AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કારમી હાર બાદ મમતા બેનર્જીએ CM પદેથી રાજીનામુ આપવાનો કર્યો ઈનકાર- જાણો હવે રાજ્યપાલ પાસે શું રહેશે વિકલ્પ?

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કરારી હાર બાદ નૈતિક રીતે હારની જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાનો ઈનકાર કરી દીધો છે. જેના રાજકીય વર્તુળોમાં સોંપો પડી ગયો છે મમતાએ કહ્યુ કે રાજીનામુ આપવાનો સવાલ જ નથી ઉદ્દભવતો, તેમણે કહ્યુ કે તેઓ હવે રાજભવન નહીં જાય. તો આવો જાણીએ કે હાર બાદ કોઈ CM રાજીનામુ આપવાનો ઈનકાર કરે તો રાજ્યપાલ પાસે શું વિકલ્પ રહે છે.

કારમી હાર બાદ મમતા બેનર્જીએ CM પદેથી રાજીનામુ આપવાનો કર્યો ઈનકાર- જાણો હવે રાજ્યપાલ પાસે શું રહેશે વિકલ્પ?
| Updated on: May 05, 2026 | 6:30 PM
Share

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ CM પદેથી રાજીનામુ આપવાનો ઈનકાર કરી રાજ્યમાં બંધારણીય સંકટ જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે. મમતા બેનર્જીએ મંગળવારે કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન જ્યારે મમતાને પૂછવામાં આવ્યુ કે શું તેઓ રાજીનામુ આપવા રાજભવન જશે તો મમતાએ કહ્યુ કે હું હારી નથી. તો રાજીનામુ આપવાનો સવાલ જ ઉદ્દભવતો નથી હું રાજીનામુ નહીં આપુ.

મમતાએ આ પ્રશ્નનો વિસ્તારથી જવાબ આપતા કહ્યુ કે નૈતિક રીતે તેની જીત થઈ છે. મમતાએ કહ્યુ હું પાર્ટીના સદસ્યો સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરીશ. હું ભાજપના અત્યાચારોને સહન નહીં કરુ, તેમણે કહ્યુ અમારી લડાઈ ભાજપ સાથે ન હતી પરંતુ ચૂંટણી પંચ સામે હતી. ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને કામ કર્યુ.

મમતાએ આ પ્રકારના તેવરથી હાલ તો બંધારણીય સંકટ ઉભુ થઈ શકે છે. જો કે નવી સરકારની રચના પર તેની કોઈ અસર નહીં પડે. વરિષ્ઠ વકીલ શેખર નાફડેએ જણાવ્યુ કે જો તેઓ રાજીનામુ નથી આપી રહ્યા તો બંધારણ અંત્રગત રાજ્યપાલ તેમની સરકારને બરતરફ કરી શકે છે કારણ કે ચૂંટણી પંચે જરૂરી અધિસૂચના અને જનાદેશ જારી કરી દીધો છે.

મુખ્યમંત્રી રાજીનામું ન આપે તો રાજ્યપાલ પાસે શું વિકલ્પ બચે?

લોકસભા સચિવાલયના પૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યના જણાવ્યા અનુસાર જો મમતા બેનર્જી રાજીનામુ ન આપે તો પણ તેનાથી કોઈ મોટો ફર્ક નહીં પડે કારણ કે વિધાનસભાનો કાર્યકાળ 7 મી મે એ સમાપ્ત થાય છે. સામાન્ય રીતે નવા CM ની શપથવિધિ સુધી રાજ્યપાલ જુના CMને કાર્યવાહક CM તરીકેનું પદ સંભાળવાનું કહેતા હોય છે.

બંધારણીય જોગવાઈ જણાવે છે કે પાંચ વર્ષનો કાર્યકાળ પુરો થઈ ગયા બાદ એક સરકારી પદ પર યથાવત્ નથી રહેતી. જો મમતા ચૂંટણીને પડકારે છે તો તે ચૂંટણી યાચિકા દ્વારા થાય છે. જેની સુનાવણી બાદમાં થાય છે. બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે હારેલા મુખ્યમંત્રીને તેના પદ પર બની રહેવાની અનુમતી આપે છે.

વધુમાં પીડીટી આચાર્યે જણાવ્યુ કે SIR ની યાદીમાંથી નામ હટાવવાના મુદ્દા પર તેઓ ચૂંટણીને પડકારી શકે છે પરંતુ તે એક અલગ યાચિકા હશે. ભલે તેના નિર્ણય પર બાદમાં કોઈ પગલા લેવામાં આવે પરંતુ હાલ તે 7-8 મે બાદ મુખ્યમંત્રીની ખુરશી પર ન રહી ન શકે.

આ સામાન્ય જાણકારી બંધારણ અને તેની જોગવાઈ આધારીત છે. વાસ્તવિક સ્થિતિમાં રાજ્યપાલનો નિર્ણય, રાજકીય ગઠબંધન અને સુપ્રીમકોર્ટનો હસ્તક્ષેપ પણ મહત્વપૂર્ણ રહે છે.

માતા હિંદુ, પિતા ઈસાઈ…. ક્યાં ધર્મમાં માને છે થલપતિ વિજય? બની શકે છે તામિલનાડુ આગામી CM

Follow Us
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
રાજકોટ: PGVCLના MDના નામે મોટુ ફ્રોડ, અધિકારીએ ટ્રાન્સફર કર્યા 45 લાખ
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
વડોદરામાં નકલી નોટનો 'મોટો ખેલ'! પોલીસની બાજ નજરે પકડી પાડ્યું નેટવર્ક
"ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા..." જુઓ Viral Video
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
અમદાવાદ: કોંગ્રેસ કોર્પોરેટરનું LC બોગસ? DEO ની તપાસમા થયો મોટો ખુલાસો
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
15 વર્ષથી કેનાલ શોભાના ગાંઠિયા સમાન, પાણી માટે ખેડૂતોની ચીમકી
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
રેપિડો રીક્ષા ચાલકોએ ત્રિકોણબાગ ખાતે નોંધાવ્યો વિરોધ, જુઓ Video
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
ઈશાન કિશનને આ નાનકડા ફેન્સ માટે કંઈક એવુ કર્યુ કે લોકો જોતા રહી ગયા
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
PM મોદી 11 મેના રોજ વડોદરામાં સરદારધામ-3નું કરશે લોકાર્પણ
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
વડોદરા અને દાહોદમાં નાહવા પડેલા કુલ 3 લોકોના મોત
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
g clip-path="url(#clip0_868_265)">