કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે વન નેશન-વન ઇલેક્શનની હિમાયત ?

|

Sep 18, 2024 | 4:53 PM

મોદી સરકારની કેબિનેટ બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસના રોજ આપેલા ભાષણમાં પણ વન નેશન વન ઈલેકશનની વાત કરી હતી. પરંતુ અહીં સવાલએ થાય છે કે વડા પ્રાધાન કેમ વન નેશન વન ઈલેકશનની વાત કરી રહ્યાં છે. શું ખરેખર ભારતને આનાથી લાભ થશે ? સમગ્ર માહિતી આ લેખમાં વિસ્તારથી વાંચો.

કેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે વન નેશન-વન ઇલેક્શનની હિમાયત ?
Image Credit source: TV9 Bharatvarsh

Follow us on

મોદી સરકારની કેબિનેટ બેઠકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઇલેક્શન પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અને સરકારે તેને મંજૂરી આપી હતી.

કેમ નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે આની હિમાયત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વર્ષે 15 ઓગસ્ટે એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પર કરેલા સંબોધનમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણીની વાત કરી હતી. તેમણે કહ્યું કે દેશમાં અવારનવાર થતી ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. આ સાથે જ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે વન નેશન-વન ઈલેકશન અંગે વિચારવુ જોઈએ. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણી પહેલા પણ ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં તેને મુખ્ય રીતે સામેલ કર્યું હતું.

આચાર સંહિતાના પગલે વિકાસના કાર્યો અટવાશે નહિં

દેશમાં રાજ્યસભા અને લોકસભાની ચૂંટણી અલગ – અલગ થવાના કારણે વિકાસના કામમાં અવરોધ થયા છે. જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાં 2 મહિના અગાઉ આચાર સંહિતા લગાવવામાં આવે છે. જેના પગલે ચૂંટણી વિસ્તારોમાં નવા પ્રોજેક્ટ હોય કે વિકાસના કાર્યો હોય તેમાં અડચણ આવે છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આચાર સંહિતાના પગલે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતા નથી. કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે. આચાર સંહિતા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે. બીજી તરફ ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવવા માટે પ્રજાને અનેક વચનો આપી બેસતા હોય છે.

સરકારી તંત્ર વ્યવસ્થામાં ખર્ચમાં વધારો

વન નેશન વન ઈલેકશનનો કાયદો લાગુ પડવાથી સરકારી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. જેથી બચત થયેલા નાણાને સરકાર અન્ય વિકાસ કાર્યો અથવા તો નાગરિકોને લાભ મળે તેવી યોજનામાં ઉપયોગ કરી શકે છે. દેશના અલગ – અલગ રાજ્યમાં જુદા સમયે ઈલેકશન કરવાથી સરકારને કર્મચારીઓને સમય કરતા વધારે કામ કરવા માટે વધારાનું વેતન ચુકવવુ પડે છે. જુદા જુદા સમયે ઈલેકશન હોવાના કારણે વહીવટી તંત્ર વ્યસ્થ રહે છે. જેથી અન્ય મહત્તવપૂર્ણ કાર્યો અટકી જાય છે.

સરકારી તંત્ર થઈ જાય છે વ્યસ્ત

આ ઉપરાંત ચૂંટણી સમયે કોઈ દુર્ઘટના ન બને તે માટે પણ ઈલેકશન કમિશનને ખાસ તૈયારીઓ કરવી પડે છે. જેના પગલે કેટલીક વાર કાર્મચારીઓનો સમય પણ વેડફાય છે. આ ઉપરાંત ચૂંટણીના કેટલાક મહત્વના કામમાં અધિકારી વ્યસ્ત રહેવાના કારણે અનેક મહત્વના વિકાસલક્ષી કાર્યો અટવાઈ જાય છે.

Published On - 4:41 pm, Wed, 18 September 24

Next Article