Amreli : શું સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન ? છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવનાર મહિલા આરોપીની ધરપકડ, જુઓ Video
અમરેલીના મોટી કુંકાવાવમાં ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. વડિયા પોલીસ સ્ટેશનમાં 26 નવેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી.
અમરેલીના મોટી કુંકાવાવમાં ગેંગરેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી છે. વડિયા પોલીસ સ્ટેશનમાં 26 નવેમ્બરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ બાદ આ કેસ મામલે વધુ એક ફરિયાદ દાખલ થઇ છે.
દેહ વ્યાપાર કરાવતી મહિલા આરોપીની ધરપકડ
અમરેલીના ઓમનગરમા મકાન ભાડે રાખીને રહેતી એક મહિલા અને દીપક નામનો દલાલ ગરીબ વર્ગની છોકરીઓને પોતાના રહેણાંક મકાનમાં રાખી તેને જૂદી-જૂદી જગ્યાએ દેહ વ્યાપારનો ધંધો કરાવવા મોકલતા હતા. દેહવ્યપાર કરાવતી આરોપી મહિલા અને દીપક નામના દલાલ સામે પોલીસે ગુનો દાખલ કરીને આરોપી મહિલાને ઝડપી લીધી છે. જેની પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ પુછપરછમાં હજી અન્ય લોકોના નામ ખુલવાની શક્યતા છે.
Latest Videos