Punjab Cabinet: CM ભગવંત માનની પ્રથમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, 25 હજાર પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી

આ વખતની વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીને 117 સભ્યોની વિધાનસભામાં કુલ 92 બેઠકો મળી છે. રાજ્યના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ એક પક્ષ 92 બેઠકો જીતવામાં સફળ રહ્યો હોય.

Punjab Cabinet: CM ભગવંત માનની પ્રથમ કેબિનેટ બેઠકમાં મોટો નિર્ણય, 25 હજાર પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી
Bhagwant Mann First Cabinet
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 7:34 PM

Punjab Chief Minister Bhagwant Mann First Cabinet Meeting: પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માનની (Bhagwant Mann) પ્રથમ કેબિનેટ બેઠક ચંદીગઢમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભગવંત માન કેબિનેટે 25,000 પદોની તાત્કાલિક ભરતીને મંજૂરી આપી છે. પંજાબના બોર્ડ, કોર્પોરેશન અને સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવશે. કેબિનેટે ત્રણ મહિનાનો વોટ ઓન એકાઉન્ટ (ત્રણ મહિના માટે સરકારના ખર્ચનું બજેટ) લેવાનો નિર્ણય કર્યો છે. જૂન મહિનામાં બજેટ (Budget) રજૂ કરવામાં આવશે. કેબિનેટે પૂરક અનુદાનને પણ મંજૂરી આપી છે.

અગાઉ, મુખ્યપ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની કેબિનેટમાં એક મહિલા સહિત 10 આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે પંજાબ ભવનમાં મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ 10 મંત્રીઓમાંથી 8 પ્રથમ વખત ધારાસભ્ય બન્યા છે. તમામે પંજાબી ભાષામાં શપથ લીધા હતા.

હરપાલ સિંહ ચીમા, હરભજન સિંહ, ડૉ. વિજય સિંગલા, લાલ ચંદ, ગુરમીત સિંહ મીત હેર, કુલદીપ સિંહ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મ શંકર ઝિમ્પા, હરજોત સિંહ બૅન્સ અને ડૉ. બલજીત કૌરને શપથ લેવડાવ્યા હતા. કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 18 પદો છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

પંજાબના રાજ્યપાલે બુધવારે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના મૂળ ગામ ખટકર કલાન ખાતે ભગવંત માનને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) એ 117 સભ્યોની પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ, શિરોમણી અકાલી દળ (SAD)-બહુજન સમાજ પાર્ટી (BSP) ગઠબંધન અને ભારતીય જનતા પાર્ટી (BJP)-પંજાબ લોક કોંગ્રેસ-SAD (યુનાઇટેડ)ને હરાવીને 92 બેઠકો જીતી હતી.

રાજ્ય વિધાનસભાનું પ્રથમ સત્ર ગુરુવારથી જ શરૂ થઈ ગયું

સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલતાર સિંહ સંધવાન પંજાબ વિધાનસભાના સ્પીકર રહેશે. તેઓ આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી બીજી વખત ધારાસભ્ય બન્યા છે. અગાઉ, પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન અને નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ ગુરુવારે અહીં 16મી પંજાબ વિધાનસભાના સભ્યો તરીકે શપથ લીધા હતા. રાજ્ય વિધાનસભાનું પ્રથમ સત્ર ગુરુવારથી જ શરૂ થઈ ગયું છે. ઇન્દરબીર સિંહ નિજ્જર, ‘પ્રોટેમ સ્પીકર’ (કામચલાઉ એસેમ્બલી સ્પીકર) એ નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા, જેમાંથી મોટાભાગના પ્રથમ વખત ધારાસભ્યો છે.

AAPએ 117માંથી 92 બેઠકો કબજે કરી હતી

આ વખતની વિધાનસભા ચૂંટણીમાં, આમ આદમી પાર્ટીને 117 સભ્યોની વિધાનસભામાં કુલ 92 બેઠકો મળી છે. રાજ્યના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ એક પક્ષ 92 બેઠકો જીતવામાં સફળ રહ્યો હોય.

આ પણ વાંચો : Maharashtra: અઘાડીના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં, શિવસેનાના સાંસદે કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેના દાવા પર કર્યો વળતો પ્રહાર

આ પણ વાંચો : ગંગા નદીના પાણીને સાફ કરીને વેચવા પર વિચાર કરી રહી છે કેન્દ્ર સરકાર, IOCL ખરીદનાર બનશે

g clip-path="url(#clip0_868_265)">