ગુજરાતમાં શિક્ષણ મોડલ પર સવાલ ઉઠાવનારા કેજરીવાલ દિલ્લી LGના “લેટરબોમ્બ” થી બેકફુટ પર, વાંચો શું છે લેટર
દિલ્લી વિધાનસભા સત્ર સમાપ્ત થયા બાદ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાએ મુખ્યમંત્રીના નિવેદનોને ખોટા અને ભ્રામક ગણાવ્યા હતા. એલજીએ કહ્યું કે શાળાઓમાં વિદ્યાર્થીનીઓની હાજરી ઘટી રહી છે.
દિલ્લી વિધાનસભા સત્ર સમાપ્ત થયા બાદ લેફ્ટનન્ટ ગવર્નર વી.કે.સક્સેનાએ મુખ્યમંત્રીના નિવેદનોને ખોટા અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ નિવાસ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળવા બોલાવ્યા હતા. પરંતુ તેઓ તેમના તમામ ધારાસભ્યો સાથે આવવા માંગતા હતા જે તે સમયે શક્ય નહોતું. તેથી તેમણે રાજનીતીથી પ્રેરિત ખોટું નિવેદન આપ્યું કે ઉપરાજ્યપાલ તેને મળવા માંગતા નથી. આ પત્રમાં તેમણે દિલ્લીમાં શિક્ષણના સ્તર પર પણ સવાલો ઉઠાવ્યા છે.
મુખ્યમંત્રીને મોકલવામાં આવેલા પત્રમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ વિધાનસભામાં તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનો સામે વાંધો ઉઠાવ્યો છે. મુખ્યમંત્રીએ વિધાનસભામાં કહ્યું હતું કે એલજી કોણ છે અને ક્યાંથી આવે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે ભારતના બંધારણમાં આનો જવાબ છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી મુખ્યમંત્રી અને તેમના સાથીદારો શિક્ષણ, શિક્ષકો અને તેમની તાલીમનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.
આ સિવાય સોશિયલ મીડિયા પર પણ તેને ઉછાળવામાં આવી રહ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે 2012-13માં જ્યારે દિલ્લીની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી 70.73 ટકા હતી, તે વર્ષ 2019-20માં ઘટીને 60.65 ટકા થઈ ગઈ છે. કોરોનાના સમયે ઓનલાઈન ક્લાસને કારણે માર્ચ 2020થી જૂન 2022 સુધી તે 73.4 ટકા રહ્યી હતી.
પત્રમાં તેમણે લખ્યું છે કે 2009-10માં વિદ્યાર્થીઓની વર્ગ હાજરી 78 ટકાથી વધુ હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે શાળામાં વિદ્યાર્થીઓ ઓછા આવતા હોય છે. 2013-14માં દિલ્લીની સરકારી શાળાઓમાં 16.1 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તે 2019-20માં ઘટીને 15.1 લાખ થઈ ગયા. તે પણ જ્યારે શહેરની વસ્તી વધી રહી છે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધવી જોઈતી હતી.
લેફ્ટનન્ટ ગવર્નરે લખ્યું છે કે તાજેતરની બેઠકમાં તેમણે છેલ્લા 8 વર્ષમાં એક પણ શાળા ન બની હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. છેલ્લા 7 વર્ષમાં ડીડીએ દ્વારા શિક્ષણ વિભાગને 13 જગ્યાએ જમીન આપવામાં આવી છે. તેમાંથી 6 જમીન ઓગસ્ટ 2022માં જ આપવામાં આવી છે. પહેલાથી બનેલી શાળાઓમાં નવા ઓરડાઓ અને શૌચાલયો બનાવવાથી નવી શાળા બની નો જાય.
મોટાભાગના વિદ્યાર્થીઓને નથી પ્રાથમિક જ્ઞાન
પત્રમાં લેફ્ટનન્ટ ગવર્નરે લખ્યું કે, દિલ્લી સરકાર ભલે શિક્ષણમાં મોટા ફેરફારોનો દાવો કરી રહી હોય પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક બીજી જ છે. નેશનલ અચીવમેન્ટ સર્વે 2021 જણાવે છે કે ધોરણ 8 સુધી ભણતા દિલ્લીની સરકારી શાળાના 30 ટકા વિદ્યાર્થીઓ સામાન્યથી પણ ઓછું જ્ઞાન ધરાવે છે, જ્યારે 44 ટકા લગભગ સરેરાશ જ્ઞાન ધરાવે છે.
એ જ રીતે ધોરણ 10માં અભ્યાસ કરતા 33 ટકા વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન કરતાં ઓછું હોય છે, જ્યારે 30 ટકા વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન હોય છે. વિદ્યાર્થીઓ ગણિત અને વિજ્ઞાનના અભ્યાસમાં રસ દાખવતા નથી. ધોરણ 12માં કુલ 2,31,448 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી માત્ર 21,340 વિદ્યાર્થીઓ જ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે.
સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો
લેફ્ટનન્ટ ગવર્નરે પત્રમાં લખ્યું કે, 2013-14માં જ્યાં 35 ટકા વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓમાં ભણતા હતા, 2019માં આ સંખ્યા 46 ટકા પર પહોંચી ગઈ હતી. કોરોનાના સમયમાં ફી ન ભરી શકવાને કારણે ઘણા પરિવારોએ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને સરકારી શાળામાં દાખલ કર્યા હતા. પરંતુ હજુ પણ 40 ટકા બાળકો ખાનગી શાળાઓમાં અભ્યાસ કરે છે.
સરકાર છેલ્લા એક વર્ષમાં 15,636 શિક્ષકોની ભરતી કરી શકી નથી. શિક્ષણ વિભાગે મોટી સંખ્યામાં જાહેર કરાયેલા શિક્ષકો સહિત હજારો ગેસ્ટ શિક્ષકોને નોકરીએ રાખ્યા છે.
શિક્ષકોને વિદેશ મોકલવાની નથી પાડી ના
લેફ્ટનન્ટ ગવર્નરે પત્રમાં લખ્યું કે, દિલ્લી સરકાર શિક્ષકોને ફિનલેન્ડ મોકલવા માંગે છે. તેમણે આ ઓફરનો ઇનકાર કર્યો નથી. તેમના પર થતા ખર્ચ અને તેના ફાયદાનો અંદાજ લગાવવા માટે જ સૂચના આપવામાં આવી છે. તે જાણવા માંગે છે કે શું આ યાત્રાથી તેના શિક્ષણ સ્તરને કોઈ ફાયદો થયો છે કે પછી તે માત્ર પોતાના પ્રચાર માટે કરવામાં આવી રહી છે.
આ સાથે તેમણે સૂચન કર્યું છે કે ભારતીય સંસ્થાઓમાં પણ આવી તાલીમ આપી શકાય. તેણે લખ્યું છે કે અગાઉ તેમણે 55 પ્રિન્સિપાલ અને વાઈસ પ્રિન્સિપાલને કેમ્બ્રિજ મોકલવાની મંજૂરી આપી હતી.