AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: હૈદરાબાદના કાર ગેરેજમાં ભીષણ આગ, લગભગ 15 કાર બળીને ખાખ

મંગળવારે રાત્રે હૈદરાબાદના એલબી નગર વિસ્તારમાં યુઝ્ડ કાર વેચતા ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. કારના સીએનજી સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આખા ગેરેજમાં આગની જ્વાળાઓ ઝડપથી ફેલાઈ ગઈ હતી, 15થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી અને 2 જેટલી કારને નુકસાન થયું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 8:35 AM
Share

Hyderabad: હૈદરાબાદમાં કાર ગેરેજમાં લાગેલી ભીષણ આગ(Fire)માં 15થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મંગળવારે રાત્રે હૈદરાબાદના એલબી નગર વિસ્તારમાં યુઝ્ડ કાર વેચતા ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. કારના સીએનજી સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે આખા ગેરેજમાં આગની જ્વાળાઓ ઝડપથી ફેલાઈ ગઈ હતી, 15થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી અને 2 જેટલી કારને નુકસાન થયું હતું.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips : ભારતના લોકોએ કેમ દોડવુ જોઈએ નહિ, રાજીવ દીક્ષિતે જણાવ્યું કઈ કસરત કરવી જોઈએ, જુઓ Video

આ કાર ગેરેજ રહેણાંક વિસ્તારમાં હોવાને કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેથી આગની જ્વાળાઓ તેમના ઘર સુધી પહોંચી ન જાય. ફાયરની 5-6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે આગ આખા ગેરેજમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી.

આપની જાણકારી માટે જણાવી દઈએ કે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ પાસે 14 માળની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી. 12મા માળે આવેલા બે ફ્લેટમાં આગ લાગી હતી. અહીંથી બે લોકોને બચાવી લેવાયા હતા. આગને કાબુમાં લેવા માટે અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા. મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

મળતી માહિતી મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 14 માળની ઈમારતમાં આગ કેવી રીતે લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગ્યા બાદ અહીં અફરા-તફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. મુંબઈનો બ્રીચ કેન્ડી વિસ્તાર ખૂબ જ પોશ વિસ્તાર છે.

આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ 13મા માળ સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા છે. બીએમસીના જણાવ્યા અનુસાર 14 માળની ઈમારતમાં આગની આ ઘટના રાત્રે 10:26 વાગ્યે બની હતી. મુંબઈના ચેમ્બુરમાં આગની ઘટના ત્રણ દિવસ પહેલા પ્રકાશમાં આવી હતી. અહીં રાત્રે લગભગ 3 વાગ્યે સાત માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. અનેક ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. બાદમાં જણાવ્યું કે શોર્ટ સર્કિટના કારણે આ બિલ્ડિંગમાં આગ લાગી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">