અમેરિકાની ભૂલનું પરિણામ ભોગવી રહ્યું છે ભારતનું કાશ્મીર, જાણો કેવી રીતે ?

|

Jul 19, 2024 | 12:57 PM

યુએસ આર્મી અફઘાનિસ્તાન તેમના પડાવ દરમિયાન, વાતચીત માટે ઇરિડિયમ સેટેલાઇટ કમ્યુનિકેશન સેટનો ઉપયોગ કરતા હતા. આ જ સેટ હવે કાશ્મીર ખીણમાં સક્રિય જોવા મળે છે.

અમેરિકાની ભૂલનું પરિણામ ભોગવી રહ્યું છે ભારતનું કાશ્મીર, જાણો કેવી રીતે ?

Follow us on

વર્ષ 2021માં અફઘાનિસ્તાન છોડતી વખતે અમેરિકાની સેનાએ પોતાના આધુનિક શસ્ત્ર સંરજામ અને અન્ય લડાકુ સાધનો અફઘાનિસ્તાનમાં જ છોડી દીધા. અમેરિકાની સેનાના આ પગલાથી ભારતે હવે નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. વાસ્તવમાં, આ હથિયારો તાલિબાન આતંકવાદીઓના હાથમાં આવી ગયા હતા. જે હવે પાકિસ્તાનના આતંકવાદીઓ સુધી પહોંચી ગયા છે. આ હથિયારોનો ઉપયોગ હવે ભારત વિરુદ્ધ કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે થઈ રહ્યો છે. યુએસ આર્મી અફઘાનિસ્તાન તેમના પડાવ દરમિયાન, વાતચીત માટે ઇરિડિયમ સેટેલાઇટ કમ્યુનિકેશન સેટનો ઉપયોગ કરતા હતા. આ જ સેટ હવે કાશ્મીર ખીણમાં સક્રિય જોવા મળે છે.

અમેરિકાએ આ શસ્ત્રો અફઘાનિસ્તાનમાં છોડી દીધા

  • 7 અબજ ડોલરથી વધુ મૂલ્યના શસ્ત્રો
  • 3 લાખ 16 હજારથી વધુ નાના હથિયારો
  • 26 હજાર ભારે હથિયારોનો સમાવેશ થાય છે
  • M24 સ્નાઈપર
  • M4 કાર્બાઇન
  • M-16A4 રાઇફલ
  • M249 મશીનગન
  • એએમડી રાઇફલ
  • M4A1 કાર્બાઇન
  • M16 A2/A4 એસોલ્ટ રાઇફલ

7 અબજ ડોલરથી વધુ કિંમતના શસ્ત્રો

રિપોર્ટ અનુસાર, જ્યારે અમેરિકન સેનાએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તેણે 7 અબજ ડોલરથી વધુના ઘાતક હથિયારો અને અન્ય શસ્ત્ર સંરજામ મૂકીને ભાગ્યા હતા. જેમાં 3 લાખ 16 હજારથી વધુ નાના હથિયારો, 26 હજારથી વધુ ભારે હથિયારો, જેમાં M24 સ્નાઈપર, M4 કાર્બાઈન, M-16A4 રાઈફલ, M249 મશીનગન, AMD રાઈફલ, M4A1 કાર્બાઈન, M16 A2/A4 એસોલ્ટ રાઈફલ જેવા હથિયારોનો સમાવેશ થાય છે.

યુએસ આર્મી અફઘાનિસ્તાનમાં 48 મિલિયનની ડોલરની કિંમતના 1,537,000 જીવતા કારતુસ પણ મૂકીને ભાગ્યા હતા. 42000 નાઇટ વિઝન સર્વેલન્સ, બાયોમેટ્રિક અને પોઝિશનિંગ સાધનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો તાલિબાને પણ આ હથિયારો મોટાપાયે વેચ્યા છે. જેમાંથી એક M4 કાર્બાઈન 2400 ડોલરમાં અને એક AK-47 130 ડોલરમાં વેચાઈ હતી. નાઇટ વિઝન કેમેરા 500 થી 1000 ડોલરમાં વેચાયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં ઉપયોગમાં લેવાતા હથિયારો, પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદીઓને અપાઈ રહ્યાં છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

જ્યારે અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાન છોડ્યું, ત્યારે તેણે 7 બિલિયન ડોલરથી વધુના શસ્ત્ર સંરજામ અને અન્ય લાડકુ સાધનો ત્યાંને ત્યાં જ છોડીને ચાલતી પકડી હતી. હવે આ હથિયારો પાકિસ્તાનના આતંકવાદીઓ સુધી પહોંચી ગયા છે. આ હથિયારોનો ઉપયોગ હવે ભારત વિરુદ્ધ કાશ્મીરમાં આતંક ફેલાવવા થઈ રહ્યો છે. યુએસ આર્મી દ્વારા અફઘાનિસ્તાનમાં ઇરિડિયમ સેટેલાઇટ કમ્યુનિકેશન સેટનો ઉપયોગ કરતા હતા. આ જ સેટ હવે કાશ્મીર ખીણમાં સક્રિય જોવા મળે છે.

અફઘાનિસ્તાનમાં 3 લાખથી વધુ શસ્ત્રો

M-4 કાર્બાઇન, 1980 ના દાયકામાં ડિઝાઇન કરીને વિકસાવવામાં આવી હતી. તેનો ઉપયોગ યુએસ તેમજ નાટોના સભ્ય દેશો અને પાકિસ્તાનના વિશેષ દળો અને વિશેષ એકમો દ્વારા કરવામાં આવે છે. M-4 કાર્બાઇનનો ઉપયોગ સીરિયા, લિબિયાથી લઈને ઈરાક અને અફઘાનિસ્તાન સુધી થતો હતો.

જૈશ અને લશ્કરની ગુપ્ત બેઠક

ગુપ્તચર અહેવાલો અનુસાર, જૂન 2024માં પાકિસ્તાનમાં બે મોટી બેઠકો યોજાઈ હતી. એક બેઠક લશ્કરના અબ્દુલ રહેમાન મક્કીએ લાહોરમાં અને બીજી બેઠક જૈશના મુફ્તી અબ્દુલ રઉફ દ્વારા બહાવલપુરમાં યોજાઈ હતી. આ બેઠકમાં લશ્કર-એ-તૈયબાએ, કાશ્મીરમાં તેના આતંકવાદીઓને વધુમાં વધુ હથિયારો પહોંચાડવાનો નિર્ણય લીધો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સાથે સુરક્ષા દળોની હિલચાલ વિશે માહિતી મેળવવા માટે બાતમીદારો અને જમીન પર કામ કરનારાઓને સક્રિય કરવા પર પણ સહમતિ થઈ હતી. સૌથી મોટી વાત એ છે કે આ બંને બેઠકો પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના આશ્રય હેઠળ થઈ હતી.

Next Article