PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આયોજીત ‘યુવા મહોત્સવનું’ ઉદ્ઘાટન કરશે, કર્ણાટકના હુબલીમાં 12 થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાશે આ ઉત્સવ

આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રતિભાશાળી યુવાનોને અનુભવ આપવા તેમજ રાષ્ટ્ર નિર્માણ તરફ પ્રેરિત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે.

PM નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે આયોજીત 'યુવા મહોત્સવનું' ઉદ્ઘાટન કરશે, કર્ણાટકના હુબલીમાં 12 થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાશે આ ઉત્સવ
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2023 | 3:59 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે હુબલીમાં 26માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ વર્ષે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રાજ્ય સરકારના સહયોગથી કર્ણાટકના હુબલીમાં 12 થી 16 જાન્યુઆરી દરમિયાન આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે ​​સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેમના વિચારો અને આદર્શો હંમેશા દેશવાસીઓને માર્ગદર્શન આપશે.

પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી

સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ ટ્વિટ કર્યું, સ્વામી વિવેકાનંદને તેમની જન્મજયંતિ પર નમસ્કાર. તેમનું જીવન હંમેશા દેશભક્તિ, આધ્યાત્મિકતા અને પરિશ્રમની પ્રેરણા આપે છે, તેમના મહાન વિચારો અને આદર્શો દેશવાસીઓને માર્ગદર્શન આપતા રહેશે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવાય છે

આધ્યાત્મિક ગુરુ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રતિભાશાળી યુવાનોને અનુભવ આપવા તેમજ રાષ્ટ્ર નિર્માણ તરફ પ્રેરિત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવે છે. તે દેશના તમામ ભાગોમાંથી વિવિધ સંસ્કૃતિઓને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનામાં સહભાગીઓને બાંધે છે.

આ વર્ષે યુવા ઉત્સવની થીમ ‘વિકસિત યુવા, વિકસિત ભારત’ છે. આ ફેસ્ટિવલમાં 30 હજાર યુવાનો ભાગ લઈ શકશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ કહ્યું છે કે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને તેમની પ્રતિભાની ઝલક બતાવશે. આ ફેસ્ટિવલ યુવા સમિટનું પણ સાક્ષી બનશે, જે G-20 અને Y-20 ઈવેન્ટ્સ સાથે સંબંધિત 5 થીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

આ પણ વાંચો : National Youth Day : અનાહત સિંહથી લઈને ઉમરાન મલિક સુધી, 2023માં ભારત માટે અજાયબીઓ કરી શકે છે આ યુવા ખેલાડીઓ

આઠ સ્વદેશી રમતો-માર્શલ આર્ટનો પણ સમાવેશ કરવામાં આવશે

આ સમિટમાં 60 થી વધુ પ્રતિષ્ઠિત નિષ્ણાતોની ભાગીદારી જોવા મળશે. આ દરમિયાન ઘણા સ્પર્ધાત્મક અને બિન-સ્પર્ધાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં લોકનૃત્ય અને ગીતોનો સમાવેશ થશે, જેનું આયોજન સ્થાનિક પરંપરાગત સંસ્કૃતિઓને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવશે.

બિન-સ્પર્ધાત્મક કાર્યક્રમોમાં યોગાથોનનો સમાવેશ થશે, જેનો ઉદ્દેશ્ય લગભગ 10 લાખ લોકોને યોગ કરવા માટે એકઠા કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના કલાકારો દ્વારા 8 સ્વદેશી રમતો અને માર્શલ આર્ટ પણ રજૂ કરવામાં આવશે. અન્ય આકર્ષણોમાં ફૂડ ફેસ્ટિવલ, યુવા કલાકાર કેમ્પ, એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી, સ્પેશિયલ નો યોર આર્મી, નેવી અને એર ફોર્સ કેમ્પનો સમાવેશ થાય છે.

ઈનપુટ – એજન્સી / ભાષા

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">