ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે, ગત 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આર જી કર મેડિકલ કોલેજ અને હૉસ્પિટલમાં એક તાલીમાર્થી ડોક્ટર સાથે ક્રૂર બળાત્કાર અને હત્યાના કેસમાં કથિત મૌન માટે કેટલીક બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)ની ટીકા કરી હતી. આ સાથે તેણે કોલકાતામાં એક જુનિયર ડોક્ટર સાથે કથિત બળાત્કાર અને હત્યાની ઘટનાને 2012માં નિર્ભયાની ઘટના કરતાં પણ વધુ બર્બર ગણાવી છે.
ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખરે કહ્યું કે, દેશે એવી સલામત અને વ્યવસ્થિત પ્રક્રિયા અપનાવવી પડશે કે, માનવતાની સેવામાં લાગેલા કોઈપણ વિસ્તારના લોકોને કોઈ ખતરો ન હોય.
As Governor of West Bengal, I had the occasion to express my gratitude to Health Warriors.
In spite of great risk to their families and themselves, they ventured out to save lives of others.
I am yet to come across a doctor who would think twice before attending a person in… pic.twitter.com/VjC1THE9NX
— Vice-President of India (@VPIndia) September 1, 2024
ઉત્તરાખંડના ઋષિકેશમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ આયોજિત કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, વર્ષ 2012માં નિર્ભયા જેવી ઘટના બની હતી, આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને આ ઘટના બાદ કાયદામાં પણ જરૂરી ફેરફાર કરવામાં આવ્યો હતો.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, આખી દુનિયા આપણી તરફ જોઈ રહી છે. જે દેશ આખી દુનિયાને નેતૃત્વ આપી રહ્યો છે અને વસુધૈવ કુટુંબકમની વાત કરી રહ્યો છે, પરંતુ જે દીકરીએ જનતાની સેવા કરવામાં ના તો દિવસ જોયો છે કે ના રાત. તેની અકલ્પનીય સ્તરની નિર્દયતા સાથે હત્યા કરવામાં આવી હતી. જેના કારણે સમગ્ર તબીબ વર્ગ, નર્સિંગ સ્ટાફ, આરોગ્ય યોદ્ધાઓ ચિંતિત અને પરેશાન છે.
What happened on August 9, 2024 was not just an incident.
It was barbarity expressed in extremity, shaming humanity.
The victim happened to be from a category that is ever devoted to saving lives. @aiimsrishi #AIIMSRishikesh pic.twitter.com/CFWHlob31c
— Vice-President of India (@VPIndia) September 1, 2024
તેમણે કહ્યું કે આવી બર્બર ઘટનાઓ સમગ્ર સભ્યતા અને દેશને શરમ લાવે છે અને તે આદર્શોને તોડી નાખે છે જેના માટે આપણો દેશ જાણીતો છે.
નેશનલ મિલિટરી કોલેજ, દેહરાદૂનમાં બોલતા, ઉપરાષ્ટ્રપતિ ધનખરે કહ્યું કે, ઘણી વખત નાની-નાની ઘટનાઓ પર રસ્તા પર આવી જતી હતી તે કેટલીક એનજીઓ એ હવે મૌન ધારણ કરી લીઘુ છે. આપણે તેમને પ્રશ્ન કરવો જોઈએ. તેમનું મૌન 9 ઓગસ્ટ 2024 ના રોજ ઘૃણાસ્પદ અપરાધ કરનારા લોકોના દોષિત કૃત્યો કરતાં પણ વધુ ખરાબ છે.
Certain NGOs that take to the road at the drop of a hat, are now in silence mode.
We have to question them. Their silence is much worse than the culpable act of the perpetrators of this heinous crime.
Those who seek to play politics and earn brownie points, who keep on writing… pic.twitter.com/fiPphacpab
— Vice-President of India (@VPIndia) September 1, 2024
તેમણે વધુમાં કહ્યું કે જે લોકો રાજકારણ રમવા અને પોતાના ફાયદા માટે સતત એકબીજાને પત્રો લખી રહ્યા છે, તેઓ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવામાં નિષ્ફળ રહ્યા છે.
આ પહેલીવાર નથી જ્યારે ઉપરાષ્ટ્રપતિ ધનખરે કોલકાતા હત્યાકાંડને પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હોય. વધુમાં, ધનખરે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) ના પ્રમુખ કપિલ સિબ્બલની પણ ટીકા કરી હતી, જેમણે એક અહેવાલ ઠરાવમાં આ ઘટનાને “લાક્ષણિક અસ્વસ્થતા” તરીકે વર્ણવી હતી અને સૂચવ્યું હતું કે આવી ઘટનાઓ સામાન્ય છે.