Mahesana : PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ, 4 હોસ્પિટલને ફટકાર્યો 5 ગણો દંડ, જુઓ Video
ખ્યાતિ હોસ્પિટલકાંડના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વાર ગુજરાતમાં PM-JAY યોજના હેઠળ આવતી તમામ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. જે
ખ્યાતિ હોસ્પિટલકાંડના પડઘા ગુજરાતભરમાં પડ્યા છે. જેના પગલે આરોગ્ય વિભાગ દ્વાર ગુજરાતમાં PM-JAY યોજના હેઠળ આવતી તમામ હોસ્પિટલમાં તપાસ હાથ ધરી છે. PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. જે હોસ્પિટલો દ્વારા PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરી દર્દીઓ પાસેથી પૈસા લીધા હતા તેમના પર કડકડ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લાની 4 હોસ્પિટલને 5 ગણો દંડ ફટકારવામાં આવ્યો છે.
7 દિવસમાં પેનલ્ટી જમા કરાવવાનો આદેશ
દર્દીઓ પાસેથી 4 હોસ્પિટલે ડિપોઝિટ સહિત ચાર્જ વસૂલ્યો હતો. જેના પગલે ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટીનો હુકમ કરવામાં આવ્યો છે. 7 દિવસમાં પેનલ્ટી જમા નહીં કરાવે તો પગલા લેવામાં આવશે. કડીની ભાગ્યોદય હોસ્પિટલને 1.10 લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. મહેસાણાની લાયન્સ હોસ્પિટલ 65,435ને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમજ નૂતન જનરલ હોસ્પિટલને 45,850નો દંડ કરવામાં આવ્યો છે.
ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી
શંકુઝ હોસ્પિટલને પણ 6500નો દંડ ફટકારવામાં આવ્યો છે. યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલા લેવામાં આવશે. વિસનગરની ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. 1.14 લાખ દર્દીને પરત કરવા નોટિસ અપાઈ છે. એપેંડીક્સ ઓપરેશન યોજનામાં ના થઈ શકે કહી દર્દી પાસે પૈસા લીધા હતા. ક્રિષ્ના મલ્ટી હોસ્પિટલને દર્દીને 7 દિવસમાં રકમ પરત કરવા નોટિસ આપવામાં આવી છે.