સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુરથી લઈ રુપાલા સહિત આ દિગ્ગજોના મોદી 3.0 કેબિનેટમાંથી પત્તા કપાઈ જશે!
રવિવારે સાંજે વડાપ્રધાન મોદી સતત ત્રીજીવાર દેશના વડાપ્રધાન પદ માટે શપથ લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ ભવનમાં આ માટેની તૈયારીઓ પણ જોરશોરથી કરવામાં આવી છે. જોકે ત્રીજી વારના કાર્યકાળમાં સરકારનો હિસ્સો બનતા નવા ચહેરા જોવા મળી શકે છે. જ્યારે સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુર તથા નારાયણ રાણે, પરશોત્તમ રુપાલા, દેવુસિંહ ચૌહાણ સહિત અનેક જાણીતા ચહેરા પ્રધાનમંડળની યાદીમાંથી બહાર થઈ શકે છે.

વડાપ્રધાન પદે ત્રીજીવાર આજે નરેન્દ્ર મોદી શપથ લઈ રહ્યા છે. વડાપ્રધાનના શપથ ગ્રહણ પહેલા જ મોદી મંત્રી મંડળમાં સામેલ થનારા કેટલાક સાંસદોના સંભવિત નામ પણ સામે આવ્યા છે. જે સાંસદ સભ્યો આજે પીએમ પદના નરેન્દ્ર મોદીના શપથ સાથે પ્રધાન તરીકે શપથ લઈ શકે છે. જોકે આ 57 સંભવિતોમાં કેટલાક જાણીતા નામો જોવા મળી રહ્યા નથી. એટલે કે તેમના નામ કપાઈ ચૂક્યા છે.
કેટલાક જાણીતા અને પૂર્વ પ્રધાનો હારવાને લઈને તો કેટલાક અન્ય કારણોસર કપાઈ રહ્યા છે. આ યાદીમાં સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુર તથા નારાયણ રાણે, પરશોત્તમ રુપાલા, દેવુસિંહ ચૌહાણ સહિત અનેક જાણીતા ચહેરાઓ છે, જે બહાર થઈ ચૂક્યા છે.
નવા ચહેરાઓ આવશે નજર
પીએમ તરીકે નરેન્દ્ર મોદી ત્રીજીવાર શપથ લઈ રહ્યા છે. તેમના ત્રીજા કાર્યકાળના પ્રધાન મંડળમાં અનેક નવા ચહેરાઓને પણ સ્થાન મળવા જઈ રહ્યું છે. જેમાં કેટલાક નવા ચૂંટાયેલા અને નવા ચહેરાઓ પણ જોવા મળશે. ગુજરાતમાંથી પણ નવા ચહેરાને જોવામાં આવી રહ્યો છે.
મોદી સરકારના ત્રીજીવારના કાર્યકાળમાં બે પૂર્વ મુખ્યપ્રધાનને પણ મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. જેમાં મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ સાથે હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટરનું નામ પણ મંત્રી મંડળમાં સામેલ છે.
વર્તમાન અને પૂર્વ મંત્રીઓને કેબિનેટમાં સ્થાન મળ્યું નથી
કેબિનેટ પ્રધાન
- નારાયણ રાણે (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી)
- અનુરાગ ઠાકુર (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી)
- પરશોત્તમ રૂપાલા (ચૂંટણી જીત્યા પણ જગ્યા નથી)
- અર્જુન મુંડા (ચૂંટણી હારી ગયા)
- સ્મૃતિ ઈરાની (ચૂંટણી હાર્યા)
- આરકે સિંહ (ચૂંટણી હારી ગયા)
- મહેન્દ્ર નાથ પાંડે (ચૂંટણી હાર્યા)
રાજ્ય કક્ષા પ્રધાન
- અશ્વિની કુમાર ચૌબે (ચૂંટણી લડી ન હતી)
- વીકે સિંહ (ચૂંટણી લડી ન હતી)
- સાધ્વી નિરંજન જ્યોતિ (ચૂંટણી હાર્યા)
- સંજીવ બાલિયાન (ચૂંટણી હાર્યા)
- રાજીવ ચંદ્રશેખર (ચૂંટણી હારી ગયા)
- દર્શના જરદોશ (ટિકિટ મળી નહોતી)
- વી મુરલીધરન (ચૂંટણી હાર્યા)
- મીનાક્ષી લેખી (ટિકિટ મળી નહોતી)
- દેવુસિંહ ચૌહાણ (ચૂંટણી જીત્યા પણ સ્થાન નથી)
અગાઉની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી રહેલા અન્ય ઘણા મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ