New Parliament Building : તો આ માટે ઉભી થઈ નવા સંસદ ભવનની જરુરીયાત, ખુદ PM મોદીએ જણાવ્યું કારણ
પીએમ મોદીએ કહ્યું કે જૂની સંસદમાં ઘણી સમસ્યાઓ હતી. આવી સ્થિતિમાં નવી સંસદ સમયની જરૂરિયાત ઉભી થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં સાંસદોની સંખ્યા પણ વધશે, તેથી જ નવી સંસદનું નિર્માણ કરવું જરૂરી હતું.
દેશની નવી સંસદને પ્રથમ વખત સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને દેશની જનતાનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે નવા માર્ગો પર ચાલીને જ નવા રેકોર્ડ બનાવી શકાય છે. આ સાથે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે દેશને નવા સંસદ ભવનની જરૂર કેમ પડી? પીએમ મોદીએ કહ્યું કે નવી સંસદનું નિર્માણ એ સમયની જરૂરિયાત છે.
નવા સંસદ ભવનની જરુરીયાત પર PMએ જણાવ્યું કારણ
પીએમ મોદીએ કહ્યું કે જૂની સંસદમાં ઘણી સમસ્યાઓ હતી. આવી સ્થિતિમાં નવી સંસદ સમયની જરૂરિયાત ઉભી થઈ હતી. પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં સાંસદોની સંખ્યા પણ વધશે, તેથી જ નવી સંસદનું નિર્માણ કરવું જરૂરી હતું. દરેક વ્યક્તિ જાણે છે કે સંસદની જૂની ઇમારતમાં દરેક માટે પોતાનું કામ પૂરું કરવું કેટલું મુશ્કેલ છે. ટેક્નોલોજીથી લઈને સાંસદોના બેસવા સુધીની દરેક બાબતમાં જૂની સંસદ ભવમાં સમસ્યા સર્જાતી હતી.
બે દાયકાથી વધુ સમયથી ચર્ચા ચાલી રહી છે – પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે નવા સંસદભવનના નિર્માણ માટે બે દાયકાથી વધુ સમયથી ચર્ચા ચાલી રહી હતી. આવી સ્થિતિમાં નવા સંસદ ભવનનું નિર્માણ થવુ જોઈએ તે સમયની જરૂરિયાત હતી. પીએમ મોદીએ કહ્યું, મને ખુશી છે કે આ નવી ભવ્ય ઇમારત આધુનિક સુવિધાઓથી ભરેલી છે. તેમણે કહ્યું કે આ નવી ઇમારત સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. તેઓ આત્મનિર્ભર ભારતના સૂર્યોદયના સાક્ષી બનશે. તે વિકસિત ભારતના સંકલ્પોની પરિપૂર્ણતા પણ જોશે.
PMએ સંસદ ભવનના મહત્વ પર ભાર મુક્યો
આ સાથે પીએમ મોદીએ નવા સંસદ ભવનના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે તે દરેક ભારતીયની ફરજની ભાવના જાગૃત કરશે. તે ભારતના નિર્માણમાં આપણા બધા માટે એક નવી પ્રેરણા બનશે. પીએમ મોદીના મતે સફળતાની પહેલી શરત છે સફળ થવાનો વિશ્વાસ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યુ છે. 971 કરોડના ખર્ચે બનેલી નવી સંસદ અનેક વિશેષતાઓ અને આકર્ષણો ધરાવે છે. તે વિવિધતામાં એકતાનું પ્રતીક છે, તેને 135 કરોડ ભારતીયોની આકાંક્ષાના પ્રતીક તરીકે પણ વર્ણવવામાં આવ્યું છે. જો કે વર્તમાન સંસદ ભવન અને નવા સંસદ ભવન વચ્ચે ઘણા તફાવતો છે.