જમ્મુ અને કાશ્મીરના સાંબામાં મોર્ટાર શેલના વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે . તો આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. સાંબાના SSP બેનમ તોષે તેને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી છે. તેમણે કહ્યું કે ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની હાલત સ્થિર છે. તેને જીએમસી જમ્મુમાં ખસેડવામાં આવ્યો છે.
આ ઘટના શુક્રવારની હોવાનું સામે આવ્યુ છે. જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લાના ચાંદલી ગામમાં જંગલ વિસ્તારમાંથી મળેલા મોર્ટારમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો હતો.આ વ્યક્તિની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સાંબાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) બેનમ તોષે જણાવ્યું હતું કે, મોર્ટાર શેલ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. તેમણે જણાવ્યુ કે, ચાંદલી ગામમાં એક દુર્ઘટના બની હતી. જંગલ વિસ્તારમાંથી મળેલો મોર્ટાર શેલ ફાટતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો.ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને તેની તબિયત સ્થિર છે. તેને સ્થાનાંતરિત કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સશસ્ત્ર આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થયા હતા અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે બે શહીદ સૈનિકોના મૃતદેહ મળી આવ્યા હતા.
પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF), લશ્કર-એ-તૈયબા (LeT) ની પાકિસ્તાન સ્થિત શાખા, એ હુમલાની જવાબદારી સ્વીકારી છે. જમ્મુમાં સંરક્ષણ વિભાગના જનસંપર્ક અધિકારી (પીઆરઓ) લેફ્ટનન્ટ કર્નલ સુનીલ બરટવાલે કહ્યું કે આતંકવાદીઓ વિશેની મજબૂત ગુપ્ત માહિતીના આધારે બુધવારે રાત્રે પૂંચ જિલ્લાના ધેરા કી ગલી વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ સૈનિકો ઘટના સ્થળ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ બે વાહનો (એક ટ્રક અને એક જીપ્સી) પર ગોળીબાર કર્યો.
Published On - 7:38 am, Sat, 23 December 23