AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘રિલાયન્સ એક વચન છે’: જિયોના ₹30,213 કરોડના IPO પૂર્વે ઇશા અંબાણીએ દાદા ધીરુભાઈને કર્યા યાદ

જિયો પ્લેટફોર્મ્સના ₹30,213 કરોડના મેગા IPO અગાઉ ઇશા અંબાણીએ દાદા ધીરુભાઈ અંબાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે કોલેજ અસાઇનમેન્ટ સબમિટ ન થઈ શકવાની સામાન્ય ઘટનાથી ભાઈ આકાશ સાથે થયેલી વાતચીતે દેશમાં 'રિલાયન્સ જિયો'ના નિર્માણનો પાયો નાખ્યો હતો.

‘રિલાયન્સ એક વચન છે’: જિયોના ₹30,213 કરોડના IPO પૂર્વે ઇશા અંબાણીએ દાદા ધીરુભાઈને કર્યા યાદ
| Updated on: Oct 15, 2026 | 9:07 PM
Share

નબળા ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે કોલેજ અસાઇનમેન્ટ સબમિટ કરવામાં નિષ્ફળ રહેવાની એક ઘટનાએ આકાશ અંબાણી સાથે વાતચીતનો તણખો પ્રગટાવ્યો હતો, જે આખરે ‘રિલાયન્સ જિયો’ના સર્જનનું કારણ બન્યો, તેમ ઇશા અંબાણીએ ગુરુવાર, 15 ઓક્ટોબરના રોજ યાદ કર્યું હતું. જિયો પ્લેટફોર્મ્સના IPO ફાઇલિંગ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં બોલતાં તેમણે જણાવ્યું કે, ભારતમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી અંગે ભાઈ આકાશ અંબાણી સાથેની વાતચીતે ડિજિટલ ટેકનોલોજી બિઝનેસ ઊભો કરવાની ચર્ચાને વેગ આપ્યો હતો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર ઇશા અંબાણીએ પોતાના દાદા ધીરુભાઈ અંબાણીને પણ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમણે 1977 માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પબ્લિક લિમિટેડ બનાવી શેરબજારમાં લિસ્ટ કરાવી હતી. જિયો પ્લેટફોર્મ્સ હવે શેરબજારમાં પોતાની નવી સફર શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે ઇશા અંબાણીએ પરિવારના બિઝનેસ ઇતિહાસ, રિલાયન્સની રોકાણ વ્યૂહરચના અને શેરધારકો પ્રત્યેની જવાબદારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે કંપનીની ત્રીજી પેઢી તેના સ્થાપકના સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

કોલેજ અસાઇનમેન્ટની નિષ્ફળતાથી કેવી રીતે આવ્યો જિયોનો વિચાર?

આ ઘટનાને યાદ કરતાં ઇશાએ કહ્યું, “આકાશ અને હું અમેરિકામાં કોલેજ કરતા હતા અને અમે રજાઓમાં મુંબઈ ઘરે આવ્યા હતા.” તેમણે સમજાવ્યું કે ઘરમાં ઇન્ટરનેટ કનેક્શન યોગ્ય રીતે કામ કરતું ન હોવાથી તેઓ પોતાનું અસાઇનમેન્ટ સબમિટ કરી શક્યા નહોતા. આ અનુભવના કારણે ભારત અને અમેરિકા વચ્ચેની ઇન્ટરનેટ કનેક્ટિવિટીના તફાવત વિશે વાતચીત શરૂ થઈ. આકાશનું માનવું હતું કે ભારતને એવા ડિજિટલ ટેકનોલોજી પ્લેટફોર્મની જરૂર છે જે દેશની કનેક્ટિવિટીની જરૂરિયાતો પૂરી કરી શકે. આ વિચાર બાદ રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર 2016 માં ફ્રી વોઈસ અને ડેટા ઓફર સાથે પોતાની કોમર્શિયલ સેવાઓ શરૂ કરી હતી.

ઇશા અંબાણીએ દાદા ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા

ઇશાએ યાદ કર્યું કે કેવી રીતે ધીરુભાઈ અંબાણીએ આશરે પાંચ દાયકા પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પબ્લિક કરી હતી. તેમણે કહ્યું, “1977 માં, મારા દાદા ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો IPO લાવ્યા હતા. લગભગ 50 વર્ષ પહેલાં. ત્યારથી લઈને અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 29% વાર્ષિક રિટર્ન (વાર્ષિક વળતર) આપ્યું છે.”

દાદાને યાદ કરતાં તેમણે ઉમેર્યું, “આજે હું મારા દાદાને ઊંડા સ્નેહ અને કૃતજ્ઞતા સાથે યાદ કરું છું.” તેમણે તેમના વિચારો જણાવતાં કહ્યું, “તેમના માટે રિલાયન્સ માત્ર એક કંપની નહોતી, રિલાયન્સ એક વચન છે કે દરેક ભારતીયને દેશના વિકાસમાં ભાગીદાર બનવાની તક મળવી જોઈએ.”

વિશાળ જનમેદનીને આકર્ષવાની તેમની ક્ષમતાનો ઉલ્લેખ કરતાં ઇશાએ જણાવ્યું કે, તેમના દાદા જ્યારે ભારતના ભવિષ્યના વિઝન પર બોલતા ત્યારે આખા ફૂટબોલ સ્ટેડિયમો ભરાઈ જતા હતા. “તેમનો સંદેશો સરળ છતાં શક્તિશાળી હતો – સપના જોવાની હિંમત કરો, નીડર બનો, મોટું વિચારો અને સતત ઇનોવેશન દ્વારા શ્રેષ્ઠતા હાંસલ કરો.” ઇશાએ ઉમેર્યું કે તેઓ અને તેમના ભાઈઓ, આકાશ અને અનંત, પરિવારના મૂળ મંત્ર “GROWTH IS LIFE” ને અનુસરવાનું ચાલુ રાખશે અને દાયકાઓથી રિલાયન્સમાં વિશ્વાસ મૂકનારા શેરધારકોની જવાબદારી નિભાવશે.

જિયો પ્લેટફોર્મ્સ IPO: પ્રાઇસ બેન્ડ અને મહત્વની તારીખો

  • પ્રાઇસ બેન્ડ: ₹1,065 થી ₹1,119 પ્રતિ શેર
  • ઇશ્યૂ સાઇઝ: 27 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર ઓફર પર
  • કુલ ભંડોળ: પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે આશરે ₹30,213 કરોડ એકત્ર કરાશે
  • એન્કર ઇન્વેસ્ટર બિડિંગ: 19 ઓક્ટોબર
  • પબ્લિક સબસ્ક્રિપ્શન: 21 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર
  • ભંડોળનો ઉપયોગ: એકત્ર થયેલી રકમનો એક ભાગ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના દેવાની ચુકવણી માટે અને બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.

રિલાયન્સની બિઝનેસ સ્ટ્રેટેજી અંગે ઇશા અંબાણીનું નિવેદન

ઇશાએ લાંબા ગાળાના આયોજન, સ્કેલ (મોટા પાયે વિસ્તરણ) અને અમલીકરણને રિલાયન્સના વ્યાપારિક નિર્ણયોના મુખ્ય ત્રણ આધારસ્તંભ ગણાવ્યા હતા. તેમણે મુકેશ અંબાણીની વર્ષ 2019 ની એ પ્રતિબદ્ધતાને યાદ કરી હતી જેમાં માર્ચ 2021 સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને નેટ ડેટ-ફ્રી (દેવામુક્ત) બનાવવાનું લક્ષ્ય રખાયું હતું, જેને કંપનીએ જૂન 2020 માં જ પૂર્ણ કરી લીધું હતું. જિયો પ્લેટફોર્મ્સના આ લિસ્ટિંગ સાથે રોકાણકારોને ટેલિકોમ અને ડિજિટલ બિઝનેસનું શેરબજાર દ્વારા અલગથી મૂલ્યાંકન કરવાની મોટી તક મળશે.

ઉદ્યોગથી ડિજિટલ ક્રાંતિ સુધી રિલાયન્સની સફર: હવે AI ના યુગમાં નવી ક્ષિતિજોની શોધ

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">