Fumio Kishida in India: જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજે આવી રહ્યા છે ભારત, PM મોદી સાથે યુક્રેન મુદ્દે કરી શકે છે વાત
વર્ષ 2022માં કોઈ રાજ્યના વડાની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ તરીકે કિશિદાની આ પહેલી મુલાકાત છે, આ પહેલા જ્યારે તેઓ જાપાનના વિદેશ મંત્રી હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા.
જાપાન(Japan)ના વડાપ્રધાન ફુમિયો કિશિદા (Japan PM Fumio Kishida) શનિવારે ભારતની મુલાકાતે છે. વર્ષ 2022માં કોઈ રાજ્યના વડાની ભારતની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ તરીકે કિશિદાની આ પહેલી મુલાકાત છે, આ પહેલા જ્યારે તેઓ જાપાનના વિદેશ મંત્રી હતા ત્યારે તેઓ ભારત આવ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓ ચાર વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ને મળ્યા છે. કિશિદા યુક્રેન યુદ્ધ મુદ્દે પીએમ મોદી સાથે વાત કરી શકે છે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠના અવસર પર થઈ રહી છે.
કિશિદાએ જાપાનના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ઓક્ટોબર 2021માં પીએમ મોદીએ તેમની સાથે ફોન પર વાત કરી હતી. બંને પક્ષોએ વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મળતી માહિતી મુજબ, કિશિદા 19 માર્ચે બપોરે ભારત આવશે અને 20 માર્ચે સવારે રવાના થશે. તેમણે ગત વર્ષ 4 ઓક્ટોબરે જાપાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. કિશિદાની આ વર્ષની પ્રથમ વિદેશ યાત્રા પણ છે. તેમણે CoP26 માટે ગત વર્ષ ગ્લાસગોની મુલાકાત લીધી હતી.
વ્યૂહાત્મક સંબંધો ગાઢ થયા
ભારત અને જાપાનની વાત કરીએ તો બંને દેશોએ પોતાના વ્યૂહાત્મક સંબંધોને ગાઢ બનાવ્યા છે. બંને દેશો મુક્ત, ખુલ્લા અને સર્વસમાવેશક ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની વાત કરે છે. આ સાથે સંરક્ષણ, સુરક્ષા અને પ્રાદેશિક સંદર્ભમાં પણ પ્રગતિ થઈ છે. એક્ટ ઈસ્ટ ફોરમમાં ભારત અને જાપાન પણ સામેલ છે. તેની સ્થાપના કરવાનો નિર્ણય 2017ની સમિટમાં લેવામાં આવ્યો હતો. તેનો હેતુ પૂર્વોત્તર ભારતમાં કનેક્ટિવિટી, ફોરેસ્ટ મેનેજમેન્ટ, ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન અને કન્સ્ટ્રક્શનના ક્ષેત્રોમાં વિકાસ પરિયોજનાઓનું સંકલન કરવાનો છે.
હાઇવે અપગ્રેડ કરવાનું કામ
અધિકારીઓનું કહેવું છે કે આ અંતર્ગત ઘણા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાં મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમમાં હાઈવેને અપગ્રેડ કરવાનું કામ સામેલ છે. ગત વર્ષ પીએમ મોદીએ આસામ અને મેઘાલય વચ્ચે બ્રહ્મપુત્રા નદી પર 20 કિલોમીટર લાંબા પુલનો શિલાન્યાસ કર્યો હતો. ભારત અને જાપાન પણ સપ્લાય ચેઇન રેઝિલિયન્સ ઇનિશિયેટિવ (SCRI) પર કામ કરી રહ્યા છે. SCRI ને ગત વર્ષ 27 એપ્રિલે ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વેપાર મંત્રીઓ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Forex Reserve : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 10 અબજ ડોલરનો ઘટાડો, જાણો રિઝર્વ બેંકની તિજોરીમાં કેટલું છે ધન?
આ પણ વાંચો: Tech News: જાણો ક્યા કારણે દુનિયાભરમાં ડાઉન થયું હતું ગૂગલ મેપ, લોકોને ભોગવવી પડી હાલાકી