સરકાર ન્યૂઝ પોર્ટલ પર નવા IT નિયમ લાદવાની વેતરણમાં, NBA એ કહ્યું કે મીડિયા પહેલેથી નિયમો અને કાયદાની ગાઈડલાઈનમાં જ છે
NBA એ પત્ર લખીને કહ્યું છે કે ન્યૂઝ મીડિયાને આઇટી નિયમ 2021 ની હેઠળ સમાવવાની જરૂર નથી. કારણ કે તેને પહેલાથી જ વિવિધ નિયમો, કાયદા, માર્ગદર્શિકા દ્વારા પૂરતા પ્રમાણમાં નિયમન કરવામાં આવે છે.
સમાચાર સંસ્થાઓની દેશની સૌથી બોડી નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન (NBA) એ ગુરુવારે સુચના અને પ્રસારણ મંત્રાલનને પત્ર લખ્યો છે. પત્રમાં ચેનલ દ્વારા પ્રકાશિત ડિજિટલ સમાચારોને IT નિયમ 2021 માં છૂટ આપવાની માંગ કરી છે. અને કહ્યું છે કે સમાચાર સંસ્થાઓ પર પહેલાથી જ વિવિધ વિધિઓ, કાયદા, દિશાનિર્દેશો, કોડ અને નિયમનો દ્વારા જ “પર્યાપ્ત નિયમન” છે.
ડિજિટલ મીડિયા પ્રકાશકો, પરંપરાગત મીડિયાથી જોડાયેલા ડિજિટલ સમાચારોના પ્રકાશકો અને ઓવર-ધ-ટોપ (OTT) મીડિયા સર્વિસ પ્લેટફોર્મ્સ તરફથી 15 દિવસની અંદર પોતાની અને તેની સ્વ-નિયમનકારી સિસ્ટમ વિશેની મૂળભૂત માહિતી રજૂ કરવાનું મંત્રાલયે કહ્યું હતું. તેના એક દિવસ પછી આ વાત સામે આવી છે.
NBA એ “પરંપરાગત ટેલિવિઝન ન્યૂઝ મીડિયાને આમાંથી મુક્ત અને બાકાત રાખવા અને તેની ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ પર વિસ્તૃત હાજરી” માટે કહ્યું હતું.
માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને લખેલા પત્રમાં NBA એ કહ્યું કે માહિતી ટેકનોલોજી એક્ટ, 2000 (IT Act, 2000) માં ડિજિટલ ન્યૂઝ મીડિયાના નિયમન પર વિચાર નથી કરવામાં આવ્યો.
તમણે કહ્યું કે આમ છતાં આઇટી નિયમો, 2021 માં અન્ય બાબતો સાથે પરંપરાગત ન્યૂઝ મીડિયા એટલે કે ઇલેક્ટ્રોનિક ટેલિવિઝન ન્યૂઝ મીડિયા, જેમાં ડિજિટલ ન્યૂઝ ફીડ્સ પણ સામેલ છે અને અન્ય ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર તેની હાજરી છે, તેની આઈટી નિયમો હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જે આઇટી એક્ટ, 2000 નું ઉલ્લંઘન છે.
NBA જણાવ્યું છે કે તેની મુખ્ય ચિંતા આઇટી નિયમો, 2021 ની મર્યાદામાં પરંપરાગત ઇલેક્ટ્રોનિક / ટેલિવિઝન ડિજિટલ ન્યૂઝ મીડિયાનો સમાવેશ છે, જ્યારે બંને માધ્યમોની સામગ્રીને નિયંત્રિત કરવા માટે પૂરતા નિયમો અસ્તિત્વમાં છે.
ન્યૂઝ બ્રોડકાસ્ટર્સે કહ્યું કે જ્યારે NBA નવા આઇટી નિયમોની જરૂરિયાતોની પ્રશંસા કરે છે, ત્યારે તે એમ પણ કહે છે કે પરંપરાગત ન્યૂઝ મીડિયાને આઇટી નિયમ 2021 ની હેઠળ સમાવવાની જરૂર નથી. કારણ કે તેને પહેલાથી જ વિવિધ નિયમો, કાયદા, માર્ગદર્શિકા દ્વારા પૂરતા પ્રમાણમાં નિયમન કરવામાં આવે છે.
એનબીએના પ્રમુખે કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન્સ એક્ટ, 1995 (Cable TV Act), કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમ, 1994 (Cable TV Rules), અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ ગાઇડલાઇન્સ 2011 સૂચિબદ્ધ કર્યા છે. જેના માટે પરંપરાગત ન્યૂઝ મીડિયાએ ‘પ્રોગ્રામ કોડ અને એડવર્ટાઇઝિંગ કોડ’ નું પાલન કરવું પડે છે. ઇલેક્ટ્રોનિક મીડિયા નિરીક્ષણ કેન્દ્રો અને NBSA અને BCCC જેવી સ્વ-નિયમનકારી સંસ્થાઓ ચેનલોની પૂરતી દેખરેખ રાખવા માટે હાજર હતી.
એવું કહેવામાં આવ્યું છે કે NBSA એ તે ટેલિવિઝન ચેનલો માટેના કેટલાક આદેશો પણ પસાર કર્યા છે જેમણે માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કર્યું હોય. NBSA આવી ચેનલોને વેબસાઇટ, યુટ્યુબ અથવા કોઈપણથી સામગ્રી દૂર કરવા સૂચના પણ આપે છે.
પરંપરાગત ન્યૂઝ મીડિયાને વિવિધ અન્ય સામગ્રી કાયદા / સામાન્ય કાયદા હેઠળ નિયંત્રિત કરવામાં છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ, 1971, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 2019, ડ્રગ એન્ડ ઓફસેન્ટિવ એડવર્ટાઇઝિંગ એક્ટ, 1954, પ્રતિક અને નામોના અન્યાયી ઉપયોગ અધિનિયમ, 1950, ભારતીય દંડ સંહિતા, 1860 અને ઘણા અન્ય કાયદા આમાં શામેલ છે. પરંપરાગત સમાચાર માધ્યમોના કન્ટેન્ટને આ કાયદા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઘણી વખત આ કાયદાઓનો દુર્ભાવનાથી ખોટી રીતે ઉપયોગ પણ થાય છે.
NBA સભ્યો પહેલેથી જ મંત્રાલયો દ્વારા નિર્ધારિત તમામ નિયમો અને કાયદા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે, જ્યારે આઇટી નિયમો, 2021 ની જોગવાઈઓ લાગુ કરવાની વાત આવે છે, ત્યારે ન્યૂઝ બ્રોડકાસ્ટર્સનું ડિજિટલ ન્યૂઝ માધ્યમ તેમાં એક અપવાદ હોવું જોઈએ.
આગળ પત્રમાં જણાવાયું છે કે ન્યૂઝ ચેનલોને તેમના ઓન-એર અને ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર રજુ કરવામાં આવતા એક જેવા કન્ટેન્ટ માટે બે વાર નિયમન કરવું જોઈએ નહીં. તેથી ન્યુઝ ચેનલોના ડિજિટલ મીડિયા પર ઉપલબ્ધ સિમ્યુલકાસ્ટ ફીડ્સ માટે છૂટ આપવી જોઈએ, જેનો અર્થ એ કે ચેનલોની લાઇવ ફીડ્સ વારાફરતી પ્રસારણ અને ઓનલાઇન પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
પ્રમુખે દુ: ખ વ્યક્ત કર્યું કે આઇટી નિયમો, 2021, વહીવટી નિયમો સૂચવે છે, જે નાના અથવા મધ્યમ કદના પરંપરાગત સમાચાર મીડિયા સંસ્થાઓનું અસ્તિત્વ ટકાવી રાખવાનું અશક્ય બનાવશે. તેમાં એમ પણ કહ્યું હતું કે આઇટી નિયમોમાં ‘અર્ધ-સત્ય’, ‘ગુડ ટેસ્ટ’, ‘સૌજન્ય’ જેવા શબ્દોમાં પણ ખામીઓ છે.