commemorative Rs 75 coin in the new Parliament during the inauguration ceremony. #MyParliamentMyPride pic.twitter.com/BpFmPTS5sT
— NSitharamanOffice (@nsitharamanoffc) May 28, 2023
નાણા મંત્રાલય હેઠળ કામ કરતા આર્થિક બાબતોના મંત્રાલયે ₹75નો વિશેષ સિક્કો લોન્ચ કરવા અંગે ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે. તે મુજબ સિક્કાનું વજન 34.65થી 35.35 ગ્રામની વચ્ચે છે.
આ માટે ખાસ છે રૂપિયા 75નો સિક્કો
PM મોદીએ આજે લોન્ચ કરેલા ₹75ના ખાસ સિક્કાની એક તરફ અશોકનું પ્રતીક કોતરેલું છે. તેની બીજી બાજુ દેવનાગરીમાં ‘ભારત’ અને એક બાજુ રોમનમાં ‘India’ લખેલું છે.
તેના પર અશોકની પ્રતિમાની નીચે ‘₹75’ કોતરવામાં આવેલ છે. જ્યારે સિક્કાની બીજી બાજુ સંસદ ભવન સંકુલ કોતરવામાં આવ્યું છે. સાથે જ તસવીરની નીચે ‘2023’ લખવામાં આવ્યું છે. આ સિક્કાની વિશેષતા એ છે કે તેમાં તેના વજનના 50 ટકા જેટલી ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે તેને 40 ટકા કોપરથી મોલ્ડ કરવામાં આવ્યું છે. આ સિવાય તેમાં માત્ર 5 ટકા જસત અને 5 ટકા નિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પોસ્ટેજ સ્ટેમ્પ પર ‘સંસદ સંકુલ’ જોવા મળશે
આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી. આ સ્ટેમ્પ પર ‘સંસદ સંકુલ’ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ‘સંસદ સંકુલ’માં નવા સંસદ ભવનની બાજુમાં જૂનું સંસદ ભવન પણ દેખાય છે.