દેવતાઓ પુષ્પો વરસાવતા રહ્યા, ગધેડાઓ ભોકતા રહ્યાં, નવા સંસદ ભવનને લઈ કોંગ્રેસના નેતાનુ વાયરલ થયુ ટ્વિટ

|

May 28, 2023 | 4:17 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ પર કોંગ્રેસના નેતાનું ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.

દેવતાઓ પુષ્પો વરસાવતા રહ્યા, ગધેડાઓ ભોકતા રહ્યાં, નવા સંસદ ભવનને લઈ કોંગ્રેસના નેતાનુ વાયરલ થયુ ટ્વિટ

Follow us on

New parliament Building Inauguration : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભારતની નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું. ભવ્ય અને અત્યાધુનિક સંસદ ભવન ભારતની ઉભરતી આકાંક્ષાઓ અને જરૂરિયાતો અનુસાર બનાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 20 જેટલા વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. જ્યારે, 25 થી વધુ પક્ષોએ, નવી સંસદના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે જ્યાં વિપક્ષી દળોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા તો બીજી તરફ કોંગ્રેસના નેતાનું ટ્વીટ ચર્ચાનો વિષય બન્યું છે. તેમનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમણે લખ્યું છે – દેવતાઓએ પુષ્પવર્ષા શરૂ કરી અને ગધેડા ભોંકવા લાગ્યા.

28 મે એ ભારતીય લોકશાહી માટે ઐતિહાસિક દિવસ છે. પીએમ નરેન્દ્ર મોદીએ ભારતીય સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. ત્રિકોણાકાર આકારમાં બનેલી આ ઇમારત અનેક રીતે ખાસ છે. જેમાં લોકસભાની બેઠકોને રાષ્ટ્રીય પક્ષી મોરનો આકાર આપવામાં આવ્યો છે, જ્યારે રાજ્યસભાની બેઠકોને રાષ્ટ્રીય ફૂલ કમળનો આકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સંસદમાં એક વટવૃક્ષ પણ છે. સંસદ ભવનમાં ઘણા અનોખા આકારો છે. જે તેને વધુ આકર્ષક બનાવે છે. આ અવસર પર પીએમ મોદીએ રાજદંડનું પ્રતીક સેંગોલ લોકસભા સ્પીકર ઓમ બિરલાની બેઠકની બાજુમાં સ્થાપિત કર્યું.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

વિપક્ષની આકરી પ્રતિક્રિયા

નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પહોંચ્યા ન હતા. આ કાર્યક્રમનો 20 વિપક્ષી દળોએ બહિષ્કાર કર્યો હતો. વિપક્ષે આરોપ લગાવ્યો કે તેનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા થવું જોઈતું હતું પરંતુ, ભાજપે વિપક્ષ દ્વારા રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. જો કે, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં નાના મોટા 25થી વધુ પક્ષોએ ભાગ લીધો હતો. જ્યારે આરજેડીએ સંસદ ભવનને તાબૂત સાથે સરખાવ્યું તો અન્ય પક્ષોએ ભાજપ પર નવી સંસદના બહાને રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો.

કોંગ્રેસના નેતાનું ટ્વીટ ચર્ચામાં છે

વિપક્ષ દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન કાર્યક્રમના બહિષ્કાર વચ્ચે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે ટ્વીટ કર્યું છે. તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમણે હેશટેગ #myparilamentmypride સાથે લખ્યું છે, ધર્મ “દંડ”
સ્થાપિત થઈ ગયો છે, દેવતાઓએ “ફૂલ” વરસાવ્યા અને “ગધેડા” ઓ ભોંકતા રહ્યાં.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:52 pm, Sun, 28 May 23

Next Article