AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખ ખાને આપી હાજરી, આ બોલિવૂડ સ્ટાર્સે પણ આવ્યા હતા શપથવિધિમાં

નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ સમારોહમાં બોલિવૂડના કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાને ભાગ લીધો હતો. અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. સમારોહ પહેલા ઘણા ફિલ્મ સ્ટાર્સે પણ સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં શાહરૂખ ખાને આપી હાજરી, આ બોલિવૂડ સ્ટાર્સે પણ આવ્યા હતા શપથવિધિમાં
Image Credit source: Twitter @BJP4india
| Updated on: Jun 09, 2024 | 11:55 PM
Share

આજે એટલે કે 9 જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં માત્ર રાજકારણ સાથે જોડાયેલા લોકો જ હાજર ન હતા, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોએ પણ ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. તેની મેનેજર પૂજા દદલાની પણ તેની સાથે આવી પહોંચી હતી.

શાહરૂખ ઉપરાંત સાઉથ સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર કહેવાતા રજનીકાંતે પણ આ ફંક્શનમાં હાજરી આપી હતી. વિક્રાંત મેસી, રાજકુમાર હિરાણી, અક્ષય કુમાર, રવિના ટંડન, અનુપમ ખેર પણ હાજર હતા. સમારોહમાંથી આ સ્ટાર્સના ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે. એક તસવીર સામે આવી છે, જેમાં શાહરૂખ અને અક્ષય સાથે જોવા મળી રહ્યા છે. બંને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે.

શપથ સમારોહ પહેલા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાણકારી આપી હતી કે તેઓ આ સમારોહમાં હાજરી આપવાના છે. તેણે લખ્યું હતું કે, ભારતના નાગરિક તરીકે, શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવાની આ મારી ત્રીજી તક હશે. આ ચોક્કસપણે ખાસ છે. પરંતુ સૌથી મોટી અને ખાસ વાત એ છે કે ત્રણેય વખત વડાપ્રધાન #SameToSame છે. આજે સાંજે ડાયલોગ પણ સેમ જ હશે! હું નરેન્દ્ર દામોદરદાસ મોદી જય હો! જય હિંદ!

શપથ ગ્રહણ સમારોહ સાંજે 7.15 કલાકે યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. આ પહેલા તેઓ વર્ષ 2014 અને 2019માં ભારતના વડાપ્રધાન બન્યા હતા.

આ બોલિવૂડ સ્ટાર્સે પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા

શપથ ગ્રહણ સમારોહ પહેલા ધર્મેન્દ્ર, અજય દેવગન, રાજકુમાર રાવ અને અન્ય ઘણા ફિલ્મ સ્ટાર્સે સોશિયલ મીડિયા દ્વારા પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. દરેકને અભિનંદન આપતા તેઓએ કહ્યું કે, ફરી એકવાર પીએમ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન.

આ પણ વાંચો: PM મોદી સાથે 71 પ્રધાનોએ લીધા શપથ, 27 OBC, 10 SC, જુઓ સંપૂર્ણ લીસ્ટ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">